Home Current કીડાણા જેવા તોફાનો પાછળ કહેવાતા આગેવાનો કોણ ? કોંગ્રેસની કડક કાર્યવાહી માટે...

કીડાણા જેવા તોફાનો પાછળ કહેવાતા આગેવાનો કોણ ? કોંગ્રેસની કડક કાર્યવાહી માટે માંગ

885
SHARE
અંજાર તાલુકાના કીડાણા ગામે રામજન્મ સ્થળે ભવ્ય મંદિર નિર્માણનીધી ફંડ માટે નિકળેલી પ્રચાર યાત્રા દરમ્યાન બનેલા બનાવના સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જો કે અંજપાભરી સ્થિતી પછી પોલિસે કડક કાર્યવાહી સાથે 40 થી વધુ લોકોને રાઉન્ડઅપ કરી લીધા છે અને અલગ-અલગ 3 બનાવો સંદર્ભે ગુન્હા નોંધી તપાસ શરૂ કરી છે તો બીજી તરફ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ શાંતિ જાળવવાની અપિલ સાથે યોગ્ય કાર્યવાહી પર ભાર મુક્યો છે ગઇકાલે અનેક વાહનોમાં તોડફોડ સાથે આગચંપી ના બનાવો બન્યા હતા અને એક નિર્દોષ વ્યક્તિનુ તોફાનો દરમ્યાન મોત પણ થયુ હતુ જેની તપાસ ચાલુ છે ત્યારે કોંગ્રેસે આવા બનાવો પાછળ ઉશ્કેરણી કરનાર કહેવાતા સમાજના આગેવાનો અંગે પણ તપાસ થાય તેવી માંગ કરી છે.
કહેવાતા સમાજના આગેવાનો ઉશ્કેરે છે?
કીડાણા ગામે બનેલી ઘટનાને વખોડી કોંગ્રેસે માંગ કરી છે કે કચ્છ જીલ્લો કોમી એકતાનુ પ્રતિક છે અને બાબરી ધ્વસ્ત થયા થી ગોધરાકાંડ જેવા બનાવો સમયે પણ કચ્છમાં શાંતિ સ્થપાયેલી રહી છે પરંતુ થોડા સમયથી કચ્છમાં કોમી શાંતી ડહોળવાના બનાવો વધ્યા છે અને કેટલાક બની બેઠેલા આગેવાનો ઉશ્કેરણી કરી યુવાનોના ખંભે બંદૂક ફોડી રહ્યા છે જેથી આવા બનાવોમાં નિર્દોષ લોકો ફસાઇ જાય છે અને મુખ્ય સુત્રધાર છટકી જાય છે. અગાઉના બનાવો સંદર્ભે કોંગ્રેસે યાદીમાં વધુ જણાવ્યુ છે કે અગાઉના તોફાનો દરમ્યાન ઘણા નિર્દોષ હિન્દુ-યુવક યુવતીઓ જેલમાં છે અને ત્યાર બાદ પરિવારની સંભાળ માટે પણ કોઇ હોતુ નથી તેથી આવા બનાવો પાછળ કોણ છે? તે જાણવુ સરકાર અને પોલિસ માટે જરૂરી છે.
નિર્દોષ યુવકના મોત તથા ધાર્મિક યાત્રા દરમ્યાન બનેલા બનાવ સંદર્ભે કોંગ્રેસે દુખ વ્યક્ત કર્યુ છે અને જીલ્લા પ્રમુખ તથા વિપક્ષી નેતાએ બન્ને સમાજના લોકોને શાંતિ જાળવવા અપિલ કરી છે જો કે કોમી એકતાના પ્રતિક એવા કચ્છમાં કોંગ્રેસની પડદા પાછળના જવાબદારોની તપાસ માટેની ટકોર ખુબ જ યોગ્ય અને આવકારદાયક છે અને પોલિસે તેની ઉંડાણ પુર્વકની તપાસ રાષ્ટ્રહીતમાં કરવી જોઇએ.