દેશમાં રામમંદિર નિર્માણ માટે વિવિધ ક્ષેત્રમાંથી કરોડો રૂપીયાના દાનની જાહેરાત થઇ રહી છે. ત્યારે કચ્છમાં પણ વિવિધ ક્ષેત્ર અને વ્યક્તિગત રીતે લાખો કરોડો રૂપીયાની જાહેરાત રામમંદિર નિર્માણ માટે થઇ રહી છે અને રાજકીય,સામાજીક અને વેપારી આગેવાનો દાન માટે આગળ આવી રહ્યા છે. ત્યારે કચ્છમાં સોંલકી બંધુએ કરોડો રૂપીયા દાનમાં આપ્યા બાદ હવે ગાંધીધામ વેપારી એસોસિયેશન પણ દાન માટે આગળ આવ્યુ છે. અને રામજન્મ ભુમી નિર્માણનિધી સમર્પણ સમિતીને ગાંધીધામ ટીમ્બર એસોસિયેશને 1,11,11,111 કરોડ રૂપીયાનુ દાન જાહેર કર્યુ છે. ગાંધીધામ ટીમ્બર એસોસિયેશના પ્રમુખ નવનીત ગજ્જર,હેમચંદ્ર યાદવ,સ્વામીનાથ દુબે,ભરત પટેલ,દિપક પારેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા ગાંધીધામ ધારાસભ્ય મારફતે નિર્માણનીધીનુ ચેકઅર્પણ કર્યો હતો. વિશ્ર્વ હિન્દુ પરિષદના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.