Home Social કચ્છની 4 નગરપાલિકામાં ચુંટણી મેદાને ઉતરવા માટે રાફળો ફાટ્યો; ગાંધીધામ-ભુજમાં સૌથી વધુ

કચ્છની 4 નગરપાલિકામાં ચુંટણી મેદાને ઉતરવા માટે રાફળો ફાટ્યો; ગાંધીધામ-ભુજમાં સૌથી વધુ

1626
SHARE
રાજ્યની સાથે કચ્છમાં નગરપાલિકા,પંચાયચની ચુંટણી યોજાવાની છે. ત્યારે આજે ભુજ સહિત અલગ-અલગ પાલિકા અને પંચાયતો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં જાણે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેમ 202 લોકોએ દાવેદારી નોંધાવી છે. જો કે અંતિમ મહોર પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ મારશે પરંતુ ઇચ્છીત ઉમેદવારોની દાવેદારી સાથે તેમને આજે સાંભળવામાં આવ્યા હતા. રાજગોર સમાજ વાડી ખાતે યોજાયેલ આ પક્રિયાનો મોરચો પુર્વ ધારાસભ્ય રમેશ મહેશ્ર્વરી,સતિષ છાંગા તથા નયના પટેલ સંભાળ્યુ હતુ. સવારના 11 વાગ્યાથીજ મોટી સંખ્યામાં દાવેદારો પહોંચી આવ્યા હતા જેમાં કેટલાક જુના જોગીએ પણ મેદાને ઉતરવાના હોય હાજર દેખાયા હતા. ભુજના 11 વોર્ડ માટે 202 જ્યારે ગાંધીધામ-282 ઉમેદવારોએ 13 વોર્ડ,માટે દાવેદારી નોંધાવી હતી. માંડવી-200 મુન્દ્રા 110 ઉમેદવારોએ 7 વોર્ડ માટે ચુંટણી મેદાને ઉતરવા દાવેદારી નોંધાવી છે
પંચાયત અને અંજારની પ્રક્રિયા હવે
આમતો સમગ્ર ગુજરાતમાં આ વખતે સ્થિતી એવીજ છે. અને ધણા લોકોએ પાર્ટીમાં કામ કર્યા બાદ હવે ચુંટણી મેદાને ઉતરવાનુ મન બનાવ્યુ છે. જે આંકડાઓ દર્શાવી રહ્યા છે. 2 દિવસ ચાલેલી પ્રક્રિયામાં આજે ભુજ-ગાંધીધામ-મુન્દ્રા અને માંડવી માટે પક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ ગાંધીધામ અને ભુજ માટે દાવેદારો નોંધાયા હતા. જો કે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે. જેમા પણ મોટી સંખ્યામા દાવેદારી સામે આવી શકે છે. જો કે ગત વર્ષે કેટલીક બેઠકો પર નવા ચહેરાને સ્થાન આપ્યા બાદ નિષ્ફળ સાશનના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ વખતે નવા ચહેરા સાથે જુના જોગીઓએ પણ મેદાને ઉતરવાનુ મન બનાવ્યુ હોય તેમ સેન્સ પ્રક્રિયા દરમ્યાન દેખાયા હતા
કચ્છમાં હવે પ્રદેશના નેતાઓ ટુંક સમયમાં પ્રવાસે આવનાર છે. પરંતુ તે પહેલા સ્થાનીક કાર્યક્રરોના મનમાં શુ છે. તે જાણવા માટેની કવાયત શરૂ થઇ છે. જેમાં દાવેદારોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. જો કે ટીકીટ કોને મળશે તે તો આગામી સમય નક્કી કરશે પરંતુ દાવેદારોની મોટી સંખ્યાથી પાર્ટીમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.