Home Social પ્રદેશ ભાજપના ખોટા નામે ભચાઉ તાલુકા-જીલ્લા પંચાયતના ઉમેદવારોના નામની યાદી વાયરલ થઇ...

પ્રદેશ ભાજપના ખોટા નામે ભચાઉ તાલુકા-જીલ્લા પંચાયતના ઉમેદવારોના નામની યાદી વાયરલ થઇ ગઇ!

1772
SHARE
સ્થાનીક સ્વરાજની ચુંટણી જાહેર થઇ ગઇ છે. અને સેન્સ લેવાની પ્રક્રિયા બન્ને રાજકીય પાર્ટીઓએ શરૂ કરી છે. જેમાં ભાજપે તમામ તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા લોકોની યાદી તૈયાર કરી છે. જેમાં તમામ જગ્યાએ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જો કે હજુ ઉમેદવારોના નામ જાહેર થયા નથી ત્યા ભચાઉ તાલુકા જીલ્લા પંચાયતના સંભવત ઉમેદવારોના નામ સાથેની યાદી પ્રદેશ ભાજપના નામે વાયરલ થઇ ગઇ છે. જો કે ભાજપના સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ આવી કોઇ પ્રક્રિયા હોતી જ નથી અને આ યાદી પણ કોન્ફીડેન્ટલ હોય છે. તેવામાં આ યાદી કોઇએ ઇરાદાપુર્વક વાયરલ કરી હોય તેવુ લાગી રહ્યુ છે. તેમાય પ્રદેશ ભાજપના નામે વાયરલ થયેલી યાદીમાં કેટલીક બેઠકો પર તો પેનલમાં સમાવીસ્ટ લોકોના નામ જ નથી અને માત્ર એક-એક દાવેદારનાજ નામ સમાવિષ્ટ્ર છે. જે દર્શાવે છે કે ખોટી યાદી તૈયાર કરી આ વાત વાયરલ કરાઇ હોય
યાદી મુજબ બે માંધાતા સામે કોઇ દાવેદાર જ નહી
આમતો ચુંટણી જાહેર થઇતે પહેલાથી કચ્છમાં ભાજપના 3 મોટા નેતાઓના પુત્ર જીલ્લા પંચાયતની ચુંટણીમાં ઝંપલાવે તેવી ચર્ચા હતી. તેવામાં આજે જે યાદી જાહેર થઇ તેમાં સામખીયાળી જીલ્લા પંચાયતની પ્રદેશ ભાજપના નામે જાહેર થયેલી યાદીમાં માત્ર માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને નગરપાલિકાના પુર્વ પ્રમુખ કુલદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાનુ એકમાત્ર નામ છે. તો આધોઇ સીટ પર પણ ભાજપના એક મોટા નેતાની પત્ની નિતાબેન નરેન્દ્રદાન ગઢવીનુ એકમાત્ર નામ યાદીમાં દર્શાવાયુ છે. તો એવુજ તાલુકા પંચાયતની યાદીમાં છે. જેમાં અનેક બેઠકો એવી છે. જેમાં માત્ર એક નામ છે. જાણે તેઓ ફાઇનલ થઇ ગયા હોય તે રીતે જો કે ભાજપમાં આવી કોઇ યાદી બનાવવાની પ્રક્રિયા ન હોય કોઇએ ઇરાદા પુર્વક ચોક્કસ બેઠકોને ધ્યાને લઇ યાદી વાયરલ કરાઇ હોય તેવુ લાગી રહ્યુ છે
જો કે આ અંગે ભાજપના કોઇ આગેવાનનો સંપર્ક થઇ શક્યો ન હતો પરંતુ ઉચ્ચકક્ષાએ આ મામલાની ગંભીર નોંધ લેવાઇ છે. કેમકે પ્રદેશ ભાજપના નામે આ યાદી પ્રસિધ્ધ કરાઇ છે. હજુ મહાનગર પાલિકાના નામોની યાદી બહાર પડી નથી તેવામાં કોઇજ પેનલ વગર સંભવીત દાવેદારોને પ્રમોટ કરતી યાદી વાયરલ થતા ભાજપના કાર્યક્રરો મુંઝવણમાં મુકાયા છે. ત્યારે જોવુ રહ્યુ આ મામલે તપાસ પછી શુ સત્ય સામે આવે છે.