કચ્છ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત પોલિસ માટે સર્મસાર એવી મુન્દ્રા પોલિસ મથકમાં યુવાનોના કસ્ટડીમાં પોલિસ અત્યાચારથી મોત મામલે બીજા યુવકના મોત બાદ હવે સમાજ લડી લેવાના મુડમાં છે. ગઇકાલે અમદાવાદ સારવાર લઇ રહેલા હરજુગ ગઢવીનુ મોત થયા બાદ સમાજ આ મુદ્દે લડી લેવાના મુડમાં છે અને સોમવારે મુન્દ્રા બંધનુ એલાન અપાયુ છે. જેને દરેક સમાજના લોકોએ સમર્થન આપ્યુ છે. અને આવતીકાલે મુન્દ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સજ્જડ બંધ રહેશે તે નક્કી છે. તો બીજી તરફ અત્યાર સુધી સમગ્ર ધટના દરમ્યાન જાહેરમાં કોઇ સ્ટેટમેન્ટ ન આપનાર નેતાઓ હવે બીજા યુવાનના મોત પછી મેદાને આવ્યા છે. અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તો અગાઉ સરકારને આ મામલાની ગંભીરતાથી લેવાની માંગ કરનાર પુર્વ મંત્રી તારાચંદ છેડાએ પણ ન્યાયીક અને ઝડપી તપાસની માંગ સાથે બનાવને વખોડ્યો છે. તો જીલ્લા કોગ્રેસ પ્રમુખે પણ પોલિસ દમનની ઘટનાને દુખદ ગણાવી છે.
તો ચુંટણી બહિષ્કારનો હુંકાર
ગઇકાલે યુવકના મોત બાદ આજે તેનુ અમદાવાદ ખાતે પી.એમ કરવામાં આવ્યુ હતુ. જો કે સમાજના વિવિધ રાજકીય,સામાજીક આગેવાનોએ એક થઇ મુન્દ્રા પોલિસ મથકે બનેલા અમાનુષી કિસ્સાને વખોડી ન્યાય માટે છેલ્લે સુધી લડવાની તૈયારી કરી છે. એક તરફ મુન્દ્રા બંધની ચિમકી બીજી તરફ મૃત્દેહ સાથે જીલ્લા પ્રસાંશન પાસે ન્યાય માટે લડતની વાત પણ સામાજીક આગેવાનોએ કરી છે. કચ્છ ચારણ-ગઢવી સમાજના પ્રમુખ વિજયદાન ગઢવીએ જણાવ્યુ છે. કે કચ્છના જે ગામોમા સમાજની વસ્તી છે તેવા તમામ ગામોએ ચુંટણીનો બહિષ્કાર કરશે તેવુ જણાવ્યુ છે. અને જે રીતે કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ મૌન સેવી રહ્યા છે તેનાથી નારાજ સમાજના લોકોએ નેતાઓને ગામમા પ્રવેશ પર વિરોધ માટેનો સુર એકસાથે વ્યક્ત કર્યો છે.
પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ આજ પત્રકારો સાથે વાત કરતા સંપુર્ણ ન્યાયીક રીતે તપાસ થશે તેવી જાહેર ખાતરી આપી સમાજને સયંમ રાખવા અનુરોધ કર્યો છે. બીજી તરફ સમાજે હવે લડી લેવાની તૈયારી દર્શાવી છે. કેમકે ફરીયાદના આટલા દિવસો બાદ પણ મુખ્ય પોલિસ કર્મચારીઓ હજુ પોલિસની પકડથી દુર છે. જો કે પોલિસ લોકેસન મેળવી ધરપકડની નજીક હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.