મોમાયમોરા ગામની બોરીયા સિમ વિસ્તારમાં આજે સવારે બનેલા હત્યાના બનાવમાં પોલિસે ગણતરીની કલાકોમા હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. અને હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આજે સવારે આડેસર પોલિસ મથકે મોમાયમોરા ગામની સિમમાં આવેલી વાડીમાં એક યુવકની હત્યા થઇ હોવાની ફરીયાદ મળી હતી જેની તપાસ કરતા હત્યા રાપરના વરણુ ગામે રહેતા દેવાભાઇ દયારામ મારાજની હત્યા થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. જે મામલે આડેસર પોલિસે તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે ગણતરીની કલાકોમા હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. અને આડેસર પોલિસે આરોપી મહેશ શીવરામ વેણવા(મારાજ) ની આ મામલે ધરપકડ કરી છે. તપાસ કરી રહેલા આડેસર પી.એસ.આઇ વાય.કે.ગોહિલે જણાવ્યુ હતુ કે મૃત્ક અને આરોપી બન્ને કૌટુબીંક ભાઇ થાય છે. અને મૃત્કની ભાઇએ નોંધાવેલી ફરીયાદમાં પણ તેના પર શંકા વ્યક્ત કરાઇ હતી. જે મામલે તપાસ કરતા વરણુ નજીક આરોપી હોવાની માહિતી મળી હતી. જેથી તેની પોલિસે અટકાયત કરી છે. પહેલા કૌટુબીંક ભાઇએ સાથે જ રહેતા હતા પરંતુ મૃત્ક દેવાભાઇ અને મહેશ વચ્ચે થોડા સમય પહેલા સુવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ મહેશ જતો રહ્યો હતો. પરંતુ તે બાબતનુ મનદુખ રાખી તેની હત્યા કરાઇ હોવાનુ પ્રાથમીક રીતે સપાટી પર આવ્યુ છે જેની ઉંડાણ પુર્વક તપાસ થશે સાથે આરોપી મહેશ હત્યા કર્યા બાદ નાશવા જઇ રહ્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત પણ બન્યો હતો જેથી જરૂરી કાયદેસર કાર્યવાહી કરી તેની ઉંડાણ પુર્વકની તપાસ કરાશે