એક તરફ કોગ્રેસના અનેક ધારાસભ્યોને રાજ્યસભા પહેલા ભાજપમા જોડનાર ભાજપના પ્રદેશ પ્રમુખ હવે કોગ્રેસી સભ્યોને જાહેરમાં સ્વીકારી રહ્યા નથી અને તાજેતરમાંજ ભુજમાં હરખપદુડા થઇ જાહેર સ્ટેજ પર બોલનાર અંજાર વિસ્તારના ધારાસભ્ય વાસણભાઇને માર્મીક ટકોર કરી સી.આર.પાટીલે ધણુ કહી દીધુ જો કે તે વચ્ચે ભુજ શહેરમાં આજે ઉલ્ટીગંગા જોવા મળી હતી અને ભાજપના આગેવાનોને તોડી કોગ્રેસે ભુજ પાલિકામાં સાશન પરિવર્તનનો હુંકાર કર્યો હતો. ભુજ શહેર પ્રમુખ રવિન્દ્ર ત્રવાડી અને કોગ્રેસ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહની આગેવાનીમાં કોગ્રેસ આક્રમક રીતે ભુજ પાલિકાની ચુંટણીમાં લ઼ડવા માટે મેદાને ઉતરી છે ત્યારે ઉમેદવારની પસંદગી સાથે કોગ્રેસે આજે ભાજપના બે આગેવાનોને કોગ્રેસી ખેસ પણ પહેરાવ્યો હતો. ભુજ પાલિકાના બે વખતના પુર્વ કાઉન્સીલર અને કારોબારી ચેરમેન રહી ચુકેલા જગદીશ ગોરે આજે ભુજ શહેરની સમસ્યા દુર કરવા માટે પરિવર્તનના કોગ્રેસના અભીયાનને ટેકો આપી આજે કોગ્રેસી ખેસ પહેર્યો હતો જગદીશ ગોર વોર્ડ નંબર-02માં સારુ પ્રભુત્વ ધરાવે છે. અને સમાજમાં પણ તેમનુ યોગ્ય સન્માન છે ત્યારે આજે કોગ્રેસી આગેવાનીની હાજરીમાં તેઓ ભાજપ છોડી કોગ્રેસમાં જોડાયા હતા. તો તેમની સાથે તેમમા સમર્થકો અને ભાજપ લધુમતી આગેવાન ગની તાલબ કુંભાર પણ ભાજપ છોડી કોગ્રેસમાં જોડાયા હતા. આમતો ભુજ પાલિકા પર વર્ષોથી ભાજપનુ સાશન રહ્યુ છે. પરંતુ ગત ચુટાયેલા પ્રતિનીધીઓની અણઆવડતથી ભુજની સર્જાયેલી સમસ્યાથી પ્રજા ત્રસ્ત છે ત્યારે કોગ્રેસ પણ પરિવર્તન લાવવાના મક્કમ ઇરાદા સાથે ચુંટણી મેદાનમાં ઉતર્યુ છે.