Home Current કચ્છમાં ભાજપ-કોગ્રેસની સત્તાવાર યાદી મોડેથી જાહેર થશે;પણ કેટલાકને તૈયારી માટે કહી દેવાયુ

કચ્છમાં ભાજપ-કોગ્રેસની સત્તાવાર યાદી મોડેથી જાહેર થશે;પણ કેટલાકને તૈયારી માટે કહી દેવાયુ

3682
SHARE
અનેક વાદવિવાદ વચ્ચે ગુજરાતની 6 મહાનગરપાલિકા માટે ભાજપ-કોગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અને હવે ગુજરાતના અન્ય જીલ્લાઓમાં પંચાયત,અને પાલિકા માટેના નામોની યાદી પણ જાહેર કરી દેવાઇ છે. પરંતુ કચ્છમાં ભાજપ-કે કોગ્રેસ કોઇએ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી. હા અંજારની તમામ તાલુકા-જીલ્લા પંચાયતના ઉમેદવારોએ વિજય વિશ્ર્વાસ સંમેલન યોજી આજે નામાકંન પણ ભરી નાંખ્યુ છે. તો બીજી તરફ રાપરની કેટલીક બેઠકો પર પણ કોગ્રેસના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. કેટલાક ઉમેદવારોએ તો ગઇકાલેજ દાવેદારી માટેની જાહેરાત પાર્ટીના આદેશ પહેલા કરી નાંખી હતી. જો કે ભાજપ અને કોગ્રેસની બાકી રહેલી યાદી આજ મોડી સાંજ અથવા રાત સુધી જાહેર થાય તેવુ ચર્ચાઇ રહ્યુ છે. પરંતુ તે પહેલા અનેક વોર્ડ-પંચાયત બેઠકોના ઉમેદવારને તૈયારી માટે કહી દેવાયુ છે
કચ્છ ભાજપના સંભવીત ઉમેદવારો
ભુજ નગરપાલિકા બેઠકો માટે અનીલ છત્રાળા ,ધનશ્યામ.સી.ઠક્કર, ધનશ્યામ.આર.ઠક્કર,ધિરેન લાલન,જગત વ્યાસ,અજય ગઢવી,કમલ ગઢવી,સંજય ઠક્કર,દુર્ગા ઠક્કર,બિંદીયા ઠક્કર,અશોક પટેલ,કશ્યપ ગોર,ધર્મેશ ગોર,મહદીપસિંહ જાડેજા,રશ્મીબેન સોંલકી રસિલાબેન પંડયા,મનુભા જાડેજા,કિરણ ગોરી સહિતના નામો લગભગ નક્કી માનવામા આવી રહ્યા છે. તો વોર્ડ નંબર-1,2,3 માં પણ કેટલાક કહી દેવાયુ હોવાનુ નક્કી મનાઇ રહ્યુ છે. જો કે ખેંચતાણ અને ક્યાક વિવાદ ન થાય તે માટે યાદી મોડી જાહેર થાય તેવુ લાગી રહ્યુ છે. તો અંજારના વોર્ડ નંબર 5,8 માં પણ તૈયારી માટે સંભવીત પ્રબળ દાવેદારોને કહી દેવાયુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે સુખપર બેઠક માટે મહિલા મનિષાબેન જ્યારે માનકુવા બેઠક માટે મંજુલાબેન ભંડેરીના નામની ચર્ચા છે.
કોગ્રેસના સંભવીત નામો
મોથોળા રમેશ ગરવા ,વિ.કે,હુંબલ ગળપાદર,ભીમાસર કુકમા રવજી આહિર ,નેત્રા ,નિરોણા સહિત 17 બેઠકો પર નામો નક્કી કરી દેવામા આવ્યા છે તો અંજારની એકમાત્ર જીલ્લા પંચાયત સિવાય તમામ બેઠકો પર ઉમેદવારોએ દાવેદારી પણ નોંધાવી દીધી છે. તો ભુજ પાલિકામાં રવિન્દ્ર ત્રવાડી,ધનીભાઇ કુંભાર,રફીક મારા,અમિષ મહેતા,ફકીરમામદ કુંભાર,અંજલી ગોર,સહિત તમામ ઉમેદવારોને કહી દેવાયુ છે. અને સંભવીત યાદી જાહેર થયા બાદ દાવેદારીના અંતીમ દિવસે યાદી જાહેર થાય તેવુ સુત્રો જણાવી રહ્યા છે.તો આ ઉપરાંત પણ તાલુકા પંચાયત અને પાલિકા બેઠકો માટે ઉમેદવારોને કહી દેવાયુ છે જેઓેએ તૈયારી શરૂ કરી છે.
ભાજપ અને કોગ્રેસે ધણા ઉમેદવારોને તૈયારી માટે કહી દીધુ છે. પરંતુ હજુ સુધી યાદી જાહેર કરાઇ નથી. ક્યાક વિરોધ તો ક્યાક ઉમેદવારની ખેંચતાણનો ભય બન્ને રાજકીય પાર્ટીઓને સતાવી રહ્યો હોય તેમ છેલ્લી ધડીએ યાદી જાહેર કરાશે જે કદાચ આજ સાંજ સુધી જાહેર થઇ જશે પરંતુ અત્યારે ઉમેદવારોએ અંદરખાને પાર્ટી આદેશ મુજબ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો રહી ગયેલા ઉમેદવારોએ લોબીંગ પણ શરૂ કર્યુ છે.