Home Social ભુજ પાલિકામાં 24 વર્ષ પહેલા વહીવટદાર દ્રારા વગર લીલામીએ જમીન વેચાણ કરવાનો...

ભુજ પાલિકામાં 24 વર્ષ પહેલા વહીવટદાર દ્રારા વગર લીલામીએ જમીન વેચાણ કરવાનો ઠરાવ રદ

987
SHARE
ભુજ શહેર માં ૧૯૮૮ ની સાલમાં દબાણ હટાવ ઝુબેશ થી અસર ગ્રસ્તો ને પુન:સ્થાપિત કરવા, શહેરના વાણીયાવાડ નાકા પાસે આવેલ બસ સ્ટેશનની જમીન પૈકી ૧૦૮– ચો.મી. એસ ટી પાસેથી નગરપાલીકાએ વહેચાણ લઈ, અસર ગ્રસ્તોને ધંધા રોજગાર માટે કેબીન બનાવવા, ફાળવવા નગર પાલીકા એ કરેલ દરખાસ્ત અનુસંધાને છેવટે તા. ૦૪/૦૪/૧૯૯૪ ને રોજે જે તે સમયના કલેકટરશ્રીએ આપેલ મંજુરી અન્વયે આ રીતે ખરીદવાની થતી જમીન પૈકી ૫૦ ચો.મી. જમીન, કેબીનો બનાવવા કલેટર કચેરી માંથી ના-વાંધા પ્રમાણ પત્ર મેળવ્યા બાદ ભાડે આપવા વિગેરે હુકમ કરવામાં આવેલ. ઉપરોકત હુકમ બાદ તા. ૧૪/૦૬/૧૯૪ ને રોજે કે જયારે ભુજ નગર પાલીકામાં વહીવટદાર સત્તામાં હતા, તેમણે ઠરાવ નાં. ૬૩ થી ઉપરોકત એસ.ટી. પાસેથી લેવાની થતી ૧૦૮ ચો.મી. જમીન પૈકી ૫૦ ચો.મી. જમીન ૧) નર્મદાબેન મેઘજી ઠકકર તથા ૨) વિનોદ લીલાધર ભાનુશાલી ને વેચાણ આપવાનું ઠરાવેલ, જેમાં કલેકટર શ્રી ના ઉપરોકત તા. ૦૪/૦૪/૧૯૪ વાળા હુકમનો આધાર લેવામાં આવેલ. વધુમાં તેમને ફાળવાયેલ જમીન પર, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર, સેકન્ડ ફલોર અને થર્ડ ફલોર મળી એકંદરે ૩૩૫૭.૪૮- ચો. ફુટ નું બાંધકામ કરવા તા.૧૫/૦૬/૧૯૯૬ ના મુખ્ય અધિકારીએ બાંધકામ ની મંજુરી પણ આપેલ. જેના અનુસંધાને સપ્ટેમ્બર ૧૯૯૭ માં બાંધકામ શરૂ થતાં, રસ ધરાવનાર વ્યકિતઓ તરફથી તપાસ કરતાં, ઉપરોકત હકીકતો જાણવા મળેલ જેથી ભુજના (૧) પ્રાણજીવન મુળજી રાઠોડ, (૨) હરગોવિંદ કેશવજી પટેલ, તથા (૩) રવિલાલ ભગવાનજી ઠકકરે, કોર્ટમાં પ્રતિનિધિ સ્વરૂપનો દાવો કરી બાંધકામ સામે મનાઈ હુકમ મળવા તથા વહીવટદારશ્રી ભુજ નગરપાલીકાનો ઠરાવ નાં. ૬૩ તા. ૧૪/૦૬/૧૯૯૪ વાળો રદ ફરમાવવા વિવિધ કારણોસર માંગણી કરેલી આ દાવામાં અન્ય ૧૨ જણા પણ પક્ષકાર તરીકે દાખલ થયેલા ઉપરોકત દાવો તા. ૨૯/૦૬/૨૦૦૯ ને રોજે મંજુર થયેલ જેમાં, નગરપાલીકાના વહીવટદાર તરફથી તા. ૧૪/૦૬/૧૯૯૪ ના થયેલ ઠરાવ બીન પારદર્શક, ભેદભાવ યુકત અને ગેરકાયદેસરનો હોવાનું ઠરાવી, રદ કરવામાં આવેલ, તેમજ નર્મદાબેન મેઘજી અને વિનોદ લીલાધર ભાનુશાલી ને ભુજ નગરપાલીકા તરફથી કરી આપવામાં આવેલ તા. ૦૧/૦૯/૧૯૬ વાળા વેચાણ દસ્તાવેજો રદ કરવામાં આવેલ, તથા તેમની પાસેથી નગરપાલીકાએ વસુલ લીધેલ રકમ તેમને પરત ચુકવી આપવા હુકમ કરેલ.દિવાની અદાલતના ઉપરોકત ઠરાવ સામે ભુજ નગરપાલીકાએ તેમજ નર્મદાબેન મેઘજી વિગેરે એ અલગ-અલગ બે અપીલો કરેલ, જે બંને અપીલો માં બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો, વિવિધ કાનુની મુદાઓ સંબંધમાં રજુ થયા બાદ વિદવાન અધિક ડીસ્ટ્રીકટ જજ શ્રી મંડાણી સાહેબ એ દરેક મુદા અંગે વિસ્તૃત છણાવટ સાથે તા. ૧૭/૦૩/૨૦૨૧ ના રોજ આપેલ ચુકાદા થી બંને અપીલો રદ કરી, નીચેની અદાલતનો હુકમ કાયમ રાખેલ. આમ, 1997 થી ચાલતી કાનનિ લડત માં ૨૪ વર્ષ બાદ ફરી ભુજની પ્રજાના હિતમાં ચુકાદો આવેલ છે. આ કામે, મુળવાદીઓ અને અપીલ કામે રીસ્પોન્ડન્ટસ તરફે એડવોકેટ શ્રી રામલાલ એમ. ઠકકર, તારક ઠકકર તથા નિશાંત ઠકકર હાજર રહ્યા હતા.