Home Social 13.56 કરોડની ઐતિહાસીક વસુલાત સાથે ભુજ પાલિકાની તીજોરી થઇ છલોછલ! વેરા વસુલાત...

13.56 કરોડની ઐતિહાસીક વસુલાત સાથે ભુજ પાલિકાની તીજોરી થઇ છલોછલ! વેરા વસુલાત ઝુંબેશ ફળી

1052
SHARE
થોડા સમય પહેલા જ પાલિકાના નવા સત્તાધીસોએ શહેરના નવા વિકાસ કામો માટે ગ્રાન્ટ ન હોવાનુ કહ્યુ હતુ પરંતુ હવે ફરી ભુજના વિકાસની ગાડી પાટે ચડાવવા સાથે પાલિકાની આવક વધારવા સાથે તીજોરી ભરાય તેવા પ્રયત્નો પાલિકાએ શરૂ કર્યા છે. જે અતર્ગત નાણાકીય વર્ષ 2020 ના અંતિમ દિવસે પાલિકાની તીજોરીમા ઐતિહાસીક નાણીકીય વસુલાતનો આંકડો નોંધાયો છે. ભુજ પાલિકાએ મોકલેલી સત્તાવાર પ્રેસયાદી મુજબ અંતિમ દિવસના આંકડા મુજબ પ્રોપટી ટેક્ષની વસુલાત ૧૧,૫૨,૩૪,૭૦૮/ વ્યવસાય વેરો ૧,૫૯,૪૧,૬૭૮/- અને દુકાનભાડા પેટે ૪૪,૩૭,૮૧૭/-રૂપીયાની આવક મળી કુલ 13.56 કરોડ રૂપીયા થવા જાય છે. જે અત્યાર સુધીની તમામ બોડી કરતા વધુ આવક હોવાનુ પાલિકા પ્રમુખ ધનશ્યામ ઠક્કરની યાદીમા જણાવાયુ હતુ. જો કે જે રીતે પાલિકા પર દેણુ છે. તે આંકડા પર નઝર કરતા વસુલાતનો આંક ખુબ ઓછો છે. પરંતુ અત્યાર સુધી વેરા વસુલાતમા આટલા આંકડા સુધી કોઇ પહોચ્યુ ન હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. આગામી સમયમાં નિયમીત રીતે બધા વેરા ભરી વર્ષોથી ન ભરનાર લોકો પણ વેરો ભરી શહેરના વિકાસમા સહભાગી થાય તેવી અપિલ કરાઇ છે