Home Crime ભુજ GK જનરલ હોસ્પિટલમાંથી ફરાર કેદી નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયા બાદ ભુજ...

ભુજ GK જનરલ હોસ્પિટલમાંથી ફરાર કેદી નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયા બાદ ભુજ લવાયો : ભુજ અને રાજકોટ પોલીસે યોજી પત્રકાર પરિષદ

1284
SHARE
ભુજની જનરલ હોસ્પિટલમાંથી ફરાર થયેલો કુખ્યાત નિખીલ દોંગા નૈનીતાલથી ઝડપાઇ ગયા બાદ તેને ભુજ લવાયો હતો નિખિલ સહીત તેની મદદ કરનાર 4 વ્યક્તિઓની પોલિસે ધરપકડ કરી છે નિખીલ અને તેની ગેંગ વિરૂધ્ધ અનેક ગુન્હા નોંધાયેલા છે ત્યારે તેની મદદ કરનાર કોણ કોણ છે અને કયા ઇરાદા સાથે તે ફરાર થયો હતો તેની પોલિસ તપાસ કરશે અને કોર્ટમા રજુ કરાશે આજે કચ્છ અને રાજકોટ પોલિસના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી રેન્જ આઇ.જી કચ્છ જે.આર.મોથલીયા, રેન્જ આઇ.જી રાજકોટ સંદિપસિંગ, તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભ સીંગે કુખ્યાત નિખિલ દોંગાના ફરાર થવાની વિગતિ સહીત તેના ગુનાહિત ઇતિહાસ વિષે માહિતી આપી હતી.
સૌરાષ્ટ્રમાં પોતાના સાગરીતો સાથે ગેંગ બનાવી ગુના આચરતો નિખીલ ઉર્ફે નિકુંજ રમેશભાઇ દોંગા , રહે.ગોંડલ વાળો ગંભીર પ્રકારના ગુનામાં ગોંડલ સબ જેલમાં હતો તે દરમ્યાન જેલમાં તેને મળતી સુવિધા જેલર દ્વારા બંધ કરવામાં આવતા તેણે પેરોલ રજા દરમ્યાન વર્ષ ૨૦૧૬માં ગોંડલ સબ જેલથી બહાર નિકળી જેલરને ફસાવવા ગુન્હાહિત કાવતરૂ રચી ટેનીસ બોલમાં જેરી દવા રાખી સાગર નામના કેદીને જેલમાં ટેનીસ બોલ પહોંચાડી જે ટેનીસ બોલમાંની દવા સાગર નામના કેદીએ પી જતા તેનું મોત નિપજ્યું હતું આવા સાગરીતો સાથે ખુન જેવા ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપેલ તેમજ રાજયના જેલ વડા અમદાવાદના આદેશ બાદ જેલ વિજિલન્સ સ્ટાફ દ્વારા ગોંડલ સબ જેલ ખાતે રેઇડ કરી જેલમાં ચાલી રહેલી પાંચ આરોપી તેમજ ૬ બહારના લોકો પાર્ટી કરતાં મળી આવતાં કુલ્લ -૧૧ લોકો વિરૂધ્ધ ગોંડલ સી .પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતાં જેમાં આરોપી નિખીલ દોંગાપણ સામેલ હોતાં તેને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો આ દરમ્યાન ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરાયા બાદ નિખિલને અમદાવાદથી ભુજની પાલારા જેલ ખસેડાયો હતો
ભુજ જેલમાં રહેલા નિખિલે પોતાને મોંઢાના ભાગે કેન્સર જેવી બીમારીનું કારણ ધરી જેલ અધિકારી મારફતે ડોક્ટર પાસેથી સારવાર માટે મેડીકલ અભિપ્રાય મેળવી તા.ર ૬ / 03 ના ઇન્ડોર પેસન્ટ તરીકે પોલીસ જાપ્તા હેઠળ જી.કે. જનરલ હોસ્પીટલ ભુજ ખાતે દાખલ થયો હતો અને જાપ્તા દરમ્યાન પોતાના સાગરીતો સાથે મળી પોલીસ જાપ્તામાંથી નાશી જવાનો પ્લાન બનાવ્યો હતો આ પ્લાન મુજબ પોતાના સાગરીતોને બોલાવી તા .૨૯ / ૦૩ ના જી.કે. જનરલ હોસ્પીટલ , ભુજ ખાતેના પ્રીઝનર વોર્ડ માંથી ગંભીર પ્રકારના અનેક ગુના ઓ સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ હોઇ અને મજકુર સાગરીતો સાથે નાશી ગયા બાદ કોઈ બીજા ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં તેને પકડવો જરૂરી હોઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સરહદી રેન્જ , ભુજ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંઘ , રાજકોટ રેન્જ નાઓની સુચના અને માર્ગદર્શન અનુસાર રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તથા પ.કચ્છ – ભુજના પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંધ ના માર્ગદર્શન હેઠળ પ , કચ્છ – ભુજ તથા રાજકોટ ગ્રામ્યની અલગ અલગ ટીમો બનાવી આરોપીના આશ્રય સ્થાનો બાબતે વર્કઆઉટ કરી આરોપીને પકડવા એકશન પ્લાન બનાવવામાં આવેલ . જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.ઇન્સ . શ્રી એ.આર.ગોહિલ તથા ગોંડલ શહેરના પો.ઇન્સ . શ્રી એસ .એન.જાડેજા તથા પ . કચ્છ – ભુજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી એ.આર.ઝાલા તથા પ.કચ્છ – ભુજ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.જે.રાણા તથા પ.કચ્છ – ભુજ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ નાઓની રાહબરી હેઠળ પોલીસ જાપ્તા માંથી નાશી ગયેલ આરોપી નિખીલ ઉર્ફે નિકુંજ રમેશભાઇ દોંગા . તથા તેના સાગરીતોને અલગ ટીમો બનાવી હયુમન સોર્સીસ તેમજ ટેકનીકલ રીસોર્સના આધારે શોધ કરતા નિખિલ ઉતરાખંડ રાજયના નૈનીતાલ મુકામે હોવાનું જણાઇ આવતાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા પ.કચ્છ – ભુજ એલ.સી.બી.એ નૈનીતાલથી તા .૦૧ / ૦૪ ના રોજ પકડી ભુજ ખાતે લાવી પુછપરછ કરી અને આરોપીઓ ( ૧ ) નિકુંજ ઉર્ફે નિખીલ રમેશભાઇ દોંગા ( ૨ ) કિશો ર ભાઇ કયાડા રાજકોટ ( ૩ ) શ્યામલ બીપીનભાઈ દોંગા ગામ- દેરડીકુંભાજી ,ગોંડલ જિલ્લો – રાજકોટ ( ૪ ) રેનીશ ઉર્ફે લાલ ડાયાભાઇ માલવીયા ગોંડલના ઓની અટક કરવામાં આવેલ છે ,
ખુન , ખુનની કોશીષ , અપહરણ , ખંડણી જેવા અનેક આરોપ સાથેના ગુનાહિત ઇતિહાસ ધરાવતો નિખિલ ગુન્હાખોરી સાથે સંકળાયેલા લોકો સાથે મોટું નેટવર્ક ધરાવતો હોઈ પોતાના ગુનાહિત કાર્યકાળ દરમ્યાન હંમેશા પોલીસને પડકાર ફેંકતો રહ્યો છે ત્યારે હવે પોલીસ તેના ગુન્હાહીત ઇતિહાસને ધ્યાને રાખી તેની રીમાન્ડમા પુછપરછ કરશે ત્યારે અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.