કુખ્યાત નિખીલ દોંગા ફરાર થઇ ગયા બાદ પોલિસના હાથે ઝડપાઇ ગયો છે અને તેના સાગરીતો પણ પરંતુ પોલિસ અત્યાર સુધી તેને મદદ કરનાર તમામ પર સંકજો કસ્યો છે નિખીંલ દોંગા ને જાપ્તા દરમ્યાન સુવિદ્યા અને પૈસાની મદદ કરનાર 3 શખ્સો પોલિસની ગીરફ્તમા આવી ગયા છે આમતો નિખીલ ફરાર થયો ત્યારથી પોલિસની રડારમા આ 3 શખ્સો હતા પરંતુ મજબુત પુરાવા મેળવી તેની સામે બી-ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધી પોલિસે 3 વધુ શખ્સોની આ કેસમા ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે ઝડપાયેલા શખ્સોમા બે રાજકોટ જ્યારે એક ગોંડલનો રહેવાસી છે પોલિસે (1) નિકુલ તુલસી દોંગા રહે રાજકોટ (2) મોહિત રમેશ સખીયા રહે ગોંડલ તથા (3) પાર્થ બિપીન ધાનાણીની ધરપકડ કરી છે કેદી જાપ્તા હેઠળ આર્થીક તથા સારા ભોજન તથા અન્ય વ્યવસ્થા કરી આપવામા આ 3 શખ્સોની સંડોવણી સામે આવી છે કેટલી વાર અને કોની મદદથી તેઓ નિખીલ માટે આ વ્યવસ્થા કરતા પોલિસ રીમાન્ડ દરમ્યાન તેની પુછપરછ કરશે અત્યાર સુધી આ મામલે નિખીલ સહિત કુલ 11 લોકોની ધરપકડ કરાઇ છે જેમા તેની સાથે ભાગેલા તેની મદદગારી કરનાર અને 4 પોલિસ કર્મી ત્યારે વધુ 3 શખ્સોની સંડોવણી ખોલવા સાથે પોલિસે કાર્યવાહી ઝડપી બનાવી છે પોલિસે તેમના 9 તારીખ સુધીના 4 વાગ્યા સુધીના રીમાન્ડ મેળવ્યા છે અને વધુ પુછપરછ શરૂ કરી છે