એક તરફ નાના કલાકારો કોરોના મહામારીના કપરા એક વર્ષ પછી સરકારની વિશેષ છૂટછાટ અને બધુ રાબેતા મુજબ શરૂ થાય તે આશા રાખી બેઠા છે તે વચ્ચે ચિંતાજનક રીતે ફરી કોરોના કેસ વધતા સરકાર નિયત્રંણો લગાવે તેવી ચિંતા સાથે આશા સેવી રહ્યા છે ત્યાં બીજી તરફ મોટા કલાકારો આલ્બમ અને મોટા સ્ટેજ કાર્યક્રમો કરી લાખો રૂપિયા પણ કમાઇ રહ્યા છે સાથે-સાથે નૈતિક જવાબદારી ભુલી કોરોના વધુ ફેલાય તે માટે નિમીત બની રહ્યા છે ગુજરાતમા કોરોનાની પ્રથમ લહેર વખતે કચ્છના જાણીતા લોકગાયિકા વડજર ગામે લોકડાયરો કરી વિવાદમા આવ્યા હતા જેમા હળવી કાર્યવાહી બાદ મામલો સંકેલાઇ ગયો હતો જો કે હવે જ્યારે ગુજરાતમા ફરી કોરોના કેસોમા ઉછાળો આવી રહ્યો છે તેવામા કચ્છી કોયલ ગીતા રબારીની હાજરી વાળો જુનાગઢમા યોજાયેલો લોકડાયરો વિવાદમા આવ્યો છે જો કે ગીતા રબારી સહીત અન્ય કલાકારો અને રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ અહી સવાલ એ છે કે કોરોનાના ડર અને કહેર વચ્ચે આવા કલાકારો,રાજકીય આગેવાનો સામે કડક કાર્યવાહી કોણ કરશે?
ગીતાબેન રબારીની નૈતિક જવાબદારી નથી?
કોરોનાની ભયકંર મહામારી ગુજરાતમા ચાલી રહી હતી ત્યારે ગુજરાતમા અનેક કલાકારો ગાઇડલાઇન ભંગ બદલ ચર્ચામા રહ્યા હતા જેમા ગીતાબેન રબારીના 3 કાર્યક્રમો વિવાદમા રહ્યા હતા અને વડજર ખાતે આયોજીત કાર્યક્રમમા તો ગીતાબેન રબારી સામે કડક કાર્યવાહી માટે કોગ્રેસ મેદાને ઉતરી પડી હતી જો કે ત્યાર બાદ તપાસમા શુ કાર્યવાહી થઇ તે જાણવાની કોગ્રેસે તસ્દી ન લીધી અને પોલિસે જણાવવાની, જો કે વિડીયોમા સ્પષ્ટ દેખાતુ હતુ કે ક્યાંક ગીતાબેન રબારી તેમની નૈતિક ફરજ ચુકી ગયા છે જો કે આટલા વિવાદ પછી પણ સુધરે એ બીજા એમ ગીતાબેન રબારીની ઉપસ્થિતી વાળો ડાયરો ફરી ચર્ચામા આવ્યો છે કેમકે ગુજરાતમા વધતા કોરોનાના કેસો વચ્ચે આ લોક ડાયરો યોજાયો હતો જેમા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા પોરબંદર સાંસદ રમેશ ધડુક તેમજ કેબિનેટ મંત્રીના પૂત્ર રાજ ચાવડા પણ આ કાર્યક્રમમા ઉપસ્થીત રહ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે અને પ્રાદેશિક માધ્યમોમા આ ડાયરાની ગંભીર નોંધ લેવાઇ છે માણાવદરના ભાલેચડા ગામે 30 માર્ચ ના રોજ આ લોકડાયરો યોજાયો હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે જો કે માત્ર ગીતાબેન રબારી નહી લોકડાયરામાં અર્જુન આહીર, દેવરાજ ગઢવી સહીતના કલાકારોએ પણ હાજરી આપી હતી પરંતુ ગીતાબેન રબારી કચ્છના હોવાથી તેમના આ વિવાદીત ડાયરાની તથા તેમના નૈતિક અભિગમની ખુબ ચર્ચાઓ થઇ રહી છે કેમકે વડઝર લગ્નમા આયોજીત કાર્યક્રમથી તેઓ ખુબ વગોવાયા હતા પરંતુ તેમાથી સામાજીક જવાબદારીનો બોધપાઠ લેવાના બદલે ગુજરાતમા વધતા કેસો વચ્ચે ભીડ એકઠી કરવા ગીતાબેન જેવા કલાકારો નિમીત બની રહ્યા છે ભાલેચડા ગામે બાલા હનુમાન મંદિર અને બાપા સીતારામ ગૌ-શાળા દ્વારા આ કાર્યક્રમ આયોજીત કરાયો હતો.
સરકાર પાસે કોરોના મહામારીમા લોકોને જાગૃત કરવાના કરોડો રૂપિયા લેતા કલાકારો બીજી તરફ આવા આયોજીત ડાયરામા ભાગ લઇ કોરોના મહામારી ફેલાવવામા નિમીત બની રહ્યા છે જો કે કાર્યક્રમમા મોટી ભીડ છંતા હજુ કોઇ કાર્યવાહી તંત્ર તરફથી કરાઇ નથી ત્યારે આમ નાગરિકોની ચિંતા સાથે સરકાર આવા કલાકારો સામે કડક હાથે કામ લે અથવા કલાકારો આમ નાગરીક અને તેમના કાયમી શ્રોતાની ચિંતા નૈતિક ફરજ સમજી કરે તે જરૂરી છે કાર્યક્રમ ભલે જુનાગઢમા હતો પરંતુ કચ્છી કલાકારની હાજરીથી સમગ્ર કચ્છમા તેના વિવાદની ચર્ચા છે.