તાજેતરમાંજ ગુજરાતમા એક યુવતીએ આપધાત પહેલા વિડીયો ઉતારી ભારે સનસનાટી સર્જી હતી જો કે ત્યાર બાદ પોલિસે તેમા ઉંડી તપાસ સાથે તેને મરવા માટે મજબુર કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી જો કે આયશા આપધાત કેસ પછી હવે આપધાત પહેલા વિડીયો ઉતારવાનો જાણે ટ્રેડ શરૂ થયો હોય તેમ રાજ્યમા અનેક બનાવો એવા બન્યા છે ત્યારે કચ્છના ભચાઉ તાલુકાના ખારોઇ ગામના એક યુવાનનો આપધાત કરવાની ચિમકી આપતો વિડીયો વાયરલ થયા બાદ પોલિસ દોડતી થઇ છે અને યુવકની શોધખોળ શરૂ કરી છે વિડીયોમા યુવક પ્રમેસંબધમા પાંચ વ્યક્તિ દબાણ કરતા હોય પોતે આપધાત કર્યો હોવાનુ જણાવી રહ્યો છે જો કે બનાવની ગંભીરતા સમજી ભચાઉ વિસ્તારમા પોલિસે યુવકની શોધખોળ શરૂ કરી છે જો કે યુવાનના આપધાત કરવાના વાયરલ વિડીયો પછી થોડીવારમાંજ તેને બીજી વિડીયો પણ વાયરલ કર્યો હતો જેમા એકાદ વ્યક્તિનુ ખોટુ નામ બોલાઇ ગયુ હોવાથી માફી માંગી બધુ બરોબર થઇ ગયુ હોવાનુ જણાવે છે જો કે આપધાતની ચિમકી થી પોલિસે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને યુવાન મળે તેના સામે ગુન્હો નોંધી અટકાયતી પગલા લેવાશે ઉશ્કેરાટમા યુવક કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિવિધ વિસ્તારોમા શોધખોળ સાથે વિડીયોમા દેખાતા લોકેશન વાડી જગ્યાએ ટીમ મોકલી છે