Home Social ઉનાળામાં પાણીથી સાવચેત રાખજો બાળકોને;શિકારપુરમાં ડુબી જવાથી 3 કિશોરના મોતથી અરેરાટી!

ઉનાળામાં પાણીથી સાવચેત રાખજો બાળકોને;શિકારપુરમાં ડુબી જવાથી 3 કિશોરના મોતથી અરેરાટી!

610
SHARE
કચ્છના ભચાઉ પંથકમા થોડા દિવસોમાંજ પાણીએ 7 જેટલી જીંદગી પર પુર્ણ વિરામ મુકી દીધો છે. હજુ થોડા દિવસો પહેલાજ 23 તારીખે પાણી પીવા જતા પિતા તથા પુત્ર-પુત્રી ના મોત થયા હતા. લોધેશ્ર્વર નજીક વાડીએ પિતા સાથે આવેલા બાળકો પાણી પીવા કેનાલ પાસે ગયા હતા. પરંતુ ઉપરા-ઉપરી 3 લોકો કેનાલમા ડુબી જતા મોતને ભેટ્યા તો ગઇકાલે પણ એક બાઇક કેનાલમા અકસ્માતે ખાબકતા એક મહિલાનુ મોત થયુ હતુ. ત્યારે આજે ફરી પાણી ભચાઉના શિકારપુર ગામે 3 કિશોરો માટે મોત સાબિત થયુ હતુ. આજે લૌકીક કાર્ય માટે શિકારપુર ગામે લોકો એકઠા થયા હતા. જે પૈકી 3 કિશોરો બાજુમાં ખનીજના ખોદકામ બાદ ખાડામા ભરાયેલા પાણીમાં નાહ્વા માટે પડ્યા હતા. પરંતુ 3 કિશોર ડુબી જતા મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતા ગ્રામજનો મૃત્દેહને બહાર કાઢી લાકડીયા પી.એમ માટે લઇ આવ્યા હતા. ધટનામાં વાંઢિયાનો પ્રકાશ લક્ષ્મણ ગોહિલ ઉં.13,મુકેશ પ્રેમજીભાઇ મિયાત્રા તથા કમલેશ લાધાભાઇ વાધેલા ઉ.16 રહે બન્ને શિકારપુરનુ મોત થયુ હતુ ગ્રામજનો તથા સામજીક આગેવાનોએ આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન બાદ બનેલા આ ખાડા મોત માટે નિમીત બન્યા હોવાના આરોપ સાથે તપાસની માંગ કરી હતી. જો કે બનાવ અંગે પોલિસ હાલ અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે ભચાઉ પંથકમા ટુંકા ગાળામાં જ 7 જેટલા લોકોના મોત પાણીથી થતા ક્યાક દરેક માટે આ કિસ્સા ચેતવણી સમાન છે. ઉનાળા દરમ્યાન બાળકો પાણીમાં નાહ્વા માટે જતા હોય છે. ત્યારે શિકારપુર સહિત બનેલી આવી ધટના પછી દરેક વાલી પાણીથી બાળકોને સાવચેત રાખે તે હિતાવહ અને જરૂરી છે.