ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગાના ફરાર થવા મામલે મદદગારી કરનાર તમામ સુધી પહોંચવાના પોલિસ પ્રયત્નો કરી રહી છે. 8 એપ્રીલે આ સંદર્ભે પુછપરછ માટે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ દિનેશભાઇ સંચાણીયાને લવાયા બાદ તેની સંડોવણી ખુલતા પચ્છિમ કચ્છ પોલિસે તેની ધરપકડ કરી છે. જો કે તેની સંડોવણી અંગે પોલિસે હજુ વધુ વિગતો જાહેર કરી નથી. પરંતુ નિખીંલ દોંગાને મદદ કરનાર તેના સાગરીતોને જેલમાં મળવા માટે તે મદદગારી કરતા હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. અત્યાર સુધી આ મામલે 13 લોકોની પોલિસે ધરપકડ કરી છે. ત્યારે આજે નિખીલના રીમાન્ડ પુર્ણ થઇ રહ્યા છે. ત્યારે તેની મદદગારી કરનાર વધુ એક વ્યક્તિની પોલિસે ધરપકડ કરી છે. કોર્ટમાં રજુ કરી પોલિસે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વિપુલ જેતપુર ભાજપમાં મહામંત્રીનો હોદ્દો ધરાવે છે. જો કે તેને અન્ય કેવા પ્રકારની મદદ કરી તેની વિગતો મોડેથી સ્પષ્ટ્ર થશે સાથે જેલમાં તેને કેટલીવાર નિખીલ સાથે મુલાકાત કરાવી તેની વિગતો પણ પોલિસ મેળવશે નિખીલ દોંગા સાથે સૌરાષ્ટ્રના અનેક મોટા નેતાના ધરોબા હોવાનુ અનેકવાર ચર્ચાયુ છે. જો કે હવે ભાજપના મહામંત્રીની મદદગારીમાં સંડોવણી ખુલતા નજીકના સમયમાં અન્ય મોટામાથાના નામ ખુલે તેવી પુરી શક્યતા છે.