Home Current ધારાસભ્ય પુત્રનો જાગૃતિ સંદેશ કોરોના સ્થિતી અંગે શુ સુચવે છે.? કચ્છમાં આજે...

ધારાસભ્ય પુત્રનો જાગૃતિ સંદેશ કોરોના સ્થિતી અંગે શુ સુચવે છે.? કચ્છમાં આજે વધુ 2 મોત સાથે 52 કેસ

2303
SHARE
ગુજરાતમાં 5000 પોઝીટીવ કેસોની સંખ્યા સાથે રાજ્યભરમાં કોરોનાની સ્થિતીના ચિંતાજનક એહેવાલો અને રાજકીય નિવેદનબાજીથી ગુજરાતમાં કોરોના મહામારીની ભયકંર સ્થિતીનુ ચિત્ર ઉપસી રહ્યુ છે. જો કે તે વચ્ચે કચ્છમાં આજે વધુ 52 કેસો નોંધાયા છે. અને વધુ બે ના મોતના આંકડા સાથે કુલ મૃત્યુઆંક 86 પર પહોચ્યો છે. જો કે એક તરફ કચ્છમાં તંત્ર સબસલામતીના દાવા કરી રહ્યુ છે. પુરતી આરોગ્ય સુવિદ્યા,બેડ હોસ્પિટલ બધુ ઉપલબ્ધ હોવાના દાવા કરી રહ્યુ છે. ત્યા કચ્છના માંડવી વિસ્તારના ધારાસભ્યના પુત્ર અને ભચાઉ પાલિકાના નગરસેવક કુલદીપસિંહ જાડેજાએ જાગૃતિ ફેલાવવા માટે સોસીયલ મિડીયામા મુકેલા સંદેશાથી અનેક સવાલો ઉભા થાય છે. એક તરફ જ્યા કચ્છમાં આજે સરકારી ચોપડે માત્ર 52 કેસો જ નોંધાયા છે. ત્યા કુલદીપસિંહ જાડેજાના એ સંદેશમા રોજના 100 કેસ  સામે આવી રહ્યા છે. તો તેમને આવી રહેલા ફોનના આધારે તેઓએ હોસ્પિટલમાં પુરતા બેડ ન હોવાનો પણ મેસેજમા ઉલ્લેખ કર્યો છે. એક તરફ કચ્છમાં પુરતા બેડ હોવાનો દાવો તંત્ર કરી રહ્યુ છે. ત્યા જાગૃતિ માટે ભચાઉના જાગૃત નગરસેવકનો આ સંદેશો ધણુ કહી જાય છે. લોકોની ચિંતા માટે તેઓએ શરૂ કરેલુુ જાગૃતિ અભીયાન સરાહનીય છે. ભચાઉમાં સ્વૈચ્છિક લોકડાઉનની વાત સાથે લોકોને સાવચેત રહેવા માટે આ મેસેજમાં ઉલ્લેખ કરાયો છે. પરંતુ જ્યા જવાબદાર વ્યક્તિજ આવા દાવા કરતુ હોય ત્યારે તંત્રના ચોક્કસ આંકડાઓ સામે સવાલ જરૂર ઉભો થાય?
આજે વધુ 52 2 મોત સુ આંકડા સાચા છે.
કચ્છના વહીવટી તંત્ર દ્રારા આજે બહાર પડાયેલી યાદી મુજબ કચ્છમાં કુલ 52 કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ભુજ અને અંજાર શહેરમાં નોંધાયા છે. જો કે આંકડાઓને લઇને શરૂઆતથી કચ્છના વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. કેમકે હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ છે. કોરોનાથી મોતના સમાચારો સોસીયલ મિડીયામા મૃત્કના નજીકના વ્યક્તિઓ સચોટ રીતે લખી રહ્યા છે. છંતા સરકારી ચોપડે મોતનો આંક ઓછો છે. જે રાજ્યભરની સ્થિતી પરથી માની શકાય કે કચ્છમાં પણ સ્થિતી ખરાબ જ છે. આજે પણ કચ્છમાં બે મોત નોંધાયા છે અને ભુજમાં 10 પોઝીટીવ કેસ નોંધાયા છે. પરંતુ સુત્રોનુ માનીએ તો માત્ર વ્યાયામ શાળા આરોગ્ય સેન્ટરમાંજ આજે થયેલા રીપોર્ટમાં 50 થી ઉપર કેસો સામે આવ્યા છે અને ગઇકાલે પણ સ્થિતી એવીજ હતી તેવામાં લોકજાગૃતિ સાથે તંત્ર સાચા આંકડાઓ બહાર પાડે તો તે વધુ અસરકારક જાગૃતિ સાબિત થશે જો કે આજે વિવિધ વિસ્તારોમા બેઠકો નવી હોસ્પિટલો ઉભી કરવા સહિત તંત્રએ અનેક મેરેથોન બેઠકો યોજી હતી સાથે વિવિધ વિસ્તારોમાં માટે હેલ્પલાઇન નંબર પર જાહેર કર્યા હતા. જે નિચે મુજબ છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગાંધીનગરની ચુંટણી પણ રદ્દ કરી દેવાઇ છે. જો કે કચ્છમાં જાણે સ્થિતી સામાન્ય હોય તેવા આંકડાઓ રોજ સામે આવી રહ્યા છે. પરંતુ તે વાસ્તવિક નથી તેવા સવાલો અનેક લોકો કરી રહ્યા છે. આજે જે રીતે ધારાસભ્ય પુત્રના મેસેજ એ ધણુ કહ્યુ તેમ કોગ્રેસના પ્રદેશ આગેવાન રફીક મારાએ પણ હોસ્પિટલની મુલાકાત લઇ પુરતી સુવિદ્યા ઉપલબ્ધ ન હોવાનો દાવો કર્યો છે. તેવામાં સ્થિતી કાબુ બહાર જાય તે પહેલા તંત્ર સાચા આંકડા સાથે પુરતી સુવિદ્યા ઉભી કરે તે કચ્છના હિતમાં છે. બાકી લોકો તો સ્વૈચ્છિક રીતે કોરોના કાબુમાં લેવા જોડાઇ જ રહ્યા છે.