Home Current કચ્છમાં સતત ત્રીજા દિવસે 50થી ઉપર કેસ 2 મૃત્યુ; હવે માંડવી,અંજાર,નખત્રાણામાં સ્વૈચ્છિક...

કચ્છમાં સતત ત્રીજા દિવસે 50થી ઉપર કેસ 2 મૃત્યુ; હવે માંડવી,અંજાર,નખત્રાણામાં સ્વૈચ્છિક લોકડાઉન !

929
SHARE
કચ્છમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આજે સતત ત્રીજા દિવસે કચ્છમાં કોરોનાના 50 થી ઉપર કેસ નોંધાયા હતા. અને સતત 3 દિવસથી દૈનીક બે મૃત્યુ થઇ રહ્યા છે. તંત્ર સબ સલામતીના દાવાઓ તો કરી રહ્યુ છે પરંતુ ખાનગી હોય કે સરકારી હોસ્પિટલ દવા-સુવિદ્યાનો પુરતો જથ્થો નથી અને તેથીજ ઝડપી વૈકલ્પીક હોસ્પિટલની વ્યવસ્થા સજ્જ કરવા તંત્ર કામ કરી રહ્યુ છે. જો કે લોકો સ્વયંભુ રીતે કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે અનુસાશન રાખવાના પ્રયત્નો કરી રહ્યુ છે. ભુજ-અંજારમા સરકારના રાત્રી કર્ફયુના નિર્ણય પછી કચ્છના અનેક ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાં જોડાયા છે. તો કચ્છના મહત્વના તીર્થસ્થળોએ પણ આમ લોકો માટે મંદિરના દ્રાર બંધ કર્યા છે. ત્યારે આજે વધુ 3 શહેરો એ સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. માંડવીનો બીચ બંધ રાખવા સાથે માંડવીમાં આજે વેપારીઓએ રાત્રી કર્ફયુ માટેનો નિર્ણય કર્યો છે. તો અંજાર અને બપોરે નખત્રાણા શહેરમાં પણ સાંજે 7 વાગ્યા બાદ વેપાર-ધંધા બંધ રાખી આવશ્યક વસ્તુઓના વહેંચાણ માટેની છુટ માટેનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. તો ભુજ તાલુકાના સુખપર સહિતના ગામોએ પણ ગામમાં ચોક્કસ નિયમો બનાવ્યા છે.
ભુજમાં સ્થિતી બેકાબુ તંત્રએ આ નિર્ણયો કર્યા
કચ્છમાં વધી રહેલા કેસો વચ્ચે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે પણ ભુજ શહેરમાં 20 સહિત 23 કેસો પોઝીટીવ આવ્યા છે. જે ચિંતાનો વિષય છે. સરકારી ખામીઓથી પરેશાન દર્દી અને તેના સંબધીઓ હવે સોસીયલ મિડીયાના માધ્યમથી હોસ્પિટલની સુવિદ્યાઓની પોલ ખોલી રહ્યા છે. જો કે કચ્છમાં વધતા કેસો વચ્ચે તંત્રએ પણ કેટલાક નિર્ણયો કર્યા છે અને 30 એપ્રીલ સુધી કચ્છના તમામ ઇ-ધરા કેન્દ્રો અને જન સુવિદ્યા કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કચ્છમાં જે વિસ્તારમાં કેસો વધી રહ્યા છે ત્યા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા સાથે તંત્રએ દવાના જથ્થા સહિત પુરતી સુવિદ્યા ઉભી થાય તે માટેની કવાયત શરૂ કરી છે. જે અતર્ગત આગામી સમયમાં ભુજ સહિત અનેક તાલુકા મથકો પર સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓની મદદથી કોવીડ કેર સેન્ટરો ઉભા કરાશે
રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ કચ્છમાં વધી રહેલા કેસોની સંખ્યાનો આંક ભલે નીચો હોય પરંતુ કચ્છમાં અપુરતી આરોગ્ય સુવિદ્યાથી લોકો માટે મુશ્કેલી સર્જાઇ છે. તો કચ્છમાં પણ અચાનક વધતા કેસો વચ્ચે પુરતી દવાનો જથ્થો ન હોવાની ફરીયાદો ઉઠી રહી છે. જો કે સ્વયંમ જાગૃતિથી કચ્છના શહેર-ગામડાઓએ લીધેલા નિર્ણય કચ્છમાં વધતા કોરોનાને કાબુમાં રાખવામાં નિર્ણાયક ચોક્કસ સાબિત થશે