કચ્છના નખત્રાણા,લખપત તાલુકાઓમાં લાંબા સમયથી વિજક્રાન્તિના નામે પર્યાવરણ અને વન્ય જીવશ્રૃષ્ટ્રીને વ્યાપક નુકશાનની ફરીયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. હા કાર્યવાહી નથી થઇ તે અલગ વાત છે જો કે વધુ એક વિસ્તારમા પર્યાવરણ અને ધાર્મીક સ્થળને નુકશાનની ફરીયાદ આક્ષેપ થયા છે. નખત્રાણા તાલુકા ના ઉગેડી ગામની સિમમાં વર્ષો જુની હજરત ઈશાપીર ની દરગાહ આવેલ છે અને એ દરગાહ પર ભાદરવા મહિના માં બહુ મોટો મેળો યોજાય છે જેમાં ઉગેડી ની આજુબાજુ ના 5-7 ગામના ના હિન્દૂ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉત્સાહ થી ભાગ લે છે. અને જે બખ મલખડા ની જગ્યા છે એ જગ્યા પર પવનચકી ઉભી કરવામાં આવી રહી છે.અને ત્યાં વર્ષો જૂનો તળાવ.અવાળા પણ આવેલા છે. જમીન વર્ષો થી અનામત રાખવા માં આવેલ છે. કેમકે રાષ્ટ્રીય પક્ષી મોર ની સંખ્યા પણ વિશેષ છે. જો કે અદાણી કપંની દ્રારા નખાતી પવનચક્કીનો વિરોધ થયો છે. રાષ્ટ્રીય દલીત અધિકાર મંચે બળજબરી પુર્વક થઇ રહેલા કામનો વિરોધ કર્યો છે. સુંદર અને રમણીય સ્થળ હોવા છતાં આ જગ્યા પર વિકાસ ના નામે જે વિનાશ કરતી પવનચક્કી અહી ઉભી કરવા માં આવી રહી છે. જેનો ગ્રામજનો નો ઉગ્ર વિરોધ કર્યો હતો ગ્રામજનો દ્વારા વિરોધ કરવા છતાં પણ તાનાશાહી કમ્પની પોલીસ ને સાથે રાખી અને બળજબરી કામ કરાવતી હોવાનો આક્ષેપ દલિત અધિકાર મંચ દ્રારા કરાયો છે. 12 તારીખે કામ ચાલુ કરવા માં આવ્યું અને ગ્રામજનો એ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે કામગીરી બંધ કરાવી હતી વિરોધ માં ઉગેડી દેશલપર ના દરગાહ ના મુજાવર અને પુરષોત્તમભાઇ અને અન્ય ગ્રામજનો તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રતિનીધીઓ જોડાયા હતા અને વિરોધ સાથે ચિમકી પણ ઉચ્ચારી હતી. કે પર્યાવરણ અને ધાર્મીક સ્થળને નુકશાન થતુ કામ નહી અટકે તો ઉગ્ર આંદોલન કરાશે પરંતુ કામ કરવા નહી દેવાય