Home Current કચ્છમા પાંચ ધારાસભ્ય એક સાંસદ ભાજપના છતાં પુર્વ મંત્રી તારાચંદ છેડાને કેમ...

કચ્છમા પાંચ ધારાસભ્ય એક સાંસદ ભાજપના છતાં પુર્વ મંત્રી તારાચંદ છેડાને કેમ સરકારને પત્ર લખવો પડે છે?

2487
SHARE
કચ્છમાં જ્યારે-જ્યારે કોઇ આપતી આવી હોય કે પછી કચ્છને સરકાર તરફથી કોઇ લાભની વાત હોય ત્યારે કચ્છને હમેંશા અન્યાય થતો આવ્યો છે તે પછી નર્મદાની વાત હોય કે પછી અન્ય કામોની, હા એ વાત અલગ છે કે કચ્છના ચુંટાયેલા જનપ્રતિનીધીઓ હમેંશા સરકારની વાહવાઇ કરી સબસલામત અને ફાયદાના ગુણગાન ગાતા રહ્યા છે. જો કે તે વચ્ચે કચ્છના પુર્વ મંત્રી ધારાસભ્ય અને ભાજપના પીઢ નેતા તારાચંદ છેડાના સરકારને પત્રો વધી ગયા છે. વાત નર્મદાની હોય કે પછી તાજેતરમાંજ મુન્દ્રામાં બનેલા કસ્ટોડીયલ ડેથનો મામલો હોય સરકારને પત્ર લખી તેઓએ ટકોર કરી છે જે ઘણું બધુ સુચવી જાય છે. વારંવાર લખાયેલા તેમના પત્રો અનેક સવાલો પણ ઉભા કરે છે કે જ્યા 5 ધારાસભ્ય 1 સાંસદ અને કચ્છને મંત્રી મંડળમા સ્થાન મળ્યુ હોય ત્યાં ભાજપના પીઢ નેતાને કેમ વાંરવાર સરકારનુ ધ્યાન દોરવુ પડે છે? હા કચ્છની ચિંતા કરી તેઓ પત્ર લખી શકે છે પરંતુ સાથે ભાજપના એક પીઢ આગેવાન તરીકે તેઓએ કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓને પણ ટકોર કરવાની જરૂર છે.

પહેલા નર્મદા અને હવે કોરોના

તાજેતરમાં જ નર્મદા મુદ્દે મુખ્યમંત્રી આનંદીબેનના સમયકાળની આડકતરરી પ્રસંશા સાથે તારાચંદભાઈએ મુખ્યમંત્રીને સંબોધી અનેક પત્રો લખ્યા હતા જેમાં કચ્છના હિત અને હક્કની વાત તેઓએ ભાજપમાં હોવા છંતા સરકારને જણાવી હતી અને કચ્છને અન્યાયનો આકડતરો ઈશારો કર્યો હતો. જો કે નર્મદા મુદ્દે કચ્છની લડાઇ ચાલુ જ છે ત્યા હવે કોરોના મહામારીને લઇ તેઓને સરકારનુ ધ્યાન દોરવુ પડ્યુ છે એક તરફ કચ્છમાં વકરતા કોરોના વચ્ચે કચ્છ ભાજપના નેતાઓના તાયફા અને ખાતમુહર્તના કાર્યો ચર્ચામા છે તેવામાં કચ્છના પુર્વ મંત્રી તારાચંદ છેડાએ નિતીન પટેલ અને રાજ્યના મુખ્યમંત્રીને કચ્છ મુલાકાત લઇ સ્થિતીની સમિક્ષા અને સુધારા માટે સુચન કર્યુ છે જે દર્શાવે છે કે કચ્છમાં સ્થિતી કેટલી વિકટ છે જો કે તેની સામે કચ્છના ધારાસભ્યો અને સાંસદ સાચી સ્થિતી જણાવવા મુદ્દે મૌન છે દર્દીઓ પરેશાન છે પરંતુ તેનો પડઘો નથી સરકારમા પડતો કે નથી ચુંટાયેલા પ્રતિનીધીઓ વહીવટી તંત્રનો કાન આંબડી શકતા તેવામા આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યાની પ્રેસયાદી તારાચંદ છેડાએ આપી છે જેની નકલ કચ્છના સાંસદ અને મંત્રીને પણ મોકલાવી છે.

સરકાર તો છે પણ કચ્છના નેતાઓ શુ કરશે?

તારાચંદ છેડા ભાજપમાં હોવા છંતા અનેકવાર તેઓએ સરકારના પ્રતિનીધીઓ અને સરકારને પણ પ્રજાહીત માટે આડેહાથ લીધા છે જે હિંમત કદાચ કચ્છના અન્ય કોઇ નેતાએ અત્યાર સુધી દર્શાવી નથી અને એટલેજ કરોડો રૂપીયા કમાવી આપતા કચ્છને પોતાના હક્ક માટે લાંબી રાહ જોવી પડી રહી છે જો કે તારાચંદ છેડાના પત્રથી સવાલ એ પણ થાય કે જો બધું ગાંધીનગર વાળાઓથીજ થાય તો પછી કચ્છના સ્થાનીક ચુંટાયેલા પ્રતિનિધિઓ શુ કરશે? ખરેખર પત્ર લખવા સાથે કચ્છના નેતાઓને તેઓએ ટકોર કરવાની જરૂર છે તો કદાચ તેમને ગાંધીનગર સુધી મદદ માટે નહી લખવુ પડે કેમકે સરકાર મદદ તો કરશે પરંતુ તેની અસરકારક અમલવારી અને પ્રજાને ન્યાયની જવાબદારી સ્થાનીક પ્રતિનીધીઓની છે અને એટલી પકડ તો વહીવટી તંત્ર પર નેતાઓની જોઇએજ ચુંટણી પ્રચાર દરમ્યાન કચ્છના ખુણેખુણે પહોંચેલા જનપ્રતિનીધીઓ હોસ્પિટલમાં સમિક્ષા કરે તો સાચી સ્થિતી અંગે તેઓજ સરકાર અને સ્થાનીક વહીવટી તંત્રનુ ધ્યાન દોરી સ્થિતી સુધારી શકે છે પરંતુ કદાચ એવુ નથી થતુ એટલે જ કચ્છના ચિંતક અને ભાજપના પુર્વ નેતાને આ કામ કરવુ પડે છે.
તારાચંદ છેડાના પત્રમાં કચ્છના હિતની વાત તો છુપાયેલી છે જ સાથે-સાથે કચ્છ ભાજપના નેતાઓની ક્ષમતા અને નિતી સામેના અનેક સવાલો પણ બુધ્ધીજીવી પીઢ નેતાના પત્ર એક કાંકરે ઘણા પક્ષીઓને મારે છે કેમકે નર્મદાના પાણીની વાત હોય કે કોરોનાના વધતા કેસની, જો સ્થિતી ખરેખર એવી હોય કે મુખ્યમંત્રી-ના.મુખ્યમંત્રીને કચ્છ બોલાવવા પડે તો કચ્છ માટે એ દુખની વાત છે જો કે તારાચંદ છેડાએ ગાંધીનગર પત્ર વ્યવહાર સાથે જુથ્થવાદમા રાંચતા કચ્છ ભાજપના નેતાઓને પણ હિંમત દાખવવા ટકોર સાથે પત્ર લખવાની જરૂર છે કેમકે જો સાથે મળી ને ભાજપના ચુંટાયેલા પ્રતિનીધીઓ કચ્છની ચિંતા કરે તો ગાંધીનગર વાળાઓને કચ્છ સુધી લાંબુ નહી થાવુ પડે અને કચ્છના હીતનુ કામ કચ્છમાંજ થઇ જશે બાકી હાલતો કોરોના હોય કે નર્મદા કચ્છનો સંઘર્ષ જારી છે અને તે વચ્ચે તારાંચદ છેડાના પત્રો કચ્છીઓને હિંમત આપે છે હા એક વાત નક્કી છે કે કચ્છમાં 5 ધારાસભ્યો અને સાંસદ યોગ્ય રજુઆત કે કામ કરવામાં ઉણા ઉતર્યા છે તે પત્ર પરથી સ્પષ્ટ થાય છે.