કચ્છમાં કોરોનાની સ્થિતી કેવી છે તે હવે તંત્રના સરકારી આંકડા નહી પરંતુ લોકો સ્વયંભુ રીતે જાણે છે. અને તેથીજ લોકો સ્વૈચ્છિક રીતે કોરોનાની મહામારીમાંથી કઇ રીતે ઉગરવુ તે માટે લોકડાઉન હોય કે આરોગ્ય સુવિ્દ્યા કે પછી કોરોનાની મહામારી સામે લડી રહેલા દર્દી અને તેના સ્વજનોની મદદ માટે આગળ આવી રહ્યા છે. તો RSS ના સ્વયંમસેવકો મૃત્દેહની અંતિમવીધી માટે પણ આગળ આવ્યા છે. રાજકીય સામાજીક આગેવાનોએ દર્દીના સગા માટે ટીફીન સેવા પણ શરૂ કરી છે. ત્યારે હવે કચ્છમાં હવે કોરોના સામે લડવા માટે મદદ મળી રહી તે માટે કચ્છના યુવાનોએ ટ્વીટર પર કોવીલહેલ્પકચ્છ (#covidhelpkutch) હેસટેગથી કચ્છમાં એક મદદનુ કેમ્પેન શરૂ કર્યુ છે. આજે સોસીયલ મિડીયા ખુબ સક્રિય છે. અને મોટાભાગના અધિકારીઓ તથા ચુંટાયેલા પ્રતિનીધીઓ તેનો ઉપયોગ કરે છે. ત્યારે આ કેમ્પેનમાં વધુ લોકો જોડાય અને કોરોનાને લગતી માહિતી સાથે તંત્ર સુધી વાત પહોંચાડવા માટે કચ્છના યુવાનો તેમાં માધ્યમ બન્યા છે. દૈનીક ભાસ્કર સાથે સંકડાયેલા યુવાન રોનક ગજ્જરે જણાવ્યુ હતુ. કે બેડની સુવિદ્યા,બલ્ડની જરૂર હોય કે કોરોનાને લગતી કોઇ મદદની જરૂર હોય અગવડતા અંગેની માહિતી પણ લોકો સેર કરી શકી છે જે તંત્ર સુધી પહોંચાડી મદદનો પ્રયાસ વોલ્યુન્ટર કરશે જેથી વધુ લોકો આ પહેલમાં જોડાઇ મદદ માટે આગળ આવે તો ટ્વીટર સાથે વોટ્સઅપના માધ્યમથી પણ મદદ માટેના પ્રયાસો કરશે
વ્યવસ્થા મજબુતીના દાવા વચ્ચે ભુજમાં ચક્કાજામ
મુખ્યમંત્રીની મુલાકાત પછી ટેસ્ટ વધ્યા છે જેથી કચ્છમાં ગઇકાલે 94 પોઝીટીવ કેસો સામે આવ્યા હતા. તો મૃત્યુઆંક પર વધ્યો હતો તેવામાં કચ્છમાં નવી-નવી સુવિદ્યાઓ ઉભી કરવા માટે તંત્રએ મેરેથોન કવાયત શરૂ કરી છે. તે વચ્ચે આજે ભુજમાં દર્દીઓને પડતી હાલાકી અને રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા ખોરવાતા સામાજીક આગેવાનોએ ભુજમાં વિરોધ નોંધાવ્યો હતો અને જનરલ હોસ્પિટલના ગેટ પાસે જ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલિસે વાહન-વ્હવહાર પુર્વવત કર્યો હતો. અને થોડા સમયમાં વિતરણ વ્યવસ્થા પણ રાબેતા મુજબ શરૂ થઇ હતી. જો કે બે દિવસથી સામાજીક આગેવાનો રેમડેસિવિર ઇન્જેક્શન માટે વિરોધ કરી રહ્યા છે. તે સમસ્યા શરૂઆતથી છે. જો કે હવે જ્યારે સામાજીક આગેવાનો જાગૃતિ દર્શાવી રહ્યા છે. વિરોધ કર્યો તે દર્દીઓના સગાને પડતી મુશ્કેલી સંદ્રભે તંત્રનુ ધ્યાન દોરશે નરેશ મહેશ્ર્વરી,રમેશગરવા,રફીક મારા સહિત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યક્રરો વિરોધમાં જોડાયા હતા
વૈશ્ર્વિક મહામારી કોરોના સામે લડવામાં કદાચ તંત્રના પ્રયાસો પુરતા નહી રહે અને તેથીજ હવે મદદ માટે સામાજીક સંસ્થા અને તેના યુવાનો આગળ આવી રહ્યા છે. ક્યાક વિરોધ કરી ને તો ક્યાક વિવિધ માધ્યમોથી મદદ માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે જે કચ્છના હિતમા છે. ત્યારે આપણે પણ આપની આસપાસ કોરોના દર્દી અને તેમના પરિવારને પડતી મુશ્કેલીમાં મદદરૂપ બનીએ તે જરૂરી છે. તો જ આપણે કચ્છમાં કોરોના સામે લડી શકીશુ…