ભુજ-ભચાઉ હાઇવે પર આજે એક વિચિત્ર આગનો બનાવ બન્યો હતો. દુધઇથી 2 કિ.મી દુર કાગળનો જથ્થો લઇ જઇ રહેલી એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જો કે રસ્તામાં ક્યાક ટ્રક પર લાગેલી આગ પર કાબુ મેળવી શકાય તેવી સ્થિતી ન હોતા ડ્રાઇવર સમય સુચકતા સાથે ટ્રકને દોઢ કિ.મી સુધી હંકારી ગયો હતો અને દુધઇ સ્ટેશન નજીક આવેલા એક સર્વિસ સ્ટેશન નજીક પહોંચાડી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. રસ્તા પર આગ લાગેલી ટ્રક ચાલતી જોતા એક સમયે પસાર થતા લોકોના જીવ તારવે ચોંટ્યા હતા. જો કે સમય સુચકતા સાથે મોટી જાનહાની ટળી હતી. અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ભડભડ સડગતી ટ્રકને જોઇને એક સમયે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.