Home Crime લીસ્ટેડ બુટલેગરો ગીરફ્તમાં તો કોણ મંગાવે છે અધધધ દારૂ? આડેસર પોલિસે લાખોનો...

લીસ્ટેડ બુટલેગરો ગીરફ્તમાં તો કોણ મંગાવે છે અધધધ દારૂ? આડેસર પોલિસે લાખોનો દારૂ ઝડપ્યો!

1107
SHARE
કચ્છમાં કરોડો રૂપીયાનો દારૂ ઠાલવનાર લીસ્ટેડ બુટલેગરો પોલિસની ગીરફ્તમાં છે. રેન્જ આઇ.જી એ થોડા સમય પહેલાજ સપાટો બોલાવ્યો હતો અને અગાઉ કચ્છમાં કરોડોનો દારૂ મોકલી-મંગાવનાર બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. જો કે કચ્છમાં મોટો જથ્થો મોકલનાર જ્યારે પોલિસ ગીરફ્તમાં છે તેવામા કચ્છમાં ફરી કોઇ મોટા માથાએ દારૂ ધુસાડવાનો જાણે મનશુબો બનાવ્યો હોય તેમ લાખો રૂપીયાનો દારૂ કચ્છમાં ધુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે જે પોલિસ નિષ્ફળ બનાવી રહી છે. જો કે અત્યાર સુધી કોઇ મોટા બુટલેગરનુ નામ પોલિસ તપાસમાં ખુલ્યુ નથી તેવામા ફરી આડેસર નજીકથી પોલિસે લાખો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે માલ મોકલનાર અને મંગાવનાર બન્નેના નામ તપાસમા સામે આવ્યા નથી. પરંતુ અધધ..58.17 લાખના મુદ્દામાલ સાથે સાંગસિગ જેઠામાલસિંગ સોઢા રહે બાડમેર(રાજસ્થાન) ની ધરપકડ કરી છે આડેસર પોલિસે બાતમીના આધારે બામણસણ પાટીયા પાસેથી એક શંકાસ્પદ ટ્રક ઝડપી હતી અને જેની તપાસ કરતા તેમાંથી 14,100 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલિસે રાજસ્થાન પાર્સીગની ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જેમાં પપશા સોઢા તથા કમલસિંહ રાઠોડનુ નામ સામે આવ્યુ છે. છેલ્લા બે માસમાં માત્ર આડેસર પોલિસે જ કરોડો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અને પાછલા 1 વર્ષમાં અધધધ કરોડો રૂપીયાનો દારૂ ઝડપાયો છે ત્યારે ચોક્કસ સવાલ થાય કે પોલિસની આટલી કડક કાર્યવાહી પછી પણ કોણ કચ્છમાં આટલી મોટી માત્રામાં દારૂ ધુસાડવા મરણીયો થઇ રહ્યો છે. હજુ થોડા સમય પહેલાજ પચ્છિમ કચ્છ વિસ્તારમા આવતો મોટો દારૂનો જથ્થો પોલિસે ઝડપી પાડ્યો હતો. જો કે પોલિસની આટલી કડક કાર્યવાહી છંતા કચ્છમાં દારૂની ખેંચ નથી પડી રહે તે નવાઇ પમાડે તેવી બાબત છે.આડેસર પોલિસે કરેલી કાર્યવાહીમાં પી.એસ.આઇ વાય.કે.ગોહિલ તથા સ્ટાફના માણસો જોડાયા હતા