Home Current કચ્છમાં કોરોનાને લઇ કોઇ મુશ્કેલી છે? : ભાજપ કાર્યક્રરોના નંબર નોંધી...

કચ્છમાં કોરોનાને લઇ કોઇ મુશ્કેલી છે? : ભાજપ કાર્યક્રરોના નંબર નોંધી લેશો : ભાજપે હેલ્પ ડેસ્કની યાદી જાહેર કરી

2770
SHARE
ઘણા લાંબા સમયથી કચ્છ ભાજપના નેતાઓ સોસીયલ મિડીયામા ખુબ વગોવાયા હતા અને જે રીતે ચુંટણી પ્રચારમા કાર્યક્રરોમાં ઉત્સાહ હોય છે તેવો કોરોના દર્દીઓને લઇ ભાજપના કાર્યક્રરોમાં ઉત્સાહ દેખાતો નહોતો સોસીયલ મિડીયમાં તેને લઇને અનેક સવાલો લોકો ઉભા કરી રહ્યા હતા. ત્યારે આજે કચ્છ જીલ્લા ભાજપે કોરોનાની વિકટ પરિસ્થિતીના ઘણા દિવસો બાદ એક યાદી બહાર પાડી છે જેમાં તાલુકા મુજબ કાર્યક્રરોના નબંર સાથેની યાદી બનાવાઇ છે. જે કોરોનાને લગતી મુશ્કેલીમા મદદ કરશે તેમ યાદીમા જણાવાયુ છે. જીલ્લા ભાજપના પ્રમુખની આગેવાનીમાં 3 મહામંત્રી તથા જીલ્લા હેલ્પડેસ્ક તથા તાલુકા મથકોએ મંડલ હેલ્પડેસ્ક નંબર યાદી તાલુકા મથકો મુજબ કરાઇ છે. ભાજપના 60 થી વધુ કાર્યક્રરો આગેવાનોના ફોન નંબર આ યાદીમાં અપાયા છે. જે કોરોના મહામારીમાં મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે પ્રયાસો કરશે તેવુ યાદીમાં જણાવાયુ છે. અનેક વિરોધ અને લોકોના વેધક સવાલો પછી ભાજપે યાદી જાહેર કરી છે હવે એ જોવુ રહ્યુ કે લોકોને તેનો ફાયદો કેટલો મળે છે.
નિચે આપેલા નંબરો પર લોકો સંપર્ક કરી શકે છે તેવુ જીલ્લા ભાજપની યાદીમા જણાવાયુ છે