Home Social લોકોના મનમાં ભય તેમજ નકારાત્મકતા રૂપી વાયરસ ને દુર કરવું કોરનાની પરિસ્થિતિમાં...

લોકોના મનમાં ભય તેમજ નકારાત્મકતા રૂપી વાયરસ ને દુર કરવું કોરનાની પરિસ્થિતિમાં અનિવાર્ય.

492
SHARE
અત્યાર ના સમયમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે માનવ ભયભીત બન્યો છે અને તેના માનસ પર દરરોજ સામે આવતી ઘટનાઓ,આંકડાઓ વગેરેના કારણે ઘણાને ઊંઘ પણ નથી આવતી.લોકોના મનમાં હંમેશા એક ભય વ્યાપેલો રહે છે. હવે આ ભયને યેનકેન પ્રકારે દૂર કરવો જ રહ્યો. હવે જરૂર છે માણસની અંદર રહેલી નકારાત્મક વિચારધારા ને વિદાય આપી હકારાત્મક વિચારધારાનો સંચય કરવાની.આ બાબતે જરૂરી સૂચનો આપતા તોલાણી સાયન્સ કોલેજના પ્રોફેસર તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત આર.એસ.એસના સહકાર્યવાહ મહેશભાઈ ઓઝા જણાવે છે કે કોરોના વાયરસ ની સાથે લોકોના મનમાં બીજો વાયરસ પણ તાંડવ મચાવી રહ્યો છે અને એ વાયરસ છે લોકોના મનમાં વ્યાપેલો ભય.આજે એવા કેટલાંક ઉદાહરણ પણ આવે છે કે જેમાં ભયના કારણે લોકોનું મૃત્યુ થયું હોય.વર્તમાન પરિસ્થિતિમાં મનમાં ઉદ્રભવેલા ભય તેમજ નકારાત્મકતાથી મુક્ત થવું અનિવાર્ય બન્યું છે. કોરોના વાયરસ ને ભગાડવા તો આરોગ્ય વિભાગ ઝઝૂમી રહ્યું છે પરંતુ આ ભયના વાયરસને નાથવા માટે આપણે નિર્ભય બનવું પડશે તો જ આ ભયને ભગાડી ને આપણે સ્વસ્થ રહી શકીશું. આ સાથે સ્વામી વિવેકાનંદનું એક વ્યાખ્યાન ટાંકતાં તેઓ જણાવે છે કે માનવી જ્યારે ઉપનિષદને પ્રશ્ન કરે છે કે શું માનવ સહજ નબળાઈ ન હોય ? ત્યારે ઉપનિષદ ઉત્તર આપે છે કે નબળાઈ હોય પણ વધુને વધુ નબળાઈઓમાં મથ્યા રહેવાથી એ નબળાઈઓ મટવાની નથી તેના માટે તો સામર્થ્યવાન બનવું પડશે. જેથી હે માનવ સક્ષમ બની ઉભો થા અને તાકતવર બની તારી શક્તિને પ્રજવલિત કર. આ ઉપરાંત તેઓ મહાભારતનો પણ એક પ્રસંગ વર્ણવે છે કે કેવી રીતે શ્રીકૃષ્ણે એકદમ સહજતાથી તેમજ હસતા હસતા નિશાચર પિચાશ નો નાશ કર્યો હતો.આ અંગે જરૂરી સૂચનો કરતા તેઓ જણાવે છે કે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ન ફેલાવીએ તેમજ નકારાત્મક પોસ્ટ કે મેસેજ પણ ન વાંચીએ કે ન આગળ ફોરવર્ડ કરીએ. આજના સમયગાળામાં હકારાત્મકતા અને નિર્ભયતા જ જીવન છે હૈયામાં ખુમારી ફરી મસ્તી તેમજ આનંદથી જીવન વિતાવીએ ખાલી સમયે ઘરના સભ્યો સાથે રમતો તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં વ્યતીત કરીને તેમજ પુસ્તકો વાંચીને તેમાંથી ઊર્જા પ્રાપ્ત કરીએ.
સૌ-માહિતી વિભાગ ભુજ