છેલ્લા દોઢ વર્ષમાં ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં ડર ઉભો કરનાર કોરોના અત્યારે વધુ ધાતક થયો છે. વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારી કોરોનાથી લોકોમાં ડર વ્યાપી ગયો છે, જે બીમારી કરતા પણ મોટી સમસ્યા છે. એવા સમયમાં જરૂરી છે કે લોકોમાં બીમારીનો ડર હાવી ન થઈ જાય, બીમારી સામે કોઈપણ જાતનાં નકારાત્મક ભાવ વગર હિંમત અને જુસ્સાથી લડે તે એટલું જ જરૂરી છે જે કદાચ એ બીમારીની સારવાર અને દવા છે. આ માટે કોરોના બીમારી દરમિયાન થયેલ સકારાત્મક કિસ્સાઓ અને ગંભીર બીમારી ધરાવતા અને કોરોનામાંથી સાજા થયેલ દર્દીઓનાં અનુભવો વગેરે માહિતી લોકો સુધી પહોંચે તે જરૂરી છે સતત સમસ્યાઓને લઇ ચર્ચામા રહેતી અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલમાંથી આવાજ એક મહિલા દર્દી 13 તારીખે અદાણી હોસ્પિટલમાં ડર સાથે દાખલ થયા હતા પરંતુ તેઓએ યોગ્ય સારવાર અને મજબુત મનોબળથી કોરોનાને હરોવ્યો
દવા-દુવા સાથે મજબુત મનોબળ જરૂરી
સ્નેહલબેન વાણિયા 13 એપ્રિલે કોરોના પોઝિટિવ આવતા ભુજ સ્થિત જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સતત આવતા કોરોના મહામારીને લગતા નકારાત્મક સમાચારો સાંભળીને ડરી ગયા હતા, વિચારી રહ્યા હતા કે રિપોર્ટ પોઝિટિવ આવતા હવે શું થશે? પરંતુ અહી જનરલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ મહામારી પ્રત્યે મારી ધારણા અને ડર હતો તે અહી દાખલ બાદ ખોટો પુરવાર થયો. કોરોનાને પોતાના મનોબળથી હરાવતા સ્નેહલબેને પોતાના શબ્દોમાં હોસ્પિટલ માથી મળેલ સારવાર અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે “મને અહી સારવાર ખૂબ સારી મળી છે અને આજે હું સંપૂર્ણ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ લઈ રહી છું. આજે આ હોસ્પિટલમાં મને જે સારવાર મળી તે માટે સર્વે તબીબો, નર્સો અને ખાસ કરીને ડો.વંદના બેનનો આભાર માનીશ કે જેમને મને સારવાર દરમ્યાન હિમ્મત, હુંફ અને લાગણી આપી, સમયસર પ્રૌષ્ટિક ભોજન અને દવાઓ જેને લીધે આજે હું સ્વસ્થ થઈને પોતાના ઘરે જઈ રહી છું. હોસ્પિટલના નર્સિંગ તેમજ વોર્ડબોય સ્ટાફની સેવાભાવનાથી ગદગદિત થયેલા સ્નેહલબેને પોતે જો કોરોનામાંથી ઉભા થયા હોય તે માટે હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની મહેનત અને સેવાને કારણે તેઓ સ્વસ્થ બન્યા છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.કોરોનાને હરાવા માટે મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે
પ્રર્વતમાન સંમયમાં ખાનગી હોસ્પિટલોના લખલુટ મોંધી સારવાર વચ્ચે કચ્છની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં અપુરતી સગવડોનો મુદ્દો વધુ ચર્ચામાં છે. અનેક લોકો અદાણી સંચાલીત હોસ્પિટલને મોતની હોસ્પિટલ તરીકે સંબોધી રહ્યા છે. અસગવડતાને લીધે દર્દીઓની હાલાકી સામે આવી રહી છે. પરંતુ તે વચ્ચે આ મહિલાનો પ્રેરણાદાયી સ્વસ્થ થવાનો કિસ્સો પણ છે. જે કદાચ સામાન્ય નાગરીકોમાં અદાણી સંચાલીત હોસ્પિટલની અસુવિદ્યાના અણગમાને દુર કરવા સાથે કોરોના દર્દીના માનશીક મનોબળને વધુ મજબુત કરશે