Home Crime એંરડાની આડમાં ગાંજાની ખેતી પણ માનકુવા પોલિસને ગંધ આવી ગઇ 33 છોડ...

એંરડાની આડમાં ગાંજાની ખેતી પણ માનકુવા પોલિસને ગંધ આવી ગઇ 33 છોડ સાથે એકની અટક

2025
SHARE
હજુ થોડા સમય પહેલાજ ભારાપર ગામની સીમમાં ગાંજાની ખેતી કરનાર સામે પચ્છિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ અને માનકુવા પોલિસે કાર્યવાહી કરી હતી.અને ખેતરમાંથી છોડ સાથે તેની ધરપકડ કરી હતી પરંતુ હવે બનાશકાંઠાની જેમ કચ્છમાં પણ ગાંજાની ખેતીનુ ચલણ વધી રહ્યુ હોય તેમ વધુ એક કિસ્સો ગાંજાની ખેતીનો પ્રકાશમાં આવ્યો છે. માનકુવા પોલિસને મળેલી પુર્વ બાતમીને આધારે પોલિસે માનકુવાના વિચેશ્ર્વર નજીક આવેલી એક વાડીમા દરોડો પાડ્યો હતો જેમાં નારાણભાઇ કાનજી ભુડીયા ઉં.56 રહે માનકુવાની વાડીમાંથી 33 જીવંત છોડ મળી આવ્યા હતા. નારાણભાઇ આ વિસ્તારમાં 3 એકર જમીન ધરાવે છે. અને એરંડાની ખેતી કરે છે માનકુવા પોલિસના હેડ કોન્સ્ટેબલ હરિશચંદ્રસિંહ જાડેજાને બાતમી મળતા ઇન્ચાર્જ પોલિસ અધિકારી એમ.આર.બારોટ તેમની ટીમ સાથે ત્યા પહોચ્યા હતા અને ખેતરમાંથી 33 છોડ ઝડપી પાડ્યા હતા. માનકુવા પોલિસે 33 છોડ તથા અન્ય 44.610 ના મુદ્દામાલ સાથે નારાણભાઇની ધરપકડ કરી છે. NDPS એક્ટ મુજબ કાર્યવાહી કરી નારણભાઇ આ છોડ ક્યાથી લાવ્યા અને ક્યારથી તેનુ વાવેતર કર્યુ છે તે સદંર્ભે પોલિસ વધુ પુછપરછ હાથ ધરશે જો કે ટુંક સમયમાં આવા બે કિસ્સાઓ પ્રકાશમાં આવતા પચ્છિમ કચ્છ પોલિસની સ્પેશીયલ બ્રાન્ચ પણ તેની ઉંડાણ પુર્વક તપાસ કરે તે જરૂર બન્યુ છે.