કચ્છમાં આવી મહામારી વચ્ચે પણ સંવેદનશીલતા નહી પરંતુ અનુસાશનથી કામ કરવાના આગ્રહનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લાચાર દર્દીઓની મદદ બદલ પચ્છિમ કચ્છ પોલિસના ઉચ્ચ અધિકારીઓને ઠપકો મળ્યો છે. કચાસ પોલિસથી પણ રહી છે. પરંતુ આવા સમયે ડીગ્રી કે સત્તાના ઉચ્ચ સ્થાનના અભિમાન કરતા કામની કદર થવી જોઇએ તેવો સુર જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. 30 તારીખે ભુજની અદાણી સંચાલીત હોસ્પિટલનો ગેટ હાઉસ્ફુલના પાટીયા સાથે બંધ કરી દેવાયો તંત્રના કોઇ અધિકારીઓ ત્યા ફર્કયા નહી કે ન દર્દીઓની મદદનો વિચાર આવ્યો પરંતુ પોલિસના બે અધિકારી અને તેમની ટીમ ત્યા પહોચી અને લો-એન ઓર્ડર સાથે દર્દીઓની મદદનો મોરચો સંભાળ્યો જો કે સામાજીક આગેવાનો વિરોધ સાથે ઇન્ચાર્જ કલેકટરના ઘર સુધી પહોચી ગયા અને ભારે હોબાળો થયો જો કે ત્યાર બાદ તંત્રની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ કે બેડ તો હતા પરંતુ મેનેજમેન્ટની ભુલના કારણે આટલી અરાજકતા સર્જાણી જો કે હોસ્પિટલ સામે તપાસ કે કાર્યવાહીના બદલે પોલિસ વિભાગને મોટો ઠપકો મળ્યો
પોલિસે કેમ તંત્રને જાણ ન કરી?
પોલિસનુ કામ લો-એન્ડ ઓર્ડરનુ છે. તેવામાં અદાણી સંચાલીત હોસ્પિટલનો ગેટ બંધ થઇ જતા સામાજીક કાર્યક્રરો અને દર્દીઓના સગાએ પોતાનાી વ્યથા સાથે વિરોધ નોંધાવ્યો જો કે પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડા ખુદ મેદાને ઉતર્યા અને પોતાના તાબાના અધિકારીઓ સાથે લો-એન્ડ ઓર્ડર કન્ટ્રોલ કરવા સાથે દર્દીઓને દાખલ કરવાનુ કામ પણ કર્યુ પરંતુ લાગણીના પ્રવાહમાં જેને આ કામ કરવાનુ છે તેઓને કહેવાનુ ભુલી ગયા તો વડી વિરોધ કરી રહેલા લોકો સામે સાચી સ્થિતીનુ વર્ણન કરતો વિડીયો પણ કચ્છના વહીવટી તંત્ર સુધી પહોચ્યો બસ પછી તો શુ ગાંધીનગર સુધી આ ધટનાની નોંધ લેવાઇ અને જે.પી.ગુપ્તા સહિતના અધિકારીઓનુ પુછાણુ લેવાણુ અને તેનુ ઠીકરુ પોલિસ પર ફોડાયુ અને સચિવ જે.પી.ગુપ્તાએ કડક શબ્દોમાં એસ.પી સૌરભસિંગની તથા તેમની ટીમની ઝાટકણી કાઢી ખરેખર ભુજના પ્રાન્ત મનિષ ગુરૂવાણી,ઇન્ચાર્જ કલેકટર ભવ્ય વર્મા અને કચ્છમાં ખાસ કિસ્સામાં આવેલા જે.પી.ગુપ્તા તમામ રાત્રે બનેલી ધટનાથી અજાણ હતા. કેમકે પોલિસે તેમનુ ધ્યાન દોર્યુ ન હતુ. જેથી સિસ્ટમનુ બહાનુ આગળ ધરી પોતાની નિષ્ફળતાનો દોષ પોલિસને આપી દેવાયો
હવે તો વિગતો જાહેર કરો ગેટ કેમ બંધ થયા
30 તારીખે રાત્રે બનેલી ધટના બાદ રાજ્યના મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તંત્રએ ખુલાસો કર્યો હતો. કે બેડ ઉપલબ્ધ હતા. અને માત્ર ઓક્સીજન બેડ ખાલ ન હોવાથી આવુ થયુ પરંતુ ખરેખર નિયમ મુજબ કલેકટર કે તંત્રની પરવાનગી વગર અદાણી એન્ડમીનીસ્ટ્રેશન પાસે સત્તા નથી કે આ રીતે ગેટ બંધ કરી દેવાય જેની ગંભીરતા અંગે તો તંત્રએ કાઇ ન કહ્યુ પરંતુ મામલાની તપાસ કરાશે તેવુ કહી દીધુ પરંતુ આજે ત્રણ દિવસે પણ ગેટ બંધ કરી દેવાનુ કારણ અને તેના માટે જવાબદાર કોણ છે તે નક્કી થઇ શક્યુ નથી. અને કદાચ અદાણીના દબાણમાં તે થશે પણ નહી કડક અધિકારી મનિષ ગૂરૂવાણીએ પણ આ મામલાની તપાસ કરી હતી. પરંતુ હજુ કાર્યવાહી થઇ નથી કે નથી તંત્રએ બેદરકારીનુ સાચુ કારણ જણાવ્યુ ત્યા બીજી તરફ મદદ કરનાર પોલિસ અધિકારીને મોટો ઠપકો આપ્યો જો કે ચર્ચા એવી છે. કે પોલિસ સામે પાવર દેખાડનાર કચ્છના અધિકારી અને સચિવે આવી બેદરકારી દર્શાવનાર હોસ્પિટલ મેનેજમેન્ટ સામે પણ પોતાની સત્તાનો પાવર પ્રજાહીતમાં દેખાડવો જોઇએ
સરકારી મેન્યુઅલ મુજબ કામ ન થયુ તે નક્કી વાત છે. કેમકે પોલિસે તંત્રને જાણ ન કરવાની ફરજચુક કરી તેનુ કામ જાતે કરી નાંખ્યુ, પરંતુ આવી મહામારીમાં સારા કામની સામે પોલિસની કર્તવ્યનિષ્ઠાને ઠપકો આપી ભાંગી નાંખવી યોગ્ય નથી પરંતુ જે થયુ તે હવે ગેટ બંધ થવાના સાચા જવાબદારોને પણ ખુલ્લા પાડી કાર્યવાહી કરો…કેમકે ધટનાના મુળમાં તો તે વાત જ છે…