Home Social હવે આજ બાકી હતુ! કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન એ સ્મશાનના સંભારણાની...

હવે આજ બાકી હતુ! કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન એ સ્મશાનના સંભારણાની પ્રસિધ્ધી કરી

7293
SHARE
કોરોના મહામારીમાં જેટલુ જોઇએ એટલુ ઓછુ છુ તેમાય ભારતમાં જે રીતે મહામારી વધી રહી છે. અને તેમાય મહામારી વચ્ચે સરકારના અભીગમની ભારે ટીકા થઇ રહી છે. જો કે વાત કચ્છના પરિપેક્ષમાં કરવી છે. કેમકે આવી મહામારી વચ્ચે ભાજપના નેતાઓની કાર્યદક્ષતા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. તેમાય આવી મહામારી વચ્ચે ભાજપના નેતાઓ અને કાર્યક્રરો નાની મદદમાં મેળવી રહેલા મોટી પ્રસિધ્ધી હવે ટ્રોલ થવા લાગી છે ત્યારે આવાજ એક કાર્યની પ્રસિધ્ધી જીલ્લા પંચાયચ પ્રમુખને ભારે પડી છે. આમતો એ એક સારા કાર્ય માટે ત્યા ગયા હતા. પરંતુ જે રીતે ભાવનાત્મક અને પ્રસિધ્ધીની વાત ન હોવા છંતા તેઓએ ફેસબુક પર સેર કરતા તે ટ્રોલ થયા છે. વર્તમાન પરિસ્થિતીમાં સેવાભાવી લોકો સ્મશાનમાં ખુબ મોટુ કાર્ય કરી રહ્યા છે પરંતુ તેવા સ્થળે રાજકીય વ્યક્તિની મુલાકાત અને ત્યાર બાદ તેની પ્રસિધ્ધી કરવી કેટલુ વ્યાજબી છે તે પ્રશ્ર્ન થાય
પ્રમુખ બેન ભાવનામાં તણાઇ ગયા
બન્યુ એવુ કે વર્તમાન સ્થિતીમાં હોસ્પિટલમાં હાલાકી ભોગવી રહેલા લોકોની મદદે નેતાઓ પહોચતા નથી પરંતુ જીલ્લા પંચાયત પ્રમુખ ફરતા-ફરતા ભુજના સુખપર નજીક રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધ દ્રારા ચાલતા અંતિમ સંસ્કારને કાર્યની નોંધ લેવા માટે પહોચ્યા હતા. આવુ સારુ કાર્ય કોઇ કરતા હોય તો તેની નોંધ લેવા માટે અચુક જવુ જોઇએ પરંતુ કઇ જગ્યા છે તેનુ ભાન પણ ન હોય? તે કેટલુ વ્યાજબી જે સ્વયંમ સેવકો ત્યા કાર્ય કરે છે. તેઓ પણ પ્રસિધ્ધી નથી મેળવતા પરંતુ પારૂલબેન ત્યા પહોચ્યા તેના 4-5 ફોટો લીધા અને ત્યાર બાદ ત્યાની તેમની ભાવનાત્મક મુલાકાતની પ્રસિધ્ધી કરી ત્યા આવેલા કોઇના સ્વજનના મૃત્દેહના અંતિમ સંસ્કારમા પણ ભાગ લીધો અને તે પણ કોવીડ મૃત્દેહના અંતિમ સંસ્કારના નિયમો કેળવ્યા વગર સુખપર સ્મશાનગૃહમાં ધણા સમયથી મહિલાઓ અને પુરૂષો દ્રારા કોવીડ મૃત્કોની અંતિમવિધીનુ કાર્ય કરી રહ્યા છે. પરંતુ મોતના મલાજા પર ધન્યતાનો અનુભવ સોસીયલ મિડીયામાં ભારે ટીકાને પાત્ર બન્યો છે.

જો કે સોસીયલ મિડીયામા જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેને મુકેલી પોસ્ટની ટીકા થતા તેમને આ પોસ્ટ ફેસબુક પરથી દુર કરી હતી. જે દર્શાવે છે. કે તેઓએ ક્યાક ભાવનાના ઉત્સાહમાં સમય અને સ્થળ જોયા વગર પોસ્ટ મુકી પ્રસિધ્ધીનો પ્રયાસ કર્યો હતો પરંતુ અત્યારે દુખી જનતા રાજકીય નેતાઓન દરેક હીલચાલ પર નઝર રાખી રહ્યા છે જેમાં પારૂલબેન આબાદ ઝડપાઇ ટ્રોલ થયા…