ઝડપથી વધી રહેલા કોરોનાને કાબુમાં લેવા માટે સરકારના પ્રયાસો પુરતા નથી તેવામા સામાજીક આગેવાનો હવે મદદ માટે આગળ આવ્યા છે. એક તરફ દેશના ઉદ્યોગગૃહો ઓક્સિજન સહિતની સેવા આપવા માટે આગળ આવ્યા છે ત્યા નાના-નાના મથકો પણ પોતાના વિસ્તારની ચિંતા કરી રહ્યા છે. કચ્છી લેવા પટેલ સમાજે પોતાના હોસ્પિટલમાં કોરોના સારવાર શરૂ કરવા સાથે આત્મનિર્ભર બનવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે દાત્તાઓને ઓક્સિજન પ્લાન્ટ સહિતની મેડીકલ સુવિદ્યા વધારવા માટે અપિલ કરાઇ હતી. જેના ભાગરૂપે અત્યાર સુધી કરોડો રૂપીયાનુ દાન એકઠુ થઇ ગયુ છે. જેનાથી ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિદ્યાઓ ઉભી કરાશે તો બીજી તરફ નાના-નાના ગામમાં પણ સેવા માટે ફુલ નહી તો ફુલ ની પાખડીરૂપે મદદ કરી કોરોના સામે લડવા તંત્રની સાથે ખડેપગે ઉભુ થયુ છે. થોડા દિવસ પહેલાજ સ્વામીનારાયણ મંદિરે પણ કોરોન્ટાઇન સેન્ટર શરૂ કર્યુ હતુ ત્યારે હવે લેવા પટેલ સમાજના વિદેશ સ્થિતી દાતા હોસ્પિટલમાં સુવિદ્યા વધારવા માટે આગળ આવ્યા છે. અને લાખોનુ દાન આપ્યુ છે. તો બીજી તરફ આહીર પટ્ટીના ગામોમાં સેવા આપનાર લોકોનો પોસ્ટર પ્રચાર કરી તેમની સેવાને બીરદાવાઇ રહી છે. વિવિધ સેવા માટે મળેલા અનુદાનથી લોકોની મુશ્કેલી ઓછી કરવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે.
કચ્છ એમજ નથી દાત્તાઓની ભુમી
કચ્છ પર કોઇપણ કુદરતી કે અન્ય આપત્તી આવે ત્યારે દાત્તાઓ હમેંશા મદદ માટે આગળ આવ્યા છે. કચ્છમાં અછત હોય ત્યારે મુંબઇ સહિત વિદેશના દાતાઓ કચ્છની મદદ કરતા હોય છે. ત્યારે હવે કોરોના મહામારીમા પણ માત્ર સરકાર નહી પરંતુ પોતાની સામાજીક જવાબદારી સમજી દાત્તાઓ આગળ આવી રહ્યા છે. કચ્છના સુખપર ગામના નાનજી વિશ્રામ ગોરસીયા પરિવારે ઓક્સીજન પ્લાન્ટ માટે 37 લાખ જેટલુ માત્તબર દાન જાહેર કર્યુ છે તો અન્ય દાત્તાઓએ પણ કોરોનામા આરોગ્ય સુવિદ્યા માટે લાખોનુ દ્દાન જાહેર કર્યુ છે. રાજકીય સામાજીક આગેવાનોની સંસ્થાઓ પણ તેમના કદ્દ મુજબ મહેનત કરી રહ્યા છે ત્યારે હવે દરેક ગામમાં આવી પહેલ થઇ રહી છે. સુમરાસર દુધ ઉત્પાદન મંડળીએ તાજેતરમાં 100 રેપીડ કીટનુ અનુદાન અપાયુ હતુ. તો અન્ય આસપાસના ગામોના સામાજીક આગેવાનોએ પણ ઓક્સિજન સુવિદ્યા તથા મેડીકલ મદદ માટે અનુદાન આપ્યુ હતુ. કચ્છમાં આવા અનેક લોકો મદદ કરી રહ્યા છે તેને વંદન
કોઇ નથી કરતા તેના કરતા કરનાર લોકોની સંખ્યા હવે વધી રહી છે. કુદરતી હોય કે માનવસર્જીત આફત એકબીજાના સહયોગથી કચ્છ હમેશા બેઠુ થયુ છે. ત્યારે હવે કોરોના મહામારીની મુશ્કેલીમાં પણ મદદના સહયારા પ્રયાસોથી હાલાકી દુર કરવાના પ્રયત્નો શરૂ થયા છે. જે સરાહનીય છે સામાજીક પ્રેરણાદાયી કિસ્સાો હમેંશા સમાજમા એક સારી ભાવના ઉભી કરે છે ત્યારે તમારી આસપાસ પણ કોઇ આવી પ્રેરણાદાયી પ્રયાસો થઇ રહ્યા છે. તે જરૂર અમારી સાથે સેર કરી શકો છો અમે તેના કાર્યને બિરદાવાનો જરૂર પ્રયત્નો કરીશુ ફોટો-માહિતી આ મેલ એડ્રેસ પર મોકલી શકો છો [email protected]