Home Current કચ્છમાં 161 કેસ પોઝીટીવ 3 મોત, 2.20 લાખનુ રસીકરણ, યુવા ભાજપના ભાંગરા...

કચ્છમાં 161 કેસ પોઝીટીવ 3 મોત, 2.20 લાખનુ રસીકરણ, યુવા ભાજપના ભાંગરા વચ્ચે 1830 યુવાનોએ રસી લીધી

492
SHARE
કચ્છમાં આરોગ્ય સુવિદ્યાના અભાવ વચ્ચે રાજ્યની સાથે કોરોના કેસોની સંખ્યા ધટી રહી છે. સતત 3 દિવસથી કેસોની સંખ્યામા ધટાડો જોવા મળી રહ્યો છે. આજે કચ્છમાં 161 કેસ પોઝીટીવ નોંધાયા હતા. ભુજમાં રાત્રી અને દિવસના કર્ફયુ છંતા કેસોની સંખ્યામાં જોઇએ એટલો ધટાડો નોંધાતો નથી આજે પણ ભુજ શહેર અને તાલુકામાં 52 કેસો નોંધાયા હતા. તો ગાંધીધામમાં 27 કેસો પોઝીટીવ આવ્યા હતા. મુન્દ્રામા સ્વૈચ્છિક લોકડાઉન અને નિયમોની અસર થઇ રહી હોય તેમ કેસો ધટી રહ્યા છે કચ્છમા એકટીવ કેસોની સંખ્યા 2448 પર પહોંચ્યા છે. અને મૃત્યુઆંક ડબલ ફીંગર પુર્ણ કરવામાં છે પરંતુ કેસોમાં ધટાડો થતા તંત્રએ થોડો શ્ર્વાસ લીધો છે.
રસીકરણ પર ભાર 2.20 લાખ લોકોએ રસી લીધી
એક તરફ અપુરતી આરોગ્યની સુવિદ્યાની ફરીયાદો છે પરંતુ તે વચ્ચે તંત્ર આરોગ્ય સુવિદ્યા મજબુત કરવાના બદલે રસિકરણ તરફ વધુ ધ્યાન આપી રહ્યુ છે. કચ્છમાં 45થી વધુ ઉંમરના કુલ 220879 લોકોનુ રસીકરણ કરાયુ છે જેમાં સૌથી વધુ ભુજમાં 57097 જ્યારે સૌથી ઓછુ લખપતમાં 4386 લોકોનુ રસીકરણ થયુ છે. આજે જીલ્લાના 10 મથકો પર ગુજરાત સ્થાપના દિવસે યુવાનો માટે ખાસ રસીકરણ અભીયાનનો પ્રારંભ થયો હતો જેમાં 10 સેન્ટરો પર 1830 યુવાનોએ પ્રથમવાર રસીકરણ કરાવ્યુ હતુ. આ અભિયાન અવિરત ચાલુ રહેશે અને રજીસ્ટ્રર તમામ લોકોનુ રસીકરણ તબક્કાવાર કરાશે આજે નખત્રાણામાં લક્ષ્યાંક મુજબનુ રસીકરણ થયુ

 

યુવા ભાજપે ભાંગરો વાટ્યો
સરકારે 18 વર્ષ ઉપરના યુવાનો માટે રસીકરણની જાહેરાત કર્યા બાદ રસી પુર્ણ માત્રામા ન હોવાથી પ્રક્રિયા મોડી શરૂ કરાશે તેવુ નક્કી કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ ગુજરાત સ્થાપના દિવસે રસીકરણ અભીયાન પ્રારંભનો નિર્ણય કરી આજથી અભીયાન સરકારે શરૂ કર્યુ હતુ. જો કે સરકારી કાર્યવાહી વચ્ચે યુવા ભાજપના એક ઉત્સાહી યુવાન મીત ઠક્કરે ઉત્સાહ અને પ્રસિધ્ધીની ભુખમાં રવિવારે ભુજ સ્થિત તેમના કોમર્શીયલ પ્રતિષ્ઠ્રાન સુર્યા હોન્ડા શોરૂમ ખાતે રસીકરણ અભીયાન શરૂ કરાશે તેવા પ્રચાર પોસ્ટરો સેર કર્યા હતા. તો સરકારની જે ઓફીસીયલ રજીસ્ટ્રેશન વેબસાઇટની જગ્યાએ રજીસ્ટ્રેશન માટે કોઇ અંગત વ્યક્તિના નંબર પોસ્ટરોમા છપાવ્યા હતા. પરંતુ ખરેખર સરકાર કે તંત્રએ અત્યારે નિશ્ર્ચિત કરેલા સ્થળો સિવાય ક્યાક રસીકરણને મંજુરી આપી નથી પરંતુ જાણે વેક્સીન ભાજપ કાર્યાલયમાંથી આવવાની હોય તે રીતે યુવા મોરચાના ઉત્સાહી યુવાને પ્રચાર શરૂ કર્યો હતો પરંતુ વિવાદ થતા તે કાર્યક્રમ રસિનો પુરતો જથ્થો ન હોવાથી રદ્દ કર્યો હોવાનુ મિડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ. જો કે ભાજપના મોટા જવાબદારોએ વિવાદથી અંતર બનાવી કોઇ નિવેદન આપ્યુ ન હતુ. તો વડી કાર્યક્રમ રદ્દ થયા અંગેન કોઇ જાણકારી લોકો સુધી યુવા ભાજપ દ્રારા પહોંચાડાઇ ન હતી.

2 દિવસ પહેલા રાત્રે બનેલી ધટના પછી હોસ્પિટલમાં હાલાકીના દ્રશ્ર્યો ધટ્યા છે. અને કેસો પણ પરંતુ હજુ પણ કચ્છની જરૂરીયાત મુજબના ઇન્જેક્શન કે ઓક્સિજન કચ્છને હજુ પણ મળી રહ્યા નથી જેના માટે કવાયત ચાલુ છે. પરંતુ રસિકરણને વેગવંતો બનાવી તંત્ર યુવાનોથી લઇ તમામ લોકો રસિકરણ કરાવે તેના પર ભાર મુકી રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ કચ્છની આરોગ્ય સુવિદ્યા મુદ્દે વગોવાયા છે. તેવામાં સુવિદ્યા વધારવા કોઇ પ્રયાસ ન કરે તો ઠીક પરંતુ ભાજપના યુવાનોના ઉત્સાહને કાબુમાં રાખવાની સલાહ આપે તે જરૂરી છે.