Home Current કચ્છના ભચાઉ-રાપરમાં કડાકા-ભડાકા અને કરા સાથે વરસાદ; ખેડુતો ચિંતીત,બે સ્થળે વિજળી પડી!

કચ્છના ભચાઉ-રાપરમાં કડાકા-ભડાકા અને કરા સાથે વરસાદ; ખેડુતો ચિંતીત,બે સ્થળે વિજળી પડી!

1330
SHARE
રાજસ્થાન અને પાકિસ્તાન નજીક સર્જાયેલા સરક્યુલેશનની અસર ગુજરાતના વતાવરણમાં 3 દિવસ જોવા મળશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ભચાઉ અને રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. ભચાઉના ચોબારી,મનફરા,કણખોઇ,ખેંગારપર વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો રાપરના કુડા,વજેપર અને રાપર શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. ચૈતના ધોમધખતા તાપ વચ્ચે રાપર,ભચાઉમાં ચૌમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગઇકાલે ખાવડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અને બે ઇંચ જેટલા વરસાદથી ડુંગરો પર નદી વહી નિકળી હોય તેવા દ્રશ્ર્યો સર્જાયા હતા. કરા સાથે પડેલા વરસાદથી ખેડુતો ચિંતીત બન્યા છે. કેમકે એપ્રીલ મહિનામા પણ વાતાવરણ પલ્ટાતા કચ્છના ધણા વિસ્તારોમા ખેતી પ્રભાવીત થઇ હતી. તો આજે ભારે પવન સાથે પડેલા વરસાદથી એરંડાના પાકને મોટુ નુકશાન જવાની ભીતી ખેડુતોએ સેવી છે. તો વરસાદી માહોલ વચ્ચે ચોબારીમાં બે સ્થળો પર વિજળી પડવાની ધટના પણ બની હતી જો કે સદ્દનશીબે કોઇ મોટુ નુકશાન થયુ ન હતુ પરંતુ અચાનક પડેલા તોફાની વરસાદને પગલે લોકો ભયભીત થયા હતા જો કે અસહ્ય ગરમી વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. કચ્છમાં સૌરાષ્ટ્રમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે વરસાદી કુદરતી આફતથી ખેડુતોને નુકશાનીનો ભય છે.ગઇકાલે દત મંદિર ડુંગર પર પડેલા વરસાદનો વિડીયો આજે સોસીયલ મિડીયામાં વાયરલ થયો છે.