Home Current કચ્છમાં કોરોનાના 187 પોઝીટીવ કેસ 3 મોત : જાણો જી.કે વિવાદ મામલે...

કચ્છમાં કોરોનાના 187 પોઝીટીવ કેસ 3 મોત : જાણો જી.કે વિવાદ મામલે તંત્ર અને SP એ શુ કર્યો ખુલાસો?

670
SHARE
કચ્છમાં સતત ઘટી રહેલા કેસો વચ્ચે આજે ફરી કેસોની સંખ્યા વધી હતી. અને કચ્છમાં આજે 187 કેસ પોઝીટીવ નોંધાયા હતા તો આજે સતત 3 જા દિવસે 3 લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા આજે ભુજ,ગાંધીધામ,રાપર અને અંજારમા સૌથી વધુ કેસો નોંધાયા હતા. ભુજમાં શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી 55 કેસ નોંધાયા હતા જ્યારે ગાંધીધામમાં 53 અને રાપરમાં 27 કેસ નોંધાયા હતા કચ્છમાં એક્ટીવ કેસોની સંખ્યા 2656 પર પહોંચી છે તે વચ્ચે તંત્રએ રસિકરણ પર ભાર મુક્યો છે આજે જીલ્લામા વધુ 937- 18થી44 વર્ષના જ્યારે 45 વર્ષ ઉપરના 672 લોકોનુ રસીકરણ કરાયુ હતુ જી.કે જનરલ હોસ્પિટલમાં ગેટ બંધ થવા મામલે ઓક્સીજનની અછત કારણભુત હોવાનુ પ્રાથમીક રીતે તપાસમાં સ્પષ્ટ થયુ છે તો એસ.પીએ પણ તંત્રને જાણ ન કરવા સંદર્ભે ખુલાસો કરતા કહ્યુ છે કે તંત્રને રાત્રે સ્થિતી અંગે જાણ કરાઇ હતી અને બેઠકમાં વધુ સારી કામગીરી માટે સંકલન થાય તે અંગે ચર્ચા થઇ હતી.

ઓક્સીજનની અછતે બંધ કર્યા દરવાજા તંત્રએ કર્યો ખુલાસો

જી.કે.ના ગેટ બંધ કરવાના મામલે પોલીસને ઠપકો મળ્યો હોવાની વાત સૂત્રો દ્વારા વહેતી થઈ હતી અને આ કિસ્સાની ચર્ચામાં પણ, ક્યાંક સંકલનનો અભાવ હોય એવું ચિત્ર સપાટી પર આવ્યા બાદ અંતે પોલીસ અને તંત્રએ ખુલાસો કરવો પડ્યો હતો 30 તારીખે રાત્રે બનેલી ઘટનાની ગાંધીનગર સુધી નોંધ લેવાઇ હતી અને તંત્ર પણ અરાજકતા કઇ રીતે સર્જાઇ તેની તપાસમા જોતરાયુ હતુ તે વચ્ચે આજે જીલ્લાના ઇન્ચાર્જ કલેકટર ભવ્ય વર્માનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યુ હતુ. કે ઓક્સીજનની ગાડી મોડી આવે તેવી સ્થિતી હતી અને તેથી સ્થિતીને ધ્યાને રાખી ગેટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો જે સંદર્ભે જવાબદાર વ્યક્તિઓના ખુલાસા લેવાયા છે તો સમગ્ર સ્થિતી પર મોરચો સંભાળનાર એસ.પી.એ આજે માધ્યમોમાં પોલિસને ઠપકો અપાયાની વાત અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ. કે કોઇ અધિકારીને ઠપકો અપાયો નથી. પરંતુ સુચારૂ રીતે સંકલન સાથે કઇ રીતે કામ થાય તેની ચર્ચા થઇ હતી અને સમગ્ર પરિસ્થિતી અંગે વહીવટી તંત્રના જવાબદાર વ્યક્તિઓને તેઓએ વાકેફ કર્યા હતા.
એક તરફ કચ્છમાં કેસો વધ-ઘટ થઇ રહ્યા છે તે વચ્ચે ક્યાકને ક્યાક તંત્ર વચ્ચે સંકલનના અભાવની ગુપ્ત વાતો પણ બહાર આવી રહી છે જો કે સ્થિતીને ધ્યાને લઇ તંત્ર અને SP એ આજે ખુલાસો કરતા તમામ તંત્ર એક સાથે થઇ કામ કરી રહ્યા હોવાનું જણાવીને પરિસ્થિતી મુજબ પોલિસે કામગીરી કરી હતી જેમાં વિવાદની કોઇ વાત નથી પરંતુ દાયરામાં રહી તમામ કામ થયુ છે અને જવાબદારી મુજબ કાર્ય માટે કટ્ટીબદ્ધ હોવાનું તંત્ર એ મીડિયામાં આવેલા અહેવાલ બાદ જણાવ્યું હતું અહીં વણ માંગી એક સલાહ કે હજુ પણ પારદર્શિતાની જરૂર છે અને સૌ કચ્છીઓને આશા છે કે તંત્ર એ આશા ચોક્કસ પૂર્ણ કરશે