Home Current રફીકભાઇ રોજા રાખી જી.કે માં તમારી સેવાને સલામ પણ બીજાની સેવા પર...

રફીકભાઇ રોજા રાખી જી.કે માં તમારી સેવાને સલામ પણ બીજાની સેવા પર તમારી ટીકા-ટીપ્પણીનો વિરોધ છે

2857
SHARE
કચ્છની અદાણી સંચાલીત એકમાત્ર કચ્છની મુખ્ય હોસ્પિટલનુ સંચાલન બદલ્યુ ત્યારથી તેની સેવાઓને લઇને તે ચર્ચામાં છે અને વર્તમાન કોરોના મહામારીમા પણ ટાર્ગેટ પર એજ હોસ્પિટલ છે. અને તેના કેટલાય પુરાવાઓ સામાજીક-રાજકીય આગેવાનો આપી ચુક્યા છે અને મિડીયાને પણ અનુભવ થયો છે કે મેનેજમેન્ટની અણઆવડતથી અનેક લોકોને મુશ્કેલીઓની સાથે કેટલાક કિસ્સામાં મોતના મુખમા ધકેલાવુ પડ્યુ છે જો કે તે વચ્ચે આજે કચ્છના એક સામાજીક -રાજકીય આગેવાનની રજુઆતનો વિરોધ કરવો છે રફીક મારા કોગ્રેસના પ્રદેશ અગ્રણી છે અને હમેંશા આરોગ્ય ક્ષેત્રે જી.કે.જનરલ હોસ્પિટલની ભુલોને ઉજાગર કરતા આવ્યા છે અને વર્તમાન સમયમાં રોજા રાખી ને પણ તેઓ હોસ્પિટલમા દર્દીઓની મદદ અને તેના પરિવાજનોની સેવા માટે જાય છે તેમની આ સેવા માટે સલામ પણ તેમણે આજે મીડિયાને મોકલેલી એક પ્રેસયાદી જોઇ દુખ થયુ કે આવી મહામારી અને મુશ્કેલી વચ્ચે પણ તેઓ આવુ વિચારી શકે આવુ લખવા પાછળનો તેમનો શુ હેતુ છે તેતો તેઓજ જાણે પરંતુ તેમની ટીપ્પણીનો અહીં વિરોધ કરવો રહ્યો કેમકે એક તરફ જ્યાં તેઓ સેવા કરી રહ્યા છે ત્યાં બીજી કોઈ સંસ્થા સેવા કરવા આવી હોય ત્યારે અન્ય સેવા કરતા લોકો અને સામાજીક સંસ્થાઓ પર આગળી ઉછાડવી તે વાત યોગ્ય નથી.

RSS એ કબ્જો કર્યો, તો હવે તમારે કરવો છે.?

રફીક મારાએ આજે એક પ્રેસયાદી અને ત્યાર બાદ વિડીયો સેર કર્યા છે જેમાં તેમણે અદાણી સંચાલીત હોસ્પિટલમાં પ્રવેશ ન અપાતો હોવાની ફરીયાદ કરી છે અને તે બાબતે તેઓએ તંત્રને રજુઆત પણ કરી છે જેમાં તેઓ ઉલ્લેખ કરે છે કે 9 વર્ષથી તેઓ આ હોસ્પિટલમા સેવા માટે જઇ રહ્યા છે પરંતુ તાજેતરમાં તેઓએ તપાસ કરતા હોસ્પિટલના કન્ટ્રોલરૂમ અને અન્ય વિભાગમાં RSS એ કબ્જો કર્યો છે અને તેના સાથી તથા તેમને હોસ્પિટલમાં જતા રોકાય છે તો જીલ્લા વહીવટી તંત્રએ હોસ્પિટલમાં સેવા માટે તેને મંજુરી અપાયોનો ઉલ્લેખ પણ કર્યો છે પરંતુ રફીક મારાએ આ પ્રેસયાદીમા RSS ના કાર્યક્રરોએ કબ્જો કર્યો છે અને તેની માનસિકતા સામે સવાલો ઉભા કરી ભાજપ પ્રેરીત કાર્યક્રરો ગોઠવી દર્દીઓને હાલાકી-મુશ્કેલી સામે ન આવે તે માટે ગોઠવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તમને પ્રવેશ ન મળે તે માટે તમારે ચોક્કસ લડત કરવી જોઇએ અને સેવા કરવાનો તમારો પણ હક્ક છે પરંતુ બીજાની સેવા પર સવાલો ઉભા કરવા તે કદાચ આ સમયે ઉચીત નથી કેમકે એજ સંસ્થાના લોકો અત્યારે સ્મશાનગૃહો તથા અન્ય સ્થળોએ જીવના જોખમે સેવા આપી રહ્યા છે ત્યારે તમારા પ્રવેશ પર અદાણી મેનેજમેન્ટ અને તંત્ર પર સવાલો ઉઠાવો એ યોગ્ય વાત છે પરંતુ અંદર પ્રવેશ વગર કોઇની સેવા જોયા વગર ટીપ્પણી કરવી એ બિલકુલ યોગ્ય નથી અને એવી ટિપ્પણીનો વિરોધ છે
અગાઉ બાળકોના મોતની વાત હોય કે અન્ય બેદરકારીના મુદ્દા તમે પ્રજાહીત માટે કરેલા પ્રયાસોની નોંધ લેવાઇ જ છે તમારી વાત માની હોસ્પિટલના સત્તાધીશો પોતાની બેદરકારી છુપાવતા પણ હોય પરંતુ સેવા કરનારા લોકો ક્યારેય તેનો હિસ્સો ન હોઇ શકે કોઇની મુશ્કેલી અને મુસીબત પર કોઇ કબ્જો જમાવી ન શકે રોજા વચ્ચે તમે જે સેવા કરો છો એ સરાહનીય છે પરંતુ આવા પ્રવિત્ર દિવસો અને મુશ્કેલીના સમયમાં તમારી બીજાની સેવા પરની ટીપ્પણી શોભનીય નથી આશા રાખીએ સમાજસેવા માટે તમને અને તમારી ટીમને પ્રવેશ મળે જેથી અંદર સેવાનુ સાચુ ચિત્ર તમે પણ જોઇ શકો….