કોરોના…કોરોના.., ગો કોરોના… હાથવગા ઉપાયો…સોશ્યિલ મીડિયા દ્વારા ફરતા કેટલાક સલાહ સૂચનો વચ્ચે માધ્યમોમાં આવતા હકારાત્મક અને નકારાત્મક સમાચારોએ લોકોમાં છૂપો ભય વધાર્યો છે સરકાર અને તંત્ર સહીત સ્વૈચ્છીક સંસ્થાઓ અને દાતાઓ પણ લોકોના સ્વાસ્થ્ય માટે ઝઝૂમી રહ્યા છે આ બધા વચ્ચે પીડિતો અને મૃત્યુના આંક સામે પણ સવાલો ઉઠી રહ્યા છે સારી સુવિધાઓ અને સ્વસ્થ થયેલા લોકોના અભિપ્રાયોની સરખામણીએ દર્દીઓને મહેસુસ થતી અસુવિધાઓ અને મૃત્યુ બાદની અસુવિધાઓનો વ્યાપ અનેકગણો જોવા મળી રહ્યો છે ત્યારે…. જીવવું હશે તો પુરાવું પડશે એમ સમજીને હવે લોકોએ પોતાની જાતને લોક કરવાનો સમય આવી ગયો છે… અત્યારે એ સમય નથી કે સરકાર કે તંત્રની અગાઉની ભૂલોને વાગોળવાનો, કદાચ ભૂલો હોય તો પણ સ્વસ્થ હશું તો લડી લેશું એવા અભિગમ સાથે પોતાની જાતને સાંભળવાની જવાબદારી સૌએ લેવી પડશે અમીરો પણ હાંફી જાય અને માધ્યમ વર્ગ પણ તૂટી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પક્ષ,વિપક્ષને સાથે મળીને લોકોમાં હકારાત્મક શક્તિ અને વિચારોનું જોમ પૂરવું પડશે જોકે કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી ભૂકંપ સમયે “ખમીર” સાથે નવાજાયેલ લોકોનું “ખમીર” જાણે આજે ચકનાચૂર થઈ રહ્યું છે કેટલાક બુદ્ધિજીવીઓ અને અભ્યાસુ માનસ ધરાવતા લોકો પણ કચ્છની વર્તમાન સ્થિતિથી ચિંતિત છે અને બહુ થોડા શબ્દોમાં કહે છે કે લોકો સરકારની ગાઈડલાઇન્સ અને અપીલને અનુસર્યા કે નહિ? એનો ચોક્કસ માપદંડ મેળવવો મુશ્કેલ છે પણ જે ચિતાર નજર સામે આવે છે એમાં માનવ સહજ ભુલોનું પ્રતિબિંબ તો દેખાય જ છે તો વળી કેટલાક તકવાદીઓ આવી સ્થિતિમાં પણ માનવતાને નેવે મૂકીને પોતાનો સ્વાર્થ અને આવક બને વધારી રહ્યા છે રહી વાત રાજકીય પાવરની તો કચ્છમાં પાવરફુલ પોલિટિશિયનની કમી દરેક પીડિત પરિવાર અનુભવી રહ્યો છે અહીં કેટલાક સવાલો દલીલો પણ લોકોએ સમજવી પડશે લોકો દ્વારા થતા સવાલોમાં દમ છે એવા કેટલાક સવાલો પર એક નજર કરવી જ રહી
# સરકાર ગંભીર નથી? કામ નથી કરતી? – સવાલ એ છે કે એક સાથે ખુબજ મોટો સમૂહ સીધી કે આડકતરી રીતે આ મહામારીમાં સપડાયો છે ત્યારે સ્થાનિક તંત્ર સરકારના આદેશ અને સહાયના મુદ્દે સંકલન સાધવામાં નબળું હોઈ શકે પરંતુ વેપારીઓ અને લોકોનો સમૂહ પણ આ મહામારીનો તગડો ફાયદો ઉઠાવી રહ્યું છે એ પણ જોવું જોઈએ આરોગ્ય વર્ધક ફળોથી માંડીને દવાઓ પણ બેવડા ભાવે મળે છે – તો પોલીસ પણ નાના ધંધાર્થીઓ પાસેથી મોઢે રૂમાલ કેમ બાંધ્યો છે ? માસ્ક જોઈએ એવી દલીલ કરી દંડ વસૂલી ટાર્ગેટ પૂરો કરતી હોવાની ફરિયાદ છે એક સાથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિમાં જ્યાં જ્યાં ક્ષતિ કે કચાસ જોવા મળે ત્યાં સરકાર સામે સવાલો થાય એ સ્વભાવીક છે તો સરકારના પ્રતિનિધિઓ કેમ આંખ આડા કાન કરી માત્ર પોતાના મળતીયાઓ માટે જ દોડીને કે સૂચનાઓ આપીને કામ કરાવી રહ્યા છે? સર્વોચ્ચ ન્યાયાલયે પણ સરકાર સામે લાલ આંખ કરી છે કચ્છને ધ્યાને રાખીને જોઈએ તો સરકારે પ્રજાકીય પ્રતિનિધિઓની કામગીરીના રોજ લેખાજોખા કરવા જોઈએ અને લોકોની ફરિયાદ, મુશ્કેલી કે થઈ રહેલા કામ માટે કોઈ મોનીટરીંગ સિસ્ટમ ગોઠવવી જોઈએ … કચ્છના હેલ્પડેસ્ક કે કંટ્રોલરૂમ જેવી સેવા નહિ કે નંબરો માત્ર નામના હોય
# સારા લોકો નઠારા બની ગયા અને કામના ન હતા તે સારા બની ગયા આ કપરી સ્થિતિમાં લોકોના માપદંડ બદલાઈ ગયા છે જે કળી શકાતા નથી પરિવારોમાં પણ ઉલટ સુલટ સમીકરણો રચાયા છે સમય ભલે દરેકનો અલગ અલગ હોય પણ સૌની મુશ્કેલીઓ સરખી જ છે
# સેવાભાવી લોકો, સંસ્થાઓ,સમાજો ખડેપગે લોકોની અવિરત સેવામાં જોડ્યા છે… ટિફિન સર્વિસ, મેડિકલ સેવાથી માંડીને મૃતકોની અંતિમ ક્રિયા પણ સ્વજન બનીને કરી રહ્યા છે ત્યારે કેટલાક ખટકતા સવાલો પણ છે ભુજની મોટામાં મોટી હોસ્પિટલ ક્યાં ઉણી ઉતરી રહી છે?કેમ કે તે સતત વિવાદમાં રહે છે દેશના ટોચના ઉદ્યોગ સંકુલ દ્વારા સંચાલન થતી આ હોસ્પિટલમાં સંકલનનો અભાવ છે કે સ્થાનિક મેનેજમેન્ટ પડદા પાછળ રમત રમી રહ્યું છે? હોસ્પિટલની સુવિધા અને દેખભાળ બાબતે ફરિયાદ સાથે અનેક વિડિઓ અને ઓડીઓ કલીપ વાયરલ થઇ છે સામાજિક કાર્યકરો દ્વારા અનેક આક્ષેપો પણ થયા છે … દર્દીઓ, મૃતદેહોના આંકડા છુપાવવા જેવા સવાલો વચ્ચે પણ હોસ્પિટલનું મેનેજમેન્ટ મીડિયા સહીત સૌને દૂર રાખવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે સ્થાનિક મેનેજમેન્ટ પર સવાલો સર્જાયા છે કેમ કે આજ ઉદ્યોગનું ફાઉન્ડેશન મુન્દ્રામાં સામાજિક અને લોકોહિતના કાર્યો સુપેરે કરતું રહ્યું છે ત્યારે ભુજની હોસ્પિટલની સેવા સામે એવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે જે કચ્છની પ્રજા માફ ન કરી શકે હોસ્પિટલમાં સેવા આપવા જતા કેટલાક લોકો એવો આક્ષેપ પણ કરી રહ્યા છે કે ખાનગી હોસ્પિટલોને ફાયદો કરાવવા અહીંની સુવિધાઓ પર ધ્યાન નથી અપાતું … મેડિકલ હોસ્પિટલને ધ્યાને રાખી ખાનગી તબીબોને બેઠો પગાર અપાય છે પણ સેવાઓ અપાતી નથી… આધાર પુરાવાઓ સાથેનું લિસ્ટ આપીને થતા આવા આક્ષેપ અનેક સવાલો ઉભા કરે છે આ સંકુલના ઉચ્ચ હોદેદારોથી માંડીને ઉદ્યોગ ગૃહના વડાએ તપાસ કરી લોકોને સારી સુવિધા અને સંતોષજનક સેવા અપાવવી જોઈએ એ વર્તમાન સમયની જરૂરિયાત છે
# અસંતોષ અને ફરિયાદોની વચ્ચે માનવ સમૂહને ભીડો લઈ રહેલી આ મહામારી સામે લોકોએ નકારાત્મક અભિગમ ભૂલીને પોતાની જાત પ્રત્યે ગંભીર બનવું જ પડશે એમાંય ખાસ કરીને ઘરના મોભીએ તો ખાસ … અત્યારે સમય નથી ટીકા ટિપ્પણીનો જાન બચી તો લાખો પાયેની જેમ સુરક્ષિત રહીશું તો સમય છે જ હિસાબ લેવાનો અને કરવાનો અહીં કોઈ સરકારની વાહવાહ કે ટીકાનો ઉદેશ્ય નથી પણ જાત સલામત તો સબ સલામત સમજીને હકારાત્મક વિચારો સાથે હવે આપણી જાતને લોક કરવાનો સમય આવી ગયો છે તો આટલું ચોક્કસ કરીએ સરકારના નિયમો અને અપીલનું ચુસ્ત પાલન કરીએ…. આવો આપણી જાતને લોક કરીએ થોડા દિવસ ઘરમાંજ રહીએ … વર્તમાન સમયમાં બનતા કિસ્સાઓ કે આક્ષેપો સરકાર, તંત્ર, અને પ્રજાકીય પ્રતિનિધિઓ સુધી પહોંચે એ પણ સમયની માંગ છે ક્યાંક કોઈનો “માહ્યલો” જાગે અને પીડિતોનો કોરોના ભાગે તો આનાથી રૂડું શું હોઈ શકે અને રહી વાત વાચકોની આવા કિસ્સાઓ કે આક્ષેપો વાંચીને નકારાત્મક વિચારોને બદલે પોતાની જાતને મક્કમ કરીને જાતે લડી લેશું એવું સમજવું પડશે કેમ કે પીડા સાથે ફરિયાદ અને કચવાટ દરદીને વધુ દર્દ આપશે …માટે હવે એકલપંડે લડવા થઇ જાઓ તૈયાર અને થઈ જાવ જાતે જ લોક …સબકો સન્મતિ દે ભગવાન