કચ્છ જિલ્લો એ ખૂબ જ વિશાળ બાગાયતી વિસ્તાર ધરાવતો જિલ્લો છે.કચ્છમાં મુખ્ય આંબા, ખારેક તેમજ દાડમ જેવા બાગાયતી પાક વર્ષ દરમિયાન લેવામાં આવે છે. તેમાંય કચ્છની કેસર કેરી તો વિશ્વસ્તરે પણ વખણાય છે. હાલ કચ્છ ની કેસર કેરી ઉતરવાની તૈયારી પર છે તેવામાં તાઉ’તે વાવાઝોડું ત્રાટક્યું પરંતુ કચ્છ પર તેની કોઇ ખાસ અસર થઇ નથી.બસ કેરીના પાકને થોડી ઘણી અસર થઇ જેના કારણે કેરી ઝાડ પરથી ખરી ગઈ છે જેનું પ્રમાણ પણ ઘણું ઓછુ છે.જોકે તાઉ’તે વાવાઝોડાનો ખતરો કચ્છ ઉપર થી ફંટાઇ ગયો જેના કારણે કચ્છને કોઈ પણ નુકસાન થયું નહીં તેથી કચ્છના લોકોએ, તંત્રે તેમજ હાલ તૈયાર કેરીનો પાક ધરાવતા ખેડૂતોએ નિરાંતનો શ્વાસ લીધો છે કચ્છમાં નુકસાન નહીવત થયુ છે.મુન્દ્રા અને માંડવી જેવા કાંઠાળા વિસ્તારોમાં ઝાડ પરથી કેરી ખરી પડવાની ઘટનાઓ બની છે જોકે ફળ ના વૃક્ષો ધરાશાઇ નથી થયા જેથી ખેડૂતોને બહુ નુકસાન થયું નથી. આ તકે નાયબ બાગાયત નિયામકશ્રી એમ.એસ.પરસાણીયા ના જણાવ્યાં અનુસાર મુન્દ્રા તેમજ માંડવી તાલુકાના દરિયાકાંઠે આવેલા ગામડાઓમાં કેરીને ૧૫ ટકા જેટલું નુકસાન થયું છે જોકે કેરીના વૃક્ષો પડવાના કિસ્સાઓ ક્યાંય પણ સામે આવ્યા નથી. હાલ બાગાયત વિભાગના આઠ અધિકારીઓ દ્વારા સંભવિત નુકસાન થયું હોય તેવા વિસ્તારોમાં પ્રાથમિક સર્વે કરવામાં આવી રહ્યો છે ત્રણ ચાર દિવસ ના સર્વે બાદ જે વિગતો સામે આવશે તે મુજબ આગળના પગલા લેવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું
ખેડુત આઇ પોર્ટલ બાગાયત માટે ખુલ્લુ
બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે કેળ (ટીશ્યુ)નું વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, કાજુ તેમજ અન્ય ફળપાકોના પ્રોસેસીંગના નવા યુનીટો, ઘનીષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, કાચા મંડપ ટામેટા-મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, વેલાવાળા શાકભાજીના પાકા મંડપ, સરગવાની ખેતીમાં સહાય, કટ ફ્લાવરની ખેતી, પાવર ટીલર, મીની ટ્રેક્ટર, સ્વયં સંચાલીત બાગાયતી મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર, ઇકો ફ્રેંડલી લાઇટ ટ્રેપ, વર્મી કમ્પોસ્ટ-સેંદ્રીય ઉત્પાદન એકમ યુનીટ, મધમાખી સમુહ, મધમાખી કોલોની પ્લાસ્ટીક આવરણ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટ અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ રૂમ, રાઇપનીંગ ચેમ્બર, પેક હાઉસ (૯*૬ મી.), પેકીંગ મટીરીયલ સહાય, રક્ષીત ખેતીના વિવિધ ઘટકો વગેરે જેવા વિવિધ ૯૨ ઘટકોમાં સરકારી ધોરણે સહાય મળવાપાત્ર છે. વિશેષ વિગતો માટે જરૂર જણાયે જિલ્લાની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો. વધુમા જણાવવાનુંકે અરજી https://ikhedut.gujarat.gov.in પરથી તા. ૩૦/૫/૨૦૨૧ સુધી કરી શકાશે તેમજ અરજી કર્યા બાદ સાધનીક પુરાવા જેવાકે ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, બચત બેંક ખાતાની પાસબુક વગેરે જેવા પુરાવા સાથે “ નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં -૩૨૦, બીજો માળ, બહુમાળી ભવન, ભુજ ના સરનામે વહેલી તકે મોકલી આપવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી કચ્છ-ભુજ દ્વારા જીલ્લાના ખેડુતોને જણાવવામાં આવ્યુ છે
કચ્છમાં હજુ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. પરંતુ કચ્છમાં માંડવી મુન્દ્રા સહિત અન્ય વિસ્તારોમા પણ ખેડુતોને કેરીમા નુકશાન ગયુ છે જો કે અન્ય જીલ્લાઓમા જે રીતે કેરીના પાકને મોટુ નુકશાન ગયુ છે. તેથી કચ્છી કેરીની ચાલુ વર્ષે ડીમાન્ડ રહે તેવુ લાગી રહ્યુ છે