Home Social વધુ પડતો આત્મ વિશ્ર્વાસ કોરોનામાં જોખમ સર્જી શકે જાણો કચ્છના જાણીતા મનોચિકિત્સકે...

વધુ પડતો આત્મ વિશ્ર્વાસ કોરોનામાં જોખમ સર્જી શકે જાણો કચ્છના જાણીતા મનોચિકિત્સકે શુ કહ્યુ?

674
SHARE
કોરોના મહામારીની પ્રથમ લહેરમાં મોટાભાગે વડીલો ભોગ બન્યા તો બીજી લહેરમાં વૃધ્ધો સાથે યુવાનો અને આધેડવયની વ્યક્તિઓને ઝપેટમાં લીધા છે. આ બાબતે નિષ્ણાંતોએ નવા વેરીઅંટનું નામ આપ્યું છે. એ હકીકતની સાથે મનોચિકિત્સકના અને યુવાનોમાં રહેલો વધુ પડતો આત્મવિશ્વાસ પણ ઘણા અંશે જવાબદાર હોવાનું જોવા મળ્યો હોવાનું અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગે જણાવ્યુ હતું. હોસ્પિટલના એડી.મેડિકલ સુપ્રિ. અને સાઇકિયાટ્રિક વિભાગના વડા અને પ્રો.ડો.મહેશ તિલવાણીએ કહ્યું કે, યંગ જનરેશનમાં એવી મનોભાવના હોય છે કે, તેમનામા રોગપ્રતિકારક શક્તિની માત્રા પર્યાપ્ત છે. એટ્લે કઈ જ નહીં થાય એવા ઓવર કોન્ફિડન્શને પરિણામે માસ્ક પહેરવામાં સુસ્તી દર્શાવે છે. અને કોરોના પ્રોટોકોલ જાળવતા નથી. ત્યારે કોરોના આક્રમણ કરે છે. તેમના જણાવ્યા અનુસાર યુવાનોમાં કોરોનાના ચિહ્નો શરૂઆતમાં જણાતા ન હોય એટ્લે અંદાજ આવતો નથી. એટ્લે સ્વસુરક્ષિત ન હોવાની ભાવના પ્રબળ હોય છે. ત્યારે જ અચાનક સંક્રમણના અઠવાડિયામાં જ ઓક્સિજન ઘટવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં તો ઓક્સિજનનું પ્રમાણ ૩૦ જેટલું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આવા સંજોગોમાં હોસ્પિટલ પહોંચતા જ મોડુ થઈ જાય છે. આવી ઘટના ટાળવા માસ્ક અત્યંત જરૂરી છે. આત્મવિશ્વાસ રાખવો પણ અતિની ગતિ ન થવી જોઈએ. યુવાનોમાં ઓવર કોન્ફિડેન્શ સાથે કેટલાક કિસ્સાઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ભય પણ કારણભૂત હોય છે. ટેસ્ટિંગ કરાશે તો હોસ્પિટલમાં દાખલ થવું પડશે. તેથી ઘરે જ કામચલાઉ ઉપાયો અને ક્યાક તો ઘરે ઓકસીના બોટ્લ મંગાવી ચાલુ કરે છે. આવું સરવાળે નુક્સાનકારક સાબિત થાય છે. હોસ્પિટલમાં દાખલ થવાના ભયને દેશવટો આપી તાત્કાલિક કરાય તો કોરોનાને હરાવી શકાય. યુવાનોમાં એવી પણ લાગણી હોય છે કે, તેમના થકી ઘરની વ્યક્તિઓને કોરોના થઈ જશે તો શું કરવું એ અંગે પણ યુવાનો સાઇકિયાટ્રીની સલાહ લેતા હોય છે. ત્યારે આ વિભાગના તબીબો ડો. તિલવાણી તથા આસી. પ્રો. ડો. ચિરાગ પટેલ તથા સિની.રેસિ. ડો. રિધ્ધિ ઠક્કરે જણાવ્યુ હતું કે, માત્ર યુવાનોએ જ નહીં દરેકે કોરોના ન થાય એ માટે પૂરતી કાળજી લેવી પછી કદાચ કોરોના થાય તો પણ નુકસાન ટાળી શકાશે. તેમણે કહ્યું કે, માત્ર કોરોના જ નહીં કોઈપણ રોગ થવા માટે માત્ર ભય સાથે અન્ય કારણો જવાબદાર હોય છે. ભય તો માત્ર માનસિક પરિસ્થિતિ છે. જે રોગને હવા આપે છે. જેમ કે, કોરોનાની બાબતમાં સામેની વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું, હું બંધ રૂમમાં ગયો અને ચાર-પાંચ વ્યક્તિની સાથે હતો. શું મને કોરોના થશે?આવું ઘણું હોય છે. ત્યારે આવી ફિલિંગ દૂર કરવાથી જ આગળ વધી શકાશે.