Home Crime લખપતના દોલતપરમાં રમતા-રમતા બે બાળકોને વિજશોક ભરખી ગયો મૃત્ક કૌટુબીંક ભાઇ

લખપતના દોલતપરમાં રમતા-રમતા બે બાળકોને વિજશોક ભરખી ગયો મૃત્ક કૌટુબીંક ભાઇ

668
SHARE
લખપત તાલુકાના દોલતપર ગામે આજે ગામ નજીક જાડ પર ચડી રમી રહેલા બે બાળકો મોતને ભેટ્યા છે. બપોરના અરસામાં દોલતપરની વાડીમાં બાળકો એક જાડ નજીક રમી રહ્યા હતા ત્યારેજ ઉપરથી પસાર થતી વિજલાઇનથી વીજકરંટ લાગતા મોતને ભેટ્યા હતા બનાવ અંગે પરિવારને જાણ થતા પરિવાર ત્યા પહોચ્યો હતો તો પોલિસ પણ ધટના સ્થળે ધસી ગઇ હતી. બાળકોના મૃત્દેહ જાડ પરથી નિચે ઉતારી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે દયાપર પોલિસ મથકેથી મળેલી વધુ માહિતી મુજબ મૃત્ક બન્ને કૌટુબીંક ભાઇ છે. જેમાં જયેશ પ્રેમજી કોલી ઉં.12 તથા નૈતીક દયારામ કોલી ઉં.11 નુ મોત થયુ છે. પ્રેમજી કોલીની ફરીયાદના આધારે પોલિસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાનકડા ગામમાં બે બાળકોના મોતથી અરેરાટી ફેલાઇ છે.