Home Crime ઓહો માત્ર સાત મહિનામાં અંજાર પોલિસની હદ્દમાં ઝડપાયેલ 1.40 કરોડના દારૂનો નાશ...

ઓહો માત્ર સાત મહિનામાં અંજાર પોલિસની હદ્દમાં ઝડપાયેલ 1.40 કરોડના દારૂનો નાશ કરાયો

431
SHARE
કચ્છમાં છુટક-છુટક અને મોટી માત્રમાં દારૂ ઝડપાવાના કિસ્સા વચ્ચે અંજાર પોલિસની હદ્દમાં ઝડપાયેલ દારૂના આંકડો કેટલો મોટો છે. તે આજે અંજાર પોલિસે કરેલ દારૂના નાશ પરથી અંદાજ લગાવી શકાય છે. વર્ષે 2020ના 10માં મહિનાથી 2021 ના 5માં મહિના વચ્ચે જ અંજારમાંથી 1.40 કરોડ જેટલો દારૂનો જથ્થો ઝડપાયો હતો જેને આજે અંજાર પોલિસે નાશ કર્યો હતો. શિણાય ખાતે સરકારી ખુલ્લા પ્લોટમાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્ર્યો સર્જાયા હતા. અંજાર પોલિસે 7 મહિનામાં આ જથ્થો ઝડપ્યો હતો. જેમાં 33733 બોટલ તથા બીયરના 8904 ટીનનો પણ સમાવેશ થાય છે. આજે કોર્ટ પરવાનગી બાદ અંજાર વિભાગના ડી.વાય,એસ.પી ડી.એસ.વાધેલા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ વી.કે.જોષી તથા અંજારના પી.આઇ એમ.એન.રાણા જોડાયા હતા