Home Crime જુગારીઓ માટે બારે માસ શ્રાવણ મમુઆરાના ધમધમતા જુગારધામ પર ભુજ LCB નો...

જુગારીઓ માટે બારે માસ શ્રાવણ મમુઆરાના ધમધમતા જુગારધામ પર ભુજ LCB નો સપાટો 17 ઝડપાયા

1651
SHARE
એક તરફ કોરોના મહામારી સામે લોકો જુજુમી રહ્યા છે. પરંતુ જાણે જુગારીઓ પોતાની અલગજ દુનીયામા હોય તેમ મહામારી વચ્ચે પણ પોતાના હાથને રોકી શકતા નથી. આમતો લોકડાઉન અને વર્ષ દરમ્યાન પુર્વ અને પચ્છિમ કચ્છમાં આવા અનેક જુગારધામ ઝડપાયા છે પરંતુ જાણે જુગારીઓ માટે હવે બારે માસ શ્રાવણ હોય તેમ વધુ એક જુગારધામ ઝડપાયુ છે. હજુ થોડા દિવસો પહેલાજ ભુજ નજીકના એક ખાનગી રીસોર્ટમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી મહિલા સંચાલીત જુગારધામ ઝડપ્યુ હતુ ત્યા ફરી ભુજ તાલુકાના મમુઆરા ગામની સિમમાં વાડીમાં ધમધમતા જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજે સપાટો બોલાવ્યો છે. અને 3 લાખના મુદ્દામાલ સાથે કચ્છભરમાંથી આવેલા 17 ખેલીઓને ઝડપી પાડ્યા છે. તો અન્ય એક દરોડોમાં માત્ર બે વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાઇ ગયા છે.
ગાડીઓમાં ખૈલીઓને લવાતા
લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ એ સચોટ બાતમીના આધારે આજે ભુજ તાલુકાના મમુઆરા ગામની સિમમાં આવેલી એક વાડી પર દરોડો પાડ્યો હતો અને જેની ઓરડીમાં ચાલતા જુગારધામને ઝડપી પાડ્યુ હતુ. જો કે નાલ ઉધરાવી જુગાર રમાડતો સંચાલક પૃથ્વીરાજસિંહ નટુભા સોઢા તથા વાડી માલિક વાલા ગોપાલ જાટીયા નાશી જવામા સફળ રહ્યા હતા. પોલિસે બે બાઇક કબ્જે કરી છે. જેથી અનુમાન છે કે ખેલીઓને વિવિધ વાહનોમાં અહી લાવી જુગાર રમાડાતી હતી. પોલિસ કાર્યવાહી દરમ્યાન 17 શખ્સો ઝડપાઇ ગયા છે. જેમા (1)અબ્બાસ ઇબ્રાહીમ શેખ (2) માવજી ગોપાલ જાટીયા(3)ચતુર બેચર સંતોકી(પટેલ) (4)કાન્તી અમરીશ સવસાણી(5)પરેશ જેન્તી શાહ(6)ઓસમાણ ઇબ્રાહીમ શેખ(7)રમજુ ઓસમાણ લંધા(8)હુશેનશા જમનશા શેખ(9) મનશુખ જેન્તી ગઢવી(10)દયાલાલ ભારમલ વણકર(11)નરેશ સેવારામ ચંદારાણા(12) ઇમરાન આમદશા શેખ(13) કાસમશા આમદશા શેખ(14) અલ્તાફ જુસબશા ફકીર(15) ધીરજ કાનજી ચોટારા(16) હેમેનગીરી કેશવગીરી ગોસ્વામી (17) લક્ષ્મીચંદ ગોવરમલ ધનવાણી દરોડો દરમ્યાન ઝડપાઇ ગયા છે
પચ્છિમ કચ્છ પોલિસવડાની કડક છાપ છંતા જુગારીઓના મનસુબા પણ ઉંચા છે અને પોલિસની કડક કાર્યવાહી અને નજર વચ્ચે પણ મોટુ પડ માંડી રહ્યા છે. જો કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજએ ધમધમતા જુગારધામને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. તો અન્ય દરોડોમાં ભુજના નાગનાથ મંદિર નજીક જીતેન્દ્ર હરીલાલ રોજગાર તથા પરેશ અરૂણભાઇ ગોરને જુગાર રમતા 58900 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે