Home Current બ્રાહ્મણ છે. જાણી મહારાવનો ગુસ્સો શાંત થયેલો. અલગ કચ્છના હિમાયતી પ્રાગમલજી ત્રીજાનુ...

બ્રાહ્મણ છે. જાણી મહારાવનો ગુસ્સો શાંત થયેલો. અલગ કચ્છના હિમાયતી પ્રાગમલજી ત્રીજાનુ નિધન

2047
SHARE
કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનુ આજે વહેલી સવારે નિધન થયુ છે. અલગ કચ્છરાજના હિમાયતી રાજાબાવા આમતો શાંત સ્વભાવના હતા અને આધુનીક વિચારો સાથે રાજવી પરંપરા તેઓ નાદુરસ્ત તબીયત છંતા નિભાવતા હતા. અને અન્ય પાસે નિભાવવાનો આગ્રહ રાખતા હતા કચ્છના ૮૫ વર્ષીય મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજા કચ્છના ૧૮ મા મહારાઓ હતા. તેમના અંતિમ દર્શન આજે ભુજ મઘ્યે રણજીતવિલાસ પેલેસ મધ્યે બપોરે ૧૨ થી ૧ દરમ્યાન કોવિડ ગાઈડ લાઈન અનુસાર થશે. કચ્છને રાજકીય અન્યાય થઈ રહ્યો હોવાનું માનતા મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજા મિલનસાર સ્વભાવ ધરાવતા માયાળુ રાજવી હતા. તેમના દુખદ નિધન અંગે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા સહિત અન્ય ક્ષત્રિય ભાયાતો, રાજકીય અને સામાજિક આગેવાનોએ ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે
લાંબો સમય કચ્છ બહાર જ રહ્યા
નિસંતાન પ્રાગમલજી ત્રીજાએ કચ્છના દરેક લોકોને હમેંશા તેમના પરિવાર તરીકે જ ગણ્યો છે. વર્ષો સુધી તેઓ લંડન અને મુંબઇમાંજ વસવાટ કરતા રહ્યા જો કે જીવનના અંતિમ પડાવમા તેઓ કચ્છ આવ્યા હતા. અને કચ્છના સામાજીક ઉત્થાન સાથે તેઓએ રાજવી પરંપરા નીભાવી હતી. વાત વર્ષો પહેલાની છે. શાંત સ્વભાવના પ્રાગમલજી ના પેલેસ નજીક સરકારી કામ ચાલુ હતુ અને કોઇ મંજુરી વગર ઠેકેદાર તરીકે કામ કરતા લોકોએ પેલેસ નજીક જંગલી વનસંપતિને નુકશાન પહોચાડ્યુ ગુસ્સા સાથે પેલેસના રક્ષકો દોડી આવ્યા અને પ્રાગમલજી પાસે લઇ ગયા હતા. વૃક્ષનુ જતન અને કિંમત વિષે સમજાવી ખુબ ગુસ્સામાં ઠેકેદારને ધમકાવી કાર્યવાહીની તૈયારી કરી હતી જો કે ત્યાર બાદ મહારાવ એ પુછ્યુ કઇ જ્ઞાતીના છો ત્યારે ઠેકેદારે કહ્યુ બ્રાહ્મણ છુ અને મહારાવનો ગુસ્સો શાંત થયો અને ઠપકો આપી સન્માન સાથે પાછા છોડ્યા તે સમયે આ લખનાર સુપરવાઇઝર તરીકે તે સાઇટનુ કામ સંભાળતા હતા મીલનસાર મહારાવ હમેંશા નાદુરસ્ત તબીયત છંતા સામાજીક પ્રસંગો અને પરંપારીક પુજામાં હાજર રહેતા હતા. તેમના નિધનથી કચ્છ એ એક ચિંતક ગુમાવ્યા છે
માતાનામઢ પતરી વિધી વિવાદથી લઇ તેમની સંપતીને લઇને પણ વિવાદો ઉઠ્યા હતા પરંતુ હમેંશા તેઓએ શાંત રીતે વિવાદો ઉકેલવા પ્રયત્નો કરી વિવાદથી પર રહેવાનો પ્રયત્ન કર્યો હતો. અલગ કચ્છથી લઇ કચ્છના હિત માટેના પ્રશ્ર્નોમાં હમેંશા મહારાવ પ્રાગમલજીએ પોતાના મતવ્યો કચ્છ હિતમાં રજુ કર્યા હતા એટલે કહી શકાય કે કચ્છ એ સારા વ્યક્તિ અને વ્યક્તિત્વને ગુમાવ્યા છે.