Home Social ઘરે વેક્સીન લેવા મામલે તંત્રનો ગીતા રબારીને પત્ર; કહ્યુ તમારા અશોભનીય કૃત્યથી...

ઘરે વેક્સીન લેવા મામલે તંત્રનો ગીતા રબારીને પત્ર; કહ્યુ તમારા અશોભનીય કૃત્યથી તંત્રની છબી ખરડાઇ!

2395
SHARE
એક તરફ જ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ દેશના રાષ્ટ્રપતી સરકારના નિયત કરેલા સ્થળો જઇ વેક્સીન લઇ લોકજાગૃતિનો સંદેશ આપી રહ્યા છે ત્યા બીજી તરફ કચ્છના પ્રસિધ્ધ કલાકાર ગીતા રબારીનો ઘરે વેક્સીન લેતી ફોટા સાથેના પોસ્ટે ભારે વિવાદ સર્જયો હતો. જો કે વિવાદના અંતે તંત્રએ પત્ર વ્યવહાર કરી ગીતા રબારીને ઠપકો આપી બીજી વાર ધ્યાન રાખવાની તાકીદ કરી છે. ત્યા બીજી તરફ રસિકરણ કરનાર આરોગ્ય કર્મચારીના ખુલાસા પછી તેની સામે કાર્યવાહી કરાશે તેવી સત્તાવાર પ્રેસયાદી આજે જીલ્લા આરોગ્ય વિભાગ તરફથી પ્રસિધ્ધ કરાઇ છે. જે વાંચતા સ્પષ્ટ્ર માલુમ થાય છે. કે નિયમોનો ભંગ કરનાર ગીતા રબારી સામે હવે વધુ કોઇ કાર્યવાહી નહી થાય જો કે તંત્રએ મીઠ્ઠો ઠપકો આપી ગીતા રબારીના આવા કૃત્યથી સમાજ અને સીસ્ટમ સામે અનેક સવાલો ઉભા થયા છે તેવો ઉલ્લેખ પણ કરાયો છે
અશોભનીય કૃત્ય કર્યુ ગીતા રબારીએ
આજે જીલ્લા આરોગ્ય અધિકારીએ જીલ્લા વિકાસ અધિકારીના આદેશથી ગીતા રબારીને એક પત્ર લખ્યો છે જેમાં એક વર્ષ કરતા વધુ સમયથી આરોગ્ય કર્મચારી અને વહીવટી તંત્ર 24 કલાક ખડેપગે મહેનત કરી રહ્યુ છે. અને વધુમાં વધુ લોકો રસિકરણ કરે તેવા પ્રયત્નો છે. સામાન્ય નાગરીકો રસિકરણ માટે દુરદુર જઇને પણ સરકારી તંત્રને સહયોગ આપી રહ્યા છે. આપ લોકગાયક છો ભારતીય નાગરીકની રૂએ સરકાર શ્રીની ગાઇડલાઇન અનુસરવા બંધાયેલા છો તેમ છંતા 12 તારીખે તેમે તથા તમારા પતિ સાથે સરકાર શ્રી ની ગાઇડલાઇન ભંગ કરી રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે જે ધણુ ખેદજનક છે. આ પ્રકારનુ કૃત્યુ આપને શોભનીય નથી આપની આવી હરકતના કારણે આરોગ્યતંત્ર,વહીવટી તંત્ર અને સામાન્ય જનમાનસ પર વિપરીત અસર થઇ છે. ધણા લાંબા સમયથી દિવસ રાત જોયા વગર કામ કરતા કર્મચારીના ખુલાસા પુછવાની સ્થિતી ઉપસ્થિત થઇ છે. ત્યારે હવે બીજો ડોઝ સરકારની ગાઇડલાઇન મુજબ રજીસ્ટ્રેશન કરાવી રસીકરણ કેન્દ્ર પર લેવાય તેવી અપેક્ષા સાથે આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તેવી તાકીદ કરી છે.
તંત્રએ ભલે પત્ર લખી પોતાની છબી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ વારંવાર ભુલ કરતા લોકગાયીકા સામેની આ પત્રરૂપી કાર્યવાહી કદાચ તેમના માટે અસરકારક નહી રહે કેમકે અગાઉ કોરોના ગાઇડલાઇનના ભંગ મામલે પણ તેઓ કાયદાની ડેલીએ હાથ દઇ પાછા ફર્યા છે પરંતુ નક્કર કાર્યવાહી ન થવાથી જ તેઓએ રસીકરણમાં સરકારી ગાઇડલાઇનનો ભંગ કરી બેઠા જો કે હવે જે થયુ તે પરંતુ આશા રાખીએ કે સરખી ભુલ કરનાર આરોગ્ય કર્મચારી સામે પણ તંત્રની આવીજ મીઠી નઝર રહે કેમકે જ્યા મોટામાથાઓ આવા ખ્યાતનામ કલાકારોના પ્રભાવમાં હોય ત્યા નાના કર્મચારીઓ ભુલ કરે તેવા નવાઇ નથી જો કે સોસીયલ મિડીયામાં ગીતાબેનની ટીકા સાથે આરોગ્ય કર્મચારીના સમર્થનમાં પણ ધણી પોસ્ટ વાયરલ થઇ રહી છે