Home Current અનેક વિવાદ-વિરોધ વચ્ચે કચ્છ જીલ્લા પંચાયતના કોરોબારી ચેરમેન બન્યા મહેન્દ્ર ગઢવી!

અનેક વિવાદ-વિરોધ વચ્ચે કચ્છ જીલ્લા પંચાયતના કોરોબારી ચેરમેન બન્યા મહેન્દ્ર ગઢવી!

919
SHARE
કચ્છના લગભગ તમામ તાલુકા પંચાયત અને પાલિકાઓમાં સત્તાધારી પક્ષ ભાજપે વિવિધ સમિતી હોદ્દા પર સભ્યોની નિમણુકો કરી દીધી હતી પરંતુ કચ્છની મીની સંસદ એવી જીલ્લા પંચાયતમાં હોદ્દેદારોની જાહેરાત કર્યા બાદ તેની સત્તાવાર વરણીનુ કોકડુ ગુંચવાયુ હતુ. અને વિવાદોને કારણે થોડુ મોડુ થયુ હતુ. ખાસ કરીને જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદ્દ મેળવવા માટે બંધ બારણે ધણુ થયુ હતુ. જો કે તે વચ્ચે આજે જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહિત 7 સમિતીના ચેરમેનોની સત્તાવાર વરણીની જાહેરાત કરાઇ હતી. જેમાં કોરોબારી ચેરમેન તરીકે અગાઉ જાહેર થયેલા મહેન્દ્ર ગઢવીનેજ સુકાન સોંપાયુ હતુ. તો કરશનજી જાડેજાને આરોગ્ય સમિતી,કેશવજી રોશિયા ને સામાજીક ન્યાય સમિતી,જયાબેન ચોપડાને શિક્ષણ સમિતી,કંકુબેન આહિરને મહિલા બાળ વિકાસ,ધનજીભાઇ હુંબલને સિંચાઇ સમિતી તથા જનકસિંહ જાડેજાને બાંધકામ સમિતી અપાઇ હતી
કોઇ ફેક્ટર ન ચાલ્યુ
ભાજપે એક સમયે કારોબારી ચેરમેન તરીકે નામ જાહેર કર્યા બાદ મહેન્દ્ર ગઢવીએ જીલ્લા પંચાયતમાં ઓફીસ પર નેમ પ્લેટ સાથે કબ્જો જમાવતા ભારે વિવાદ સર્જાયો હતો અને ઓફીસ ખાલી કરાવાઇ હતી. તો ત્યાર બાદ આહિર સમાજ વતી ભાજપ નહી પરંતુ રાજકીય સન્યાસી એવા રૂપાભાઇ ચાડે આહિર સમાજને કારોબારી ચેરમેન પદ્દ મળે તેવો પત્ર રૂપી બોમ્બ ફોડ્યો હતો જો કે રાજકીય સુત્રોમા ચર્ચા છે. કે આ પત્ર રાજકીય ઇશારે લખાયો હતો. હા એ વાત નક્કી છે કે આહિર સમાજને પ્રતિનીધીત્વ મળે તે માટેના પ્રયાસો અને માંગણી ચોક્કસ હતી તો તે વિવાદ શાંત થાય તે પહેલાજ મુન્દ્રા નજીક થયેલી એક પોલિસ કાર્યવાહીમાં પણ મહેન્દ્ર ગઢવીના નજીકના કુટુંબીની સંડોવણી ખુલતા ખડભડાટ સર્જાયો હતો અને ત્યાર બાદ યોજાયેલી સામાન્યસભામાં કોરોબારી ચેરમેન બદલાય તેવી જોરશોરથી ચર્ચા થવા લાગી હતી. તો તાલુકા પંચાયત ચુંટણી સમયની એક વાયરલ ઓડીયો ક્લીપમાં પણ મહેન્દ્ર ગઢવીનુ નામ ચર્ચામાં આવતા આજની બેઠક પર સૌ કોઇની મીટ મંડાઇ હતી. વિરેન્દ્રસિંહ જાડેજાના નજીકના ગણાતા મહેન્દ્ર ગઢવી ભાજપ સંગઠન સાથે પણ ગાઢ સંબધો ધરાવે છે. જેથી અનેક વિવાદો પછી આજે તેની વરણી કરાઇ હતી.
રાજકીય વર્તુળોમાં આ નિમણુકની ભારે ચર્ચા છે. કેમકે જીલ્લા પંચાયતની અન્ય સમિતી કરતા કારોબારી સમિતીમાં શુ થાય છે તેના પર સૌની મીટ મંડાઇ હતી. કેમકે પાછલા બારણે ભાજપમાંજ નામોને લઇ ધણા વિવાદ-વિરોધ હતો જો કે તમામ વિરોધો અને વિવાદો વચ્ચે કચ્છના બાહુબલી નેતા ગણાતા ધારાસભ્યએ પોતાની શક્તિનો પરિચય અન્યોને આપ્યો છે તો વરણીની ઉજવણીમાં ભાજપના નેતાઓ અને નવી વરણી પામેલા હોદ્દદારો માસ્ક વગર દેખાયા હતા