Home Current કલા -સંસ્કૃતિ અને ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતા કચ્છને ભાજપે એક નવી ઓળખ...

કલા -સંસ્કૃતિ અને ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતા કચ્છને ભાજપે એક નવી ઓળખ આપી બદનામ કર્યુ ?

431
SHARE
સફેદરણ-રણ ઉત્સવ,ઉદ્યોગ,વિકાસ અને છેલ્લે કચ્છના પુરાતત્વીય મહત્વ ધરાવતા ધોળાવીરાને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન.. આવા દરેક કાર્યો માટે ભાજપ હમેંશા વર્તમાન રૂપાણી સરકાર દેશના વડાપ્રધાનને યાદ કરે છે. અને તેનો જસ ખાટવામાં કોઇ પાછીપાની કરતુ નથી. હા એ અલગ વાત છે કે કચ્છનો વિકાસ તેની ભૌગોલીક સ્થિતી,કુદરતી સંપદાઓ અને પર્યાવરણની સુંદરતાને લઇને થયો છે. પરંતુ માની લઇએ કે તેમાં નિમીત ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર બની વાત કહેવાય વિવિધ રીતે આજે કચ્છને લોકો યાદ કરતા થયા છે. અને આવતા થયા છે. જો કે જેટલુ કચ્છ તેની વિવિધતાને લઇને ચર્ચામાં નથી આવ્યુ તેનાથી વધુ ચર્ચામાં કચ્છ ભાજપના નેતાઓને લઇને આવ્યુ છે જેને હમેંશા પ્રદેશ ભાજપે છાવરવાનો-દબાવવાનો પ્રયાસ કર્યો છે એ પણ હકીકત છે અને હજુ પણ આવા કેટલાય રહસ્યો ધરબાયેલા પડ્યો છે જે ગમે ત્યારે કાંડ બની બહાર આવી શકે છે. નલિયાકાંડથી લઇ જેન્તી ભાનુશાળી હત્યા કેસ અને છેલ્લે મંત્રીના રસમધુર સંવાદોની ઓડીયો ક્લીપથી લઇ હાલ ચર્ચામાં રહેલા કચ્છ ભાજપના એક નેતાના કાંડ સુધી તમામ બાબતોને ભાજપે દબાવવાનો પ્રયત્નો કર્યો છે અને તેનુ પરિણામ છે કે કચ્છમાં આવા બનાવોનો સીલસીલો ચાલુ છે. જેને કચ્છને એક નવી બદનામ ઓળખ આપી છે.

ને કચ્છની ખારેક બદનામ થઇ ?

અછત ગ્રસ્ત કચ્છમાં એક સમયે સામાન્ય ખેતી કરવી પણ પાણી વગર મુશ્કેલ હતી તેવામાં કચ્છના દરિયાઇ વિસ્તારોમાં ખારેકની ખેતીએ કચ્છને એક નવી ઓળખ આપી તેમાંય દોઢ દસકમાં કચ્છની ખારેકની ડિમાન઼્ડ દેશ-વિદેશમાં થઇ હતી પરંતુ અચાનક નલિયાકાંડ થયો અને લોકોએ આવા કાંડને કચ્છની ખારેક સાથે જોડવાનુ શરૂ કર્યુ આજે લોકો બે પરિપેક્ષમાં કચ્છી ખારેકનો શબ્દપ્રયોગ કરતા થયા છે અને કચ્છની દાબેલી સાથે કટાક્ષ અને હળવા મુળમાં કચ્છી ખારેકની ડિમાન્ડ કરતા થઇ ગયા છે. અને વધુ સમય થઇ જાય તો લોકો માં ચર્ચા હોય છે કે હમણા કાઇ નવુ નથી આવ્યુ? કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં હજુ કેટલાક રહસ્યો સામે નથી આવ્યા તેની ચર્ચા આજે પણ થાય છે. તો આવુ કાઇક રાધે-રાધે શબ્દને લઇને પણ થયુ છે. મંત્રી ની તેની પાર્ટીની કાર્યક્રર સાથે ચાલતા સંબધોને લઇને સામે આવેલી રસમધુર ઓડીયો ક્લીપ પછી જે ધાર્મીક ભાવ સાથે રાધે-રાધે શબ્દપ્રયોગ થતો હતો તેને હવે ઘણા લોકો કટાક્ષ સાથે કહેતા થયા છે. આમ કચ્છની ખારેક અને અસ્મિતા બન્નેની બદનામી થઇ અને તેનુ કારણ ભાજપના નેતાઓના કાંડ છે.

અમુકને સાચવવા મજબુરી કે પ્રદેશ ઇચ્છે છે ?

વ્યક્તિગત જીવનમાં ભાજપ હોય કે કોગ્રેસ ભુતકાળમાં અનેક નેતાઓની આવી કરતુતો સામે આવી છે. પરંતુ કચ્છમાં આવા બનાવોની સંખ્યા વધુ છે. જો કે નાના-નાના બનાવો તો બહુ ચર્ચામાં પણ નથી આવ્યા પરંતુ નલિયાકાંડ,જેન્તી ભાનુશાળી હત્યા કેસ મંત્રીની ઓડીયો ક્લીપ અને તાજેતરમાંજ ચર્ચામાં આવેલા ગુરૂ-ચેલા વચ્ચે યુવતીની મધ્યમાં બનેલા વિવાદની ચર્ચા હાલ આખા કચ્છમાં બે સપ્તાહથી છે પંરતુ ભાજપના એકેય નેતાએ અત્યાર સુધી આ બાબતે મૌન તોડ્યુ નથી. તો બેબાક બોલવા માટે ટેવાયેલા નેતાઓ પણ બદનામીના ડરે પડદા પાછળથી ખેલ કરી રહ્યા છે જે પ્રદેશ ભાજપ અને હવે તો વાત છેક દિલ્હી સુધી પહોચી છે પરંતુ તમામ લોકો મૌન છે. જો કે બે દિવસમાં સર્ચ ઇન્જીનમાં કચ્છનો આ બહુચર્ચીત કાંડ સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. કદાચ સ્થાનીક ભાજપના નેતાઓને આંખની શરમ નડતી હોય પરંતુ પ્રદેશ નેતાઓ પણ આવા બનાવોમાં કદ અને જરૂરીયાત મુજબ કાર્યવાહી અને નિવેદન મામલે મૌન તોડી રહ્યા છે જેથી કચ્છમાં આવા બનાવો સતત બની રહ્યા છે.

કચ્છને હવે કાઇ નહી બદનામ ન કરો

જયારે કચ્છમાં પાર્ટીના પ્રતિનિધિઓને કોઈ પદ કે પ્રતિષ્ઠા મળે ત્યારે સૌ કાર્યકરો કે મોવડીઓ પ્રચાર પ્રસાર કરવાનું નથી ચુકતા પણ આવા સમયે જાણે કાંઈજ જાણતા નથી એવી ચુપકીદી સેવી લે છે
સુંદર રસ્તાઓ,પાણી,વિજળી અને વિકાસ અનેક કચ્છને મળ્યા જો કે હવે કચ્છને તેની બદલાયેલી ઓળખ પાછી જોઇએ છીએ કચ્છના વિકાસ,સુંદરતા,ભવ્યતાની ચર્ચા છે પરંતુ તેને જુદી રીતે કચ્છ બહારના લોકો યાદ કરી રહ્યા છે. નલિયાકાંડ સમયે તો કચ્છ અસ્મિતા મંચ પણ ચર્ચામાં રહ્યો હતો જેણે કચ્છની બદનામી રોકવા રીતસર મોરચો ખોલ્યો હતો. જો કે ત્યાર બાદ કચ્છની આવા મામલે થયેલી બદનામીમાં ક્યાય તે મંચ દેખાયો નથી હસ્તકળા,સાહિત્ય,ઔદ્યોગીક વિકાસ,સંસ્કૃતિ એ હમેંશાથી કચ્છની ઓળખ રહી છે. પરંતુ તે યાદગાર ક્ષણોને હવે ભાજપના નેતાઓના કાંડે કાળી ટીલી લગાડી છે. જો કે બુધ્ધજીવીઓમાં એવી ચર્ચા છે. કે ભુતકાળના કિસ્સાઓનુ મૌન તાજેતરમાં ચર્ચામાં આવેલા કિસ્સોમાં શોર મચાવે છે કેમકે જેમ સમસ્યા પોતાની નથી હોતી ત્યા સુધી સમસ્યા મોટી નથી લાગતી જો કે હવે વાંરવારના નેતાઓના કાંડ અને ભવિષ્યમાં હજુ પણ આવા કિસ્સાઓ સામે આવશે તેની ચિંતામાં કચ્છના બુધ્ધીજીવીઓ હવે કચ્છ વધુ આવા મામલે બદનામ ન થાય તેવુ ઇચ્છી રહ્યા છે. કચ્છમાં સામે આવેલા આવા કાંડોના કિસ્સાઓની ચર્ચા હમેંશા ભાજપે ત્વરીત કાર્યવાહી ન કરતા વધુ થઇ છે. તાજેતરમાં પણ સામે આવેલા કિસ્સામાં મામલો પ્રદેશકક્ષાએ પહોચ્યા બાદ કાર્યવાહી ન થતા પ્રકાશમાં ઇરાદા પુર્વક લાવવામા આવ્યો છે. પરંતુ હજી સુધી ભાજપે આ મામલે મૌન તોડ્યુ નથી કે નથી કોઇ બંધ બારણે પણ કાર્યવાહી કરી જો કે હવે જ્યારે થોકબંધ આવા કિસ્સાઓમાં ભાજપના નેતા-કાર્યક્રરોની સંડોવણી ખુલી છે. ત્યારે પાર્ટીની સાથે કચ્છની છબી ખરડાવવાના પિરપેક્ષમાં કડક કાર્યવાહીની જરૂર છે. નહી તો આવા બનાવો કચ્છની સાથે ભાજપની ઓળખ પણ બદનામી તરફ ધકેલશે