ટેકનોલોજીના યુગમાં પણ શ્રમીકોને ગટરકામ માટે ઉતારવાના ગુજરાતમાં અનેક બનાવો તાજેતરમાં બન્યા છે. અને તેની વચ્ચે વધુ એક બેદરકારીનો બનાવ પ્રકાશમા આવ્યો છે. ભુજ નગરપાલિકામાં ડ્રેનેજના કોન્ટ્રાક્ટર હસ્તક ચાલી રહેલા કામમા આજે એક કામદારનુ મોત થયુ છે પ્રાથમીક માહિતી મુજબ કોન્ટ્રાક્ટર નરેન્દ્ર હીરજી વેલાણી પાસે કોન્ટ્રાકટ પર કામ કરતા સુમાર મારવાડા નામના કામદાર માધાપર શિવમ પાર્ક પાસે ડ્રેનેજ કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન એકાએક ભેખડ ધસી પડતા કામદારનું મોત નીપજ્યું હતું. તેને વધુ સારવાર મળે તે પહેલાજ તેનુ મોત થયુ હતુ પરિવાર અને સામાજીક સંગઠનોએ કામદારને કોન્ટ્રાક્ટરએ કોઈ સેફટી સાધનો આપ્યા ન હતા તેથી તે કામદારનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે જો યોગ્ય તપાસ નહી થાય તો વિરોધ સાથે મૃત્દેહ નહી સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. હાલ મૃત દેહને PM અર્થે જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે. તો વધુમાં માધાપર પોલિસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. જો કે ભુજ પાલિકા અને તેના હસ્તકના કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી અવાર-નવાર કામદારોના થતા મોત મામલે વિરોધ નોંધાવ્યો છે. અનુસુચિત જાતીના યુવાનના મોતના પગલે સમાજ પણ વિરોધમાં ઉતરી આવ્યુ છે. આજે વિવિધ સંગઠનોએ ભુજની સરકારી હોસ્પિટલમાં વિરોધ નોંધાવ્યો હતો અને કોન્ટ્રાક્ટર તથા પાલિકાના જવાબદાર વ્યક્તિ સામે ફરીયાદ નોંધવાની માંગ સાથે લાશ ન સ્વીકારતા મામલો ગરમાયો છે.
કોગ્રેસની જવાબદારો સામે ફરીયાદની માંગ
શિવમપાર્ક પાસે ગટરના કામ દરમ્યાન દબાઈ જતા યુવાનના મૃત્યુ મામલે કચ્છ જિલ્લા કોંગ્રેસે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી ચીફ ઓફિસર ભુજ નગરપાલિકા તેમજ પ્રમુખ ભુજ નગરપાલિકા સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી ભુજનગરપાલિકાના શાસનમાં સતત ગટરો વહી રહી છે. અણધણ વહીવટ અને પાલિકા પ્રમુખની આપખુદ સાહી વલણના લીધે શ્રમજીવીઓ મોતના મુખમાં હોમાઈ રહ્યા છે ભુજીયા સ્મૃતિવનની સામે શિવમ પાર્કમાં રોડ સાઈડમાં ગટરના દૂષિત પાણી છેલ્લા એક મહિનાથી છલકી રહ્યા છે તે ગટરને મરામત કરવા જતા એક દલિત રોજંદાર યુવાનનું દબાઈ જતા કરુણ મોત નીપજેલ છે જે મામલે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ ઘટનાને વખોડી છે અને અવારનવાર આવા બનાવો બનવા છતાં નગરપાલિકા કોઈ સાવચેતીના પગલા લેતી નથી અને આ અગાઉ અનેક આવા કરૂણ બનાવો બની ચૂક્યા છે જેથી પાલિકા પ્રમુખે સ્વૈચ્છિક રાજીનામુ આપવુ જોઇએ તેવી માંગ કરી છે. બનાવ સ્થળે કોગ્રેસી આગેવાનોએ મુલાકાત કરી ન્યાયની માંગ કરી હતી બનાવની જાણ થતા ઘટના સ્થળે કોંગ્રેસના આગેવાનો કિશોરદાન ગઢવી પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ ગનીભાઇ કુંભાર પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ રફિકભાઈ મારા પ્રદેશ ડેલિગેટ વિપક્ષીનેતા ભુજ નગરપાલિકા હાસમભાઈ સમા મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ ધીરજ રૂપાણી કાર્યાલય મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ આદમભાઈ કુંભાર ઉપપ્રમુખ ભુજ તાલુકો કોંગ્રેસ વગેરે ઘસી ગયા હતા અને પીડિત પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી
બનાવ દુખદ છે અને વારંવાર બનતી આવી ધટના ધણુ કહી જાય છે. ચોક્કસથી અત્યાર સુધી બને્લા બનાવમા કોઇ નક્કર કાર્યવાહી ન થતા વધુ એક બનાવ બન્યો છે. જો કે હાલ પરિવાર અને સમાજના આગેવાનો ન્યાયની માંગણી સાથે લાશ ન સ્વીકારવાના નિર્ણય પર અડગ છે ત્યારે જોવુ રહ્યુ જવાબદારો સામે કોઇ કાર્યવાહી થાય છે. નહી