Home Social કચ્છમાં કોગ્રેસનો નવતર વિરોધ કંડલા પોર્ટમાં રાજનીતીકરણ મુદ્દે ભારતજોડો યાત્રા જેવી પદયાત્રા;...

કચ્છમાં કોગ્રેસનો નવતર વિરોધ કંડલા પોર્ટમાં રાજનીતીકરણ મુદ્દે ભારતજોડો યાત્રા જેવી પદયાત્રા; જુઓ વિડીયો

165
SHARE

ગુજરાતમાં ઓછા સંખ્યાબળ વચ્ચે પણ પ્રજાના વિવિધ પ્રશ્ર્નોને વાંચા આપવા માટે કટ્ટીબંધ કોગ્રેસમાં શક્તિસિંહ આવ્યા પછી જાણે નવા પ્રાણ ફુંકાણા છે અને વધુ આક્રમક રીતે કોગ્રેસ હવે લોકસભા ચુંટણી પહેલા કાર્યક્રમો આપશે ત્યારે તેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. તાજેતરમાંજ રાહુલ ગાંધીએ સમગ્ર ભારતમાં યોજેલી ભારત જોડો યાત્રા ખુબ ચર્ચામાં રહી હતી ત્યારે કચ્છ જીલ્લા કોગ્રેસ દ્રારા કંડલા પોર્ટનુ નામ બદલી દિનદયાળ પોર્ટ કર્યા બાદ તેના થઇ રહેલા ભાજપીકરણ સામે વિરોધ માટે નવતર કાર્યક્રમ આપ્યો હતો જેમાં કોગ્રેસી કાર્યક્રર અંજલી ગોરની આગેવાનીમાં ભુજથી ગાંધીધામ સુધી કોગ્રેસ પદયાત્રા કરી વિરોધ નોંધાવશે                                ભારત જોડો યાત્રા થીમ પર વિરોધ 
કંડલા પોર્ટ કે જેની સ્થાપના જવાહરલાલ નહેરૂના સમયમાં થઇ હતી અને ત્યાર બાદ પોર્ટે ખુબ વિકાસ કર્યો હતો આજે દેશના મોટા બંદરોમાં તેની ગણના થાય છે. જો કે થોડા સમય પહેલા સત્તામા આવેલી ભાજપ સરકારે પોર્ટનુ નામ બદલી દિનદયાળ પોર્ટ કર્યુ હતુ જે સમયે પણ કોગ્રેસે ભારે વિરોધ કર્યો હતો પરંતુ તેની કોઇ અસર થઇ ન હતી. જો કે ત્યાર બાદ સંમયાતરે પોર્ટ પર ભાજપ શાસિત નેતાઓનુ પ્રભુત્વ હોવાના આક્ષેપ સાથે આજે ભુજથી કોગ્રેસની મહિલા કાર્યક્રર અંજલી ગોરની આગેવાનીમાં એક યાત્રા યોજાઇ હતી જેમાં કોગ્રેસના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંજલી ગોરએ આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાંજ કંડલા પોર્ટમાં આયોજીત એક કાર્યક્રમમાં જીલ્લાના નવા પ્રમુખ દેવજી વરચંદએ હાજરી આપી હતી જે ખરેખર નિયમ વિરૂધ્ધ છે. અને એ બાબતે ટેલીફોનીક યોગ્ય જવાબ પોર્ટ તરફથી ન મળતા આજે યાત્રા યોજી વિરોધ કરાશે ભુજથી ગાંધીધામ પદયાત્રા યોજ્યા બાદ કંડલા દિનદયાળ પોર્ટ તંત્રને આ અંગે તેઓ રજુઆત કરી જવાબ માંગશે કોગ્રેસનો આક્ષેપ છે કે તાજેતરમાંજ ગાર્બેજ પ્રોસેસીંગ યુનીટની બેઠકમાં ભાજપના પ્રમુખને હાજર રખાયા હતા અને તે બાબતે પોર્ટના જવાબદારોને પુછતા યોગ્ય જવાબ પણ મળ્યો નથી. જેથી 14 તારીખે આ મામલે પોર્ટ ઓફીસે તેઓ જવાબ માટે રજુઆત કરશે
કોગ્રેસના રામદેવસિંહ જાડેજા,કિશોરદાન ગઢવી,આયસુબેન સમા, ગનીભાઇ કુંભાર,ધિરજ ગરવા  તથા હાસમ સમા સહિતના કોગ્રેસના આગેવાનો યાત્રામાં જોડાયા હતા.કોગ્રેસ દ્રારા દાવો કરાયો છે કે રસ્તામાં ઠેરઠેર તેઓને આવકાર મળી રહ્યો છે.ભુજ ગાંધી પ્રતિમાથી આ યાત્રાનો પ્રારંભ કરાયો હતો.