અડાલજમા દાદા ભગવાનના મંદિરની જેમ જ ભુજમા બનેલુ ભવ્ય ત્રિમંદિર આજે ભુજના નાગરિકો માટે ધાર્મીક સ્થળની સાથે રજાના દિવસોમા ફરવા માટે નુ એક સુંદર સ્થળ બન્યુ છે તેમાંય ભોજન અને અન્ય ખાણીપીણી ની વસ્તુઓ અહી શરૂ કરતા મોટી સંખ્યામા પ્રવાસીઓ સાથે સ્થાનીક લોકો અહી આવતા થયા છે જો કે સોસીયલ મીડિયામા વાયરલ થયેલા એક વિડીયો એ અહી આવતા હજારો લોકોને અંચબામા મુકી દીધા છે કેમકે વિડિયો જોતા ક્યાંક નિયમોનુ પાલન કરાવવા માટે સંચાલકો મર્યાદા ચુક્યા હોવાનુ વિડીયોમા સ્પષ્ટ દેખાય છે
મંદિરના સંચાલકને આવી ભાષા શોભે ?
વિવિધ માધ્યમો દ્વારા મળેલી માહિતી મુજબ આજે મંદિરની બાજુમાંજ આવેલી મણીભદ્ર સોસાયટીની મહિલાઓ પ્રવિત્ર અધિક માસ નિમીતે ભોજન માટે એકઠી થઇ હતી પરંતુ હજુ ભોજન પુર્ણ થાય તે પહેલા જ મંદિરના સંચાલકો સુરક્ષા કરતા અન્ય લોકો સાથે પહોચી આવ્યા હતા અને અશોભનીય વર્તન સાથે મહિલાઓને ન માત્ર અટકાવ્યા હતા પરંતુ તેને બહાર નીકળવા માટે રીતસર મજબુર કરતા નજરે પડ્યા હતા અને મહિલાએ વિરોધ કરતા એક સમયે મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે મહિલા સાથે ઝપાઝપી પણ થતા સહેજમા અટકી હતી જો કે મહિલાને સંચાલક દ્વારા હાથ લગાવાતા મહિલા વધુ રોષે ભરાઇ હતી અને વિરોધ નોંધાવ્યો હતો
નિયમ માટે આવુ વર્તન શુ યોગ્ય છે ?
એક સમયે માની લઇએ કે મંદિરના નિયમો છે પરંતુ આટલા પ્રવિત્ર સ્થળ પર નિયમ પાલન માટે સંચાલકો દ્વારા અપનાવાયેલ વલણ શુ ખરેખર યોગ્ય છે તે એક મોટો પ્રશ્ર્ન છે અને તેમા ઉશ્કારાયેલ સંચાલક દ્વારા મહિલા સાથે અણછાજતુ વર્તન કરવા સાથે આવી પ્રવૃતિ ન કરવા માટે રીતસર બળજબરી કરવામા આવી રહિ છે અને મંદિર જેવા પ્રવિત્ર સ્થળની અંદર બોલાતા શબ્દો અને ધમકી ભર્યા વ્યવહારની સમગ્ર ભુજમા ટીકા થઇ રહી છે જો કે મહિલાઓએ વિરોધ દરમ્યાન મંદિર દ્વારા સાર્વજનિક પ્લોટ દબાવવાનો મુદ્દો ઉપાડાતા સંચાલકો વધુ આવેસમા આવી ગયા હતા
મંદિરમા નિયમ હોય તો ચોક્કસ તેનુ પાલન થવુ જોઇએ પરંતુ સ્થળની ગરિમા જળવાય તે જોવુ પણ એટલું જ જરૂરી છે પવિત્ર સ્થળ પર મહિલાઓ સાથે બનેલ આ કિસ્સામા કદાચ સંચાલકો સાચા પણ હોય પરંતુ તેમનો વ્યવહાર સભ્ય સમાજને શોભે તેવો ન જ હતો તે એટલી જ વાસ્તવિકતા છે વિડીયોમા પોલિસ મથક સુધી લઇ જવાની વાત પણ થાય છે પરંતુ પોલિસ ફરીયાદ થાય કે નહી પરંતુ હજારો લોકોની અવરજવર ધરાવતા મંદિરમા વાણી-વ્યવહારમા સંયમ માટે ઉચ્ચકક્ષાએથી આ કિસ્સાની નોંધ લેવાય તે જરૂરી છે બાકી વિડીયો જોઇને સામાન્ય નાગરીક ઘણું સમજી ગયા છે