શિક્ષકોની ધટ્ટ જ્યા કાયમી સમસ્યા છે તેવા કચ્છમાં શિક્ષક જો ટકી જાય તો કેવી ક્રાન્તિ કરે છે તેવા કચ્છમા અનેક કિસ્સા છે અને તેમાંય કચ્છમા ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા શિક્ષકોને લોકો પરિવારના સભ્યની જેમ રાખે છે થોડા સમય પહેલાજ અબડાસાના એક શિક્ષકની બદલી થતા આખુ ગામ હિંબકે ચડ્યુ હતુ ત્યારે વધુ એક આવોજ પ્રેરક કિસ્સો કચ્છમા બન્યો છે શિક્ષણ તરસ્યા કચ્છના બન્ની વિસ્તારનો કે જ્યા 2007 થી ફરજ બજાવતા શિક્ષકની વતન બદલી થઇ અને આખુ ગામ હિંબકે ચડ્યુ અને શિક્ષક પણ પોતાની લાગણી રોકી ન શક્યા અને રડી પડ્યા
2007 મા આવ્યા હતા શિક્ષક !
બનાસકાંઠા જિલ્લાના સામાન્ય પરિવારના દીકરા શિક્ષક બનીને ભુજ તાલુકાના અંતરિયાળ એવા પૂર્વ બન્નીના મીસરીયાડો ગામમા સિલેક્શન કરી 2007માં આવ્યા ત્યારે તેઓની આંખો સામે માત્ર ધૂળની ઉડતી ડમરી હતી એ શિક્ષક પણ બનાસકાંઠા જિલ્લાના અશિક્ષિત વિસ્તારમાંથી આવતો હોય ત્યારે એક ભારતના ભાવિ ઘડવૈયા તૈયાર કરવાની જવાબદારી મળી છે એમ સમજી આ ગામમા છેલ્લા 17 વર્ષથી શિક્ષણની ધૂણી ધખાવી હતી અનેક લોકોને સારી દિશા બતાવી હતી તેઓ ગામના શિક્ષક નહીં પણ એક ગામના સભ્ય તરીકે હર એક કામમાં રસ્તો બતાવનાર વ્યક્તિ બની રહ્યા હતા ગામના વિકાસની વાત હોય ગામના શિક્ષણની વાત હોય ગામના રોડ રસ્તાની વાત હોય કોઈપણ આફત હોય એને અવસરમાં ફેરવી દેનાર શિક્ષક પ્રહલાદભાઈ સુથાર ગામના સભ્ય જ બની ગયા હતા હવે તેઓની માદરે વતન બનાસકાંઠા જિલ્લામાં બદલી થતાં તેઓનું મીસરીયાડો ગામે ભવ્ય વિદાયમાન સમારંભ રાખ્યુ હતો જે વિદાય સમારંભ ભલભલા ની આંખમા આંશુ લાવી દે તેવુ હતુ આ એક શિક્ષકની વિદાય જાણે ગામમાં અણધારી આફત આવી હોય તેમ નાના નાના ભૂલકાઓથી લઈને મોટી ઉંમરના વડીલો સુધી સૌ કોઈની આંખોમાં આંસુ લાવી દીધા હતા.
અને આખુ ગામ શિક્ષકની વિદાય પર રડી પડ્યુ!
17 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક જ્યારે ગામ છોડી જાય ત્યારે દુખ થાય એ સ્વાભાવિક છે પરંતુ ગામમા શિક્ષક ક્ષેત્રે ક્રાન્તિ સર્જનાર શિક્ષકની બદલી થતા બસ એક જ ચિંતા ગામલોકોને હતી હવે અમારા ગામનું શિક્ષણ કોણ આગળ વધારશે બઢતી અને બદલી એ એક નોકરીનો ભાગ હોય અને વતનનો લાભ મળતો હોય પ્રહલાદભાઈ નુ જવુ નિશ્ર્ચિત હતુ પરંતુ ગામ લોકોએ તમને ભવ્ય વિદાય આપ્યુ જેમાં ગામના અને આજુબાજુના વિસ્તારના હજારો લોકો ઉમટી પણ હાજર રહ્યા અને તેમની વિદાય વખતે સૌની આંખ ભીની હતી ગામલોકોની લાગણી જોઇ શિક્ષક પણ પોતાના આંશુ રોકી શક્યા ન હતા ગામલોકોએ જણાવ્યુ હતુ કે આવા શિક્ષકો દરેક ગામને મળે તો પ્રાઇવેટ શાળાઓમા મળતુ શિક્ષક ટુંકુ પડે સરકારી શાળામા પ્રેરણાદય શિક્ષકની વિદાયથી આ વિસ્તારને મોટી ખોટ પડી છે હોવાનુ ગામના આગેવાનો એ જણાવ્યુ હતુ
પ્રહલાદભાઈના આવવાથી આ વિસ્તારની અનેક કન્યાઓ ભુજ માંડવી સુધી આગળનો અભ્યાસ કરવા પ્રેરીત થઇ હતી જે હાલ પણ અભ્યાસ કરી રહી છે.શિક્ષકની કોઠાસૂજ અને આવડતને ધ્યાને લઈ શાળામાં અનેક દાતાઓએ પણ રસ દાખવીને ઘણી વખત મદદ પણ કરી છે એનો સંપૂર્ણ શ્રેય પ્રહલાદભાઈ ને જાય છે. આજના યુગમાં શિક્ષક અને શિક્ષણની પરિભાષા બદલાઇ છે પરંતુ આવા શિક્ષકો પણ છે જે અંતરિયાળ ગામમાં રહીને ગામ સાથે તાલમેલ સર્જીને શિક્ષણનુ કામ ખૂબ કઠિન પરિસ્થિતિમા પણ પાર પાડે છે ગામમા શિક્ષણની જ્યોત જગાવવા સાથે ગામના સભ્યની જેમ રહી ગામનો વિકાસ કરનાર પ્રહલાદભાઈ ને લાખ લાખ અભિનંદન સાથે લોકોએ આશ્રુભીની વિદાય આપી હતી જે જોઇને તમારી આંખોના ખૂણા પણ ભીંજાઇ જશે…