Home Social કચ્છ; જૈન સેવા સમાજ અમદાવાદ દ્રારા ચાંગોદર નજીક પરમ કૃપા મેડિકલ સેન્ટર...

કચ્છ; જૈન સેવા સમાજ અમદાવાદ દ્રારા ચાંગોદર નજીક પરમ કૃપા મેડિકલ સેન્ટર ખુલ્લુ મુકાયું

88
SHARE

અમદાવાદ સ્થિત શ્રી કચ્છી જૈન સેવા સમાજ દ્વારા પરમ કૃપા ચેરીટેબલ ફાઉન્ડેશનના સહયોગથી તમામ જાતિ ધર્મના દર્દીઓને માનદવેતનથી આરોગ્ય સેવા મળી રહે તેવા ઉમદા આશયથી ચાંગોદર નજીક પરમ કૃપા મેડિકલ સેન્ટર ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. મેડિકલ સેન્ટરમાં સોનોગ્રાફી એક્સરે સહિત અલગ અલગ ૧૨ જેટલા વિભાગો કાર્યરત કરી અનેકવિધ રોગોથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ કાર્યમાં પરમ કૃપા ફાઉન્ડેશન અને હેમલોન ગ્રૃપના માલિક જયેશભાઈ મજમુદાર તરફથી જગ્યા અને હોસ્પિટલના સાધનો ખરીદવા માટે સૌથી વધુ દાન કર્યું છે. આ કાર્યને સફળ બનાવવા માટે મજમુદાર પરિવારનો સિંહ ફાળો રહ્યો છે. અમદાવાદ- બગોદરા હાઈવે પર આવેલા ચાંગોદર નજીકના મોરૈયા ગામ પાસે શ્રી કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદ સંચાલિત પરમ કૃપા ચેરીટેબલ ફાઉન્ડેશનના સહયોગથી પરમ કૃપા મેડિકલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ષષ્ઠ પીઠાધી સ્વર દ્વારકેશ લાલજી મહારાજના પ્રમુખ પદે મેડિકલ સેન્ટરનું ઉદઘાટન ચાંગોદર ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના પ્રમુખ રાજુભાઈ શાહ તેમજ અલગ અલગ બહાર જેટલા વિભાગોનું ઉદ્‌ઘાટન અન્ય દાતા અને સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારંભમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત જૈન તેમજ અન્ય સમાજના અતિથિઓ, દાતાઓ, સહયોગીઓના સન્માન કરવામાં આવ્યા હતા. જ્યારે મેડિકલ સેન્ટર અહીં શા માટે પ્રારંભ કરવામાં આવ્યો તેનો પણ ચિતાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શ્રી કચ્છી જૈન સેવા સમાજના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢેચાએ છેલ્લા ૬૦ વર્ષથી કામ કરતી સંસ્થા કેવા સંજાેગમાં સ્થાપિત થઈ અને વર્તમાન સમય તેમજ ભવિષ્યમાં કેવા પ્રકારના કાર્યો થશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
૬૦ વર્ષથી કચ્છી જૈન સેવા સમાજની સેવા
ચાંગોદર ખાતે કાર્યરત મેડિકલ સેન્ટરમાં દર્દીઓને આંખ, જનરલ સર્જરી, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક, નાક, કાન, ગળા, દાંત, યુરોલોજી, સાયકિયાટ્રીસ્ટ, રેડિલોજિસ્ટ, પેથોલોજિસ્ટ અને જનરલ પ્રેક્ટિસનલ સહિતની સેવાઓ માનદ શુલ્કમાં મળી રહેશે કચ્છી જૈન સેવા સમાજ ૬૦ વર્ષથી સેવાનો પર્યાય બનીને અમદાવાદમાં સેવા આપી રહ્યા છે. ૫૦ વર્ષથી એમની મેડિકલ સેવા ખરેખર કાબિલ-એ-દાદ છે. કોઈ પણ ઓપીડી હોય, આંખ-કાન-નાક કે પછી નાની મોટી સર્જરી હોય, કોઈ જટિલ ઓપરેશન હોય તો હંમેશા કચ્છી જૈન સેવા સમાજ લોકોની પડખે ઉભો છે. પાલડી અને બોપલમાં પહેલાથી જ એમના ૨ મેડિકલ સેન્ટર શરું છે. કે જ્યાં એકદમ રાહત દરે કોઈપણ ધર્મ કે જ્ઞાતિ જાેયા વગર સેવા આપવામાં આવી રહી છે. એટલા રાહત દરે આ સેવા અપાઈ રહી છે કે ૧૦૦૦ રૂપિયાની જગ્યાએ તમારે ૮૦-૧૦૦ રૂપિયા જ ખર્ચવા પડે. આ સેન્ટરમાં ૫૦ જેટલી અલગ અલગ સુવિધા છે, જેમાં સ્પેશ્યાલિસ્ટો આપીને પોતાની સેવા આપી દર્દીઓને સાજા કરી રહ્યા છે. હવે એ જ અરસામાં ત્રીજું સેન્ટર ચાંગોદર ખાતે ખોલવામાં આવ્યું છે.