Home Social મારી ગાડી કેમ રોકી? ભુજ આર.ટી.ઓના અધિકારીને ગાળો આપી ધમકાવતો વિડીયો વાયરલ!

મારી ગાડી કેમ રોકી? ભુજ આર.ટી.ઓના અધિકારીને ગાળો આપી ધમકાવતો વિડીયો વાયરલ!

11449
SHARE
કચ્છમાં સામાન્ય નાગરીકોને પોતાના કાયદેસરના પ્રશ્ર્ન બાબતે પણ તંત્ર સામે ઊંચા અવાજે રજુઆત કરવી હોય તો પગ ધ્રુજતા હોય છે. અને તેમાં તંત્ર સરકાર સામેનો આદર પણ હોય છે. પરંતુ શુ બધે આવોજ અભીગમ તંત્ર સામે રાખે છે? નહી કચ્છમાં પાછલા બે દાયકામાં પૈસા અને પાવરના જોરે ઘણા લોકોએ કાયદો વ્યવસ્થા અને નિયમોને નેવે મુકી ખનીજચોરી,રેતીચોરી, જમીન દબાણ,સહિતના ગેરકાયદેસર ધંધાઓને એક સીસ્ટમ બનાવી દીધી છે. હા કેટલાક કિસ્સાઓમાં કાર્યવાહી થાય છે પરંતુ રાજકીય બળના જોરે ઘણા કિસ્સાઓમાં તંત્ર અપમાન અને મિડીયામાં ચમકવાના ડર સાથે આવા બનાવોને નઝર અંદાજ કરે છે. જો કે કચ્છમાં આવા અનેક બનાવો ચર્ચાય છે અને થોડા સમયમાં શાંત પડી જાય છે. પરંતુ હાલમાંજ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ ગાડીમાં બેઠેલા આર.ટી.ઓ અધિકારીને બરોબરનો ધમકાવી રહ્યો છે. અને ભ્રષ્ટાચારના ભાર હેઠળ તંત્ર કેટલુ લાચર છે. કે હજુ સુધી આ મામલે એ શખ્સ સામે કોઇ કાર્યવાહી પણ કરી નથી
હુ HRD નો ભાઇ છુ બીપ.બીપ.બીપ.….
આજેજ સોસીયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કોઇ શખ્સ સ્પષ્ટ દેખાતુ તો નથી પરંતુ તેના સંવાદો પરથી સ્પષ્ટ થાય છે. કે ભુજ આર.ટી.ઓના કોઇ અધિકારી જોડે સંવાદ કરી રહ્યો છે. જેમાં પોતાના ગાડી ઉભી રખાવાયા બાદ મેમો બનાવવાની વાત કરી કાલે તને જોઇ લઇશ તેવી ખુલ્લી ધમકી બિભત્સ ગાળો સાથે આપે છે. પોતે HRD નો ભાઇ હોવાની ઓળખાણ પણ આપે છે. અને તમે લોકો ક્યાં બધા હપ્તા નથી લેતા તેવુ ખુલ્લે આમ કહી હુ પોતે લુખ્ખો છુ તમને પધ્ધર પી.એસ.આઇને ફોન કરવો છે પુછો-સી.ડી.પટેલ જોડે વાત કરવી છે. તમે હપ્તા બંધ કરો તો જ મારી ગાડી પકડજો બાકી મારી ગાડી પકડતા નહી આવા અનેક બિભત્સ શબ્દો સાથે ભુજ-કચ્છના તંત્રોમાં કેવી પોલમપોલ ચાલે છે. તેનો આ વિડીયો ઉત્તમ ઉદાહરણ છે. જો કે વિડીયો ક્યારનો છે તેનો કોઇ પુષ્ટિ થઇ નથી. પરંતુ લુખ્ખા તત્વ દ્વારા જે રીતે વિડીયોમાં સંવાદ કરાઇ રહ્યા છે તે જોતા ચોક્કસ તંત્રના વિભાગો પર તેની પકડ છે તે અનુભવી શકાય છે.
સરકારી કામમાં રૂકાવટ કે સરકારી અધિકારી સામે ગેરવર્તણુકના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે. પરંતુ તેમા ત્વરીત કાર્યવાહી કરાઇ છે પરંતુ આ કિસ્સામાં હપ્તા,ભ્રષ્ટાચાર, લુખ્ખાગીરી ગેરકાયદેસર કામો અંગેનો ઉલ્લેખ કરી રીતસર તંત્ર પર ખુલ્લેઆમ ધાકધમકી કરી દબાણ કરાઇ રહ્યુ છે. જો કે તંત્રએ હજુ સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી જો કે આર.ટી.ઓ અધિકારીએ આ મામલે વિડીયોની તપાસ કરી ત્યાર બાદ કાયદાકીય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યુ હતુ.
વાયરલ વિડીયોમાં કેટલાક બિભત્સ સંવાદનો પણ ઉપયોગ કરાઇ રહ્યો છે.